Poshi Poonam : અંબાજી માતાનો આજે પ્રાગટય દિવસ, કરો માં ભવાનીના દર્શન
અમદાવાદના જીવરાજપાર્ક વિસ્તારમાં આવેલ અંબાજી માતાનું મંદિર ખૂબ જાણીતું મંદિર છે અને માતાજીએ એક વ્યકિતને સ્વપ્નમાં આવીને કહ્યું હતુ કે હુ વાવમાં છુ અને મને વાવમાંથી બહાર કાઢો અને ત્યારબાદ માતાજીનું સ્થાપન કરવામાં આવ્યું અને મંદિર બનાવવામાં આવ્યું છે,જીવરાજપાર્કમાં આવેલ આ મંદિરમાં આસપાસના સ્થાનિકો અને બહારથી પણ લોકો દર્શન કરવા આવે છે,ત્યારે જીવરાજપાર્કમાં આવેલ માતાજીના મંદિરમાં માતાજીને પણ વિશેષ શણગાર કરીને અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો છે. અંબાજી માતાનો પ્રાગટયદિવસ એક રહસ્યપૂર્ણ ઘટના સમાન છે વર્ષો અગાઉ ભયંકર દુષ્કાળ પડ્યો હતો. અનેક જીવોને જીવવું દુષ્કર બની ગયું હતું. માનવ જીવો, પશુ-પંખીઓ ભૂખે ટળવળતાં હતાં. ત્યારે બધાએ હૃદયપૂર્વક માતાજીને આર્તનાદથી વિનવણી કરી અને માતાજીને પ્રસન્ન કર્યાં. માતાજીની કૃપા ઊતરીને જ્યાં દુષ્કાળની ધરતી સૂકી ભઠ્ઠ બની હતી ત્યાં શક્તિની કૃપાથી અઢળક શાકભાજી અને ફળ ઉત્પન્ન થયાં. બસ ત્યારથી માતાજીનું નામ શાકંભરી પડ્યું હતું અને એટલે જ પોષ માસની આ પૂનમને શાકંભરી પૂર્ણિમાતરીકે પણ ઓળખવામાં આવે છે. આજે પોષી પૂનમને માઁ અંબાના જન્મદિવસ તરીકે પણ ભક્તો હર્ષોલ્લાસથી ઉજવે છે. બનાસકાંઠાના મોટા અંબાજી મંદિરમાં પણ ભકતો ઉમટયા પોષી પૂનમે અંબાજી મંદિરમાં વહેલી સવારથી ભકતોની ભીડ ઉમટી છે સાથે સાથે ભક્તો દૂરદૂરથી દર્શન કરવા આવ્યા છે,સમગ્ર મંદિર પરિસર ભક્તોથી ઉભરાયુ છે,અને અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે.અંબાજી મંદિરમા રંગબેરંગી લાઈટોની રોશની કરવામાં આવી છે.આજે મહાશક્તિ યજ્ઞ અને મહા આરતી કર્યા બાદ વિશાળ શોભાયાત્રા નીકળશે તો શક્તિદ્વાર સુધી ભક્તોની લાંબી લાઈનો લાગી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદના જીવરાજપાર્ક વિસ્તારમાં આવેલ અંબાજી માતાનું મંદિર ખૂબ જાણીતું મંદિર છે અને માતાજીએ એક વ્યકિતને સ્વપ્નમાં આવીને કહ્યું હતુ કે હુ વાવમાં છુ અને મને વાવમાંથી બહાર કાઢો અને ત્યારબાદ માતાજીનું સ્થાપન કરવામાં આવ્યું અને મંદિર બનાવવામાં આવ્યું છે,જીવરાજપાર્કમાં આવેલ આ મંદિરમાં આસપાસના સ્થાનિકો અને બહારથી પણ લોકો દર્શન કરવા આવે છે,ત્યારે જીવરાજપાર્કમાં આવેલ માતાજીના મંદિરમાં માતાજીને પણ વિશેષ શણગાર કરીને અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો છે.
અંબાજી માતાનો પ્રાગટયદિવસ એક રહસ્યપૂર્ણ ઘટના સમાન છે
વર્ષો અગાઉ ભયંકર દુષ્કાળ પડ્યો હતો. અનેક જીવોને જીવવું દુષ્કર બની ગયું હતું. માનવ જીવો, પશુ-પંખીઓ ભૂખે ટળવળતાં હતાં. ત્યારે બધાએ હૃદયપૂર્વક માતાજીને આર્તનાદથી વિનવણી કરી અને માતાજીને પ્રસન્ન કર્યાં. માતાજીની કૃપા ઊતરીને જ્યાં દુષ્કાળની ધરતી સૂકી ભઠ્ઠ બની હતી ત્યાં શક્તિની કૃપાથી અઢળક શાકભાજી અને ફળ ઉત્પન્ન થયાં. બસ ત્યારથી માતાજીનું નામ શાકંભરી પડ્યું હતું અને એટલે જ પોષ માસની આ પૂનમને શાકંભરી પૂર્ણિમાતરીકે પણ ઓળખવામાં આવે છે. આજે પોષી પૂનમને માઁ અંબાના જન્મદિવસ તરીકે પણ ભક્તો હર્ષોલ્લાસથી ઉજવે છે.
બનાસકાંઠાના મોટા અંબાજી મંદિરમાં પણ ભકતો ઉમટયા
પોષી પૂનમે અંબાજી મંદિરમાં વહેલી સવારથી ભકતોની ભીડ ઉમટી છે સાથે સાથે ભક્તો દૂરદૂરથી દર્શન કરવા આવ્યા છે,સમગ્ર મંદિર પરિસર ભક્તોથી ઉભરાયુ છે,અને અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે.અંબાજી મંદિરમા રંગબેરંગી લાઈટોની રોશની કરવામાં આવી છે.આજે મહાશક્તિ યજ્ઞ અને મહા આરતી કર્યા બાદ વિશાળ શોભાયાત્રા નીકળશે તો શક્તિદ્વાર સુધી ભક્તોની લાંબી લાઈનો લાગી છે.