Porbandar: લાંબા વિરામ બાદ વરસાદ વરસતાં બરડા પંથકના ધરતીપુત્રોમાં ખુશીની લહેર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પોરબંદર જિલ્લાના પ્રખ્યાત બરડા પંથકમાં હવામાનના પલટા સાથે મેઘરાજાની સુખદ પધરામણી થઈ છે. છેલ્લા ઘણા દિવસોથી વરસાદ ખેંચાતાં અસહ્ય ઉકળાટ અને ભેજનું પ્રમાણ વધી ગયું હતું, જેના કારણે ખેડૂતો પોતાના વાવેતર કરેલા પાકને લઈને ભારે ચિંતામાં મૂકાયા હતા. જો કે, આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે બરડા પંથકના અનેક ગામોમાં ધીમી ધારે અને ઝાપટાં સ્વરૂપે વરસાદ વરસી પડ્યો છે.
પોરબંદરમાં મેઘરાજાની સુખદ પધરામણી થઈ
પોરબંદરના બગવદર, મોઢવાડા, કિંદરખેડા, કેશવ તથા આસપાસના ગ્રામ્ય અને પહાડી સીમ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડતાં રસ્તાઓ અને ખેતરો ભીંજાયા હતા. લાંબા સમયના આ વિરામ બાદ પડેલા વરસાદથી ખાસ કરીને મગફળી, તલ અને અન્ય ચોમાસુ પાકોને મોટો પ્રાણવાયુ મળ્યો છે, જેથી ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે.
ખેડૂતો અને ગ્રામજનોમાં ખુશી
વરસાદ પ પડતાં જ બરડા પંથકના ધરતીપુત્રોના ચહેરા પર ખુશીની ચમક જોવા મળી રહી છે. ખેડૂતોનું માનવું છે કે આ સમયે પડેલો વરસાદ પાકનો ગ્રોથ વધારવામાં સંજીવની સમાન સાબિત થશે. બીજી તરફ, સતત રહેતા ઉકળાટ અને અસહ્ય ગરમી બાદ વરસાદ પડવાથી સમગ્ર બરડા પંથકના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે અને ગુલાબી ઠંડક પ્રસરી ગઈ છે.
આ પણ વાંચો: Dwarka: કલ્યાણપુરના લાંબા ગામે શ્રમિકના બાળકમાં ચાંદીપુરાના લક્ષણો, જામનગર ખાતે સારવાર હેઠળ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

