Railway : આજથી વડોદરા ડિવિઝન પર ટ્રેનોનું નવું ટાઈમ ટેબલ લાગુ થશે
વડોદરા ડિવિઝનના વિવિધ સ્ટેશનો પરથી ચાલનારી ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે જેમા પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનમાં આજથી નવું ટાઈમ ટેબલ લાગુ કરવામાં આવી રહ્યું છે. આમાં, કેટલીક ટ્રેનોની સ્પીડ વધારવામાં આવી રહી છે, જેના કારણે આ ટ્રેનો તેમના વર્તમાન નિર્ધારિત સમય પહેલા તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચી જશે. કેટલીક ટ્રેનો જે પ્રારંભિક સ્ટેશનથી મોડી ઉપડશે. પ્રારંભિક સ્ટેશનથી મોડી ઉપડનારી ટ્રેનો 1. ટ્રેન નંબર 09108 એકતાનગર - પ્રતાપનગર મેમુ એકતાનગરથી 09:30 ના બદલે 10:00 વાગ્યે ઉપડશે. 2. ટ્રેન નંબર 09349 આણંદ - ગોધરા મેમુ આણંદથી 12:15 ના બદલે 13:30 વાગ્યે ઉપડશે. 3. ટ્રેન નંબર 09133 આણંદ - ગોધરા મેમુ આણંદથી 14:10 ના બદલે 14:30 વાગ્યે ઉપડશે. 4. ટ્રેન નંબર 09317 વડોદરા – દાહોદ મેમુ વડોદરાથી 13:55 ના બદલે 14:05 વાગ્યે ઉપડશે. 42 ટ્રેનોની સ્પીડ વધારવામાં આવી વડોદરા ડિવિઝનની 42 ટ્રેનોની સ્પીડ વધારવામાં આવી છે. ટ્રેનોની સ્પીડ વધવાના પરિણામે પેસેન્જર ટ્રેનોના સંચાલન સમયમાં ઘટાડો થયો છે. આનો સંપૂર્ણ લાભ મુસાફરોને મળશે અને તેઓ તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચવામાં સમય ની બચત થશે.વડોદરા ડિવિઝન આ દરમિયાન 48 ટ્રેનોનો સમય પ્રીપોન કરવામાં આવ્યો છે જેમાં ટ્રેનો તેમના અગાઉના સમય કરતાં 5 મિનિટથી લઈને 45 મિનિટ સુધી વહેલા આવશે. તેવી જ રીતે 48 ટ્રેનોના સમય પોસ્ટપોન કરવામાં આવ્યો જેમાં ટ્રેનો તેમના અગાઉના સમય કરતા 5 મિનિટથી લઈને 43 મિનિટ મોડી આવશે. ઓનલાઈન માહિતી પણ મળી શકશે વડોદરા ડિવિઝનના નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર અને ગોધરા સહિત અન્ય સ્ટેશનોના સમયમાં ફેરફાર થશે જેમાં આ ટ્રેનો તેમના વર્તમાન નિર્ધારિત સમય પહેલા કે પછી પહોંચશે.પશ્ચિમ રેલવે રેલ યાત્રીઓના મુસાફરી અનુભવને બહેતર બનાવવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, મુસાફરીનો સમય ઘટાડો અને વિસ્તૃત કનેક્ટિવિટી પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે.પશ્ચિમ રેલ્વે મુસાફરોને અપીલ કરે છે કે મુસાફરી કરતી વખતે આ ફેરફારોને ધ્યાનમાં રાખો અને આ ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને રેલ ઇન્ક્વાયરી 139 અથવા www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા ડિવિઝનના વિવિધ સ્ટેશનો પરથી ચાલનારી ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે જેમા પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનમાં આજથી નવું ટાઈમ ટેબલ લાગુ કરવામાં આવી રહ્યું છે. આમાં, કેટલીક ટ્રેનોની સ્પીડ વધારવામાં આવી રહી છે, જેના કારણે આ ટ્રેનો તેમના વર્તમાન નિર્ધારિત સમય પહેલા તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચી જશે. કેટલીક ટ્રેનો જે પ્રારંભિક સ્ટેશનથી મોડી ઉપડશે.
પ્રારંભિક સ્ટેશનથી મોડી ઉપડનારી ટ્રેનો
1. ટ્રેન નંબર 09108 એકતાનગર - પ્રતાપનગર મેમુ એકતાનગરથી 09:30 ના બદલે 10:00 વાગ્યે ઉપડશે.
2. ટ્રેન નંબર 09349 આણંદ - ગોધરા મેમુ આણંદથી 12:15 ના બદલે 13:30 વાગ્યે ઉપડશે.
3. ટ્રેન નંબર 09133 આણંદ - ગોધરા મેમુ આણંદથી 14:10 ના બદલે 14:30 વાગ્યે ઉપડશે.
4. ટ્રેન નંબર 09317 વડોદરા – દાહોદ મેમુ વડોદરાથી 13:55 ના બદલે 14:05 વાગ્યે ઉપડશે.
42 ટ્રેનોની સ્પીડ વધારવામાં આવી
વડોદરા ડિવિઝનની 42 ટ્રેનોની સ્પીડ વધારવામાં આવી છે. ટ્રેનોની સ્પીડ વધવાના પરિણામે પેસેન્જર ટ્રેનોના સંચાલન સમયમાં ઘટાડો થયો છે. આનો સંપૂર્ણ લાભ મુસાફરોને મળશે અને તેઓ તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચવામાં સમય ની બચત થશે.વડોદરા ડિવિઝન આ દરમિયાન 48 ટ્રેનોનો સમય પ્રીપોન કરવામાં આવ્યો છે જેમાં ટ્રેનો તેમના અગાઉના સમય કરતાં 5 મિનિટથી લઈને 45 મિનિટ સુધી વહેલા આવશે. તેવી જ રીતે 48 ટ્રેનોના સમય પોસ્ટપોન કરવામાં આવ્યો જેમાં ટ્રેનો તેમના અગાઉના સમય કરતા 5 મિનિટથી લઈને 43 મિનિટ મોડી આવશે.
ઓનલાઈન માહિતી પણ મળી શકશે
વડોદરા ડિવિઝનના નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર અને ગોધરા સહિત અન્ય સ્ટેશનોના સમયમાં ફેરફાર થશે જેમાં આ ટ્રેનો તેમના વર્તમાન નિર્ધારિત સમય પહેલા કે પછી પહોંચશે.પશ્ચિમ રેલવે રેલ યાત્રીઓના મુસાફરી અનુભવને બહેતર બનાવવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, મુસાફરીનો સમય ઘટાડો અને વિસ્તૃત કનેક્ટિવિટી પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે.પશ્ચિમ રેલ્વે મુસાફરોને અપીલ કરે છે કે મુસાફરી કરતી વખતે આ ફેરફારોને ધ્યાનમાં રાખો અને આ ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને રેલ ઇન્ક્વાયરી 139 અથવા www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.