Porbandar દરિયામાં રેડ એલર્ટ વચ્ચે ભારે કરંટ, છતાં જીવના જોખમે યુવકોનું ચોંકાવનારૂં ફોટોસેશન!

Sep 14, 2026 - 20:30
Porbandar દરિયામાં રેડ એલર્ટ વચ્ચે ભારે કરંટ, છતાં જીવના જોખમે યુવકોનું ચોંકાવનારૂં ફોટોસેશન!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

હવામાન વિભાગ દ્વારા પોરબંદર જિલ્લા માટે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વાવાઝોડા અને ભારે વરસાદની આગાહીના કારણે પોરબંદરના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે અને વિશાળકાય મોજા ઉછળી રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે તંત્ર દ્વારા દરિયા કિનારે ન જવાની સ્પષ્ટ સૂચનાઓ હોવા છતાં, ચોપાટી કિનારે કેટલાક યુવકો બેદરકારીપૂર્વક જીવના જોખમે સોશિયલ મીડિયા માટે ફોટોસેશન કરતા નજરે ચડ્યા હતા.

ઉછળતા મોજા વચ્ચે કેમેરામાં કેદ થયા યુવકો

દરિયાના ધસમસતા પાણી અને ઊંચા ઉછળતા મોજાની સમાંતર ઉભા રહીને યુવકો ફોટા અને રીલ્સ બનાવતા કેમેરામાં કેદ થયા હતા. માછીમારોને પણ દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે ત્યારે યુવકોની આ પ્રકારની ઘોર બેદરકારી મોટી હોનારતને આમંત્રણ આપી રહી છે. એક નાના સરખા પગ લપસવાથી કે દરિયાના વહેણમાં ખેંચાઈ જવાથી ક્ષણવારમાં મોટો અકસ્માત સર્જાઈ શકે તેમ છે.

Gross negligence of youth in Porbandar

કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ?

તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા વારંવાર અપીલ કરવામાં આવતી હોવા છતાં પણ પ્રવાસીઓ અને સ્થાનિક યુવાનો દ્વારા કાયદા અને સુરક્ષાના નિયમોનું અનાદર કરવામાં આવી રહ્યું છે. આવા જોખમી ફોટોસેશનથી જો કોઈ દુર્ઘટના કે જાનહાનિ થાય તો તેનો જવાબદાર કોણ તેવો મોટો સવાલ ઉભો થયો છે. સ્થાનિકોએ પણ ચોપાટી વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત કડક કરીને આવા બેદરકાર યુવકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0