Porbandar News: રાણાવાવમાંથી દેશી તમંચા સાથે આરોપી ઝડપાયો,બે વર્ષથી પોલીસને થાપ આપતો હતો

Nov 12, 2026 - 08:00
Porbandar News: રાણાવાવમાંથી દેશી તમંચા સાથે આરોપી ઝડપાયો,બે વર્ષથી પોલીસને થાપ આપતો હતો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે પોલીસે રાણાવાવ વિસ્તારમાંથી ગેરકાયદે હથિયાર સાથે એક રીઢા આરોપીને ઝડપી લેવામાં મોટી સફળતા મેળવી છે.જામનગર અને રાજકોટ શહેરના વિવિધ પોલીસ મથકોમાં નોંધાયેલા ગંભીર ગુનાઓમાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આ આરોપીને પોલીસે રાણાવાવ ટોલનાકા નજીકના સર્વિસ રોડ પરથી દેશી બનાવટના તમંચા સાથે ઝડપી પાડી કાર્યવાહી કરી છે.

રાણાવાવમાંથી દેશી તમંચા સાથે આરોપી ઝડપાયો

પોરબંદર એલસીબીની ટીમે રાણાવાવ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા ટોલનાકા બાદ સર્વિસ રોડ પર વોચ ગોઠવી હતી.આ સર્વિસ રોડ પરથી શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલા એક શખ્સને પોલીસે કોર્ડન કરીને ઝડપી લીધો હતો.પોલીસ દ્વારા પકડાયેલા આ શખ્સની પૂછપરછ અને અંગજડતી હાથ ધરવામાં આવતા તેની પાસેથી એક ગેરકાયદે હથિયાર મળી આવ્યું હતું. આરોપી પાસેથી પોલીસે દેશી બનાવટનો એક તમંચો કબજે કર્યો હતો.દેશી તમંચાની કિંમત અંદાજે રૂ.2 હજાર આંકવામાં આવી છે.જાહેર માર્ગ પર ગેરકાયદેસર રીતે હથિયાર લઈને ફરતા આ રીઢા આરોપીની ધરપકડ કરીને પોલીસે તેને કસ્ટડીમાં લીધો હતો.

જામનગર અને રાજકોટના ગુનાઓમાં હતો વોન્ટેડ

પોલીસની સઘન પૂછપરછમાં સામે આવ્યું હતું કે ઝડપાયેલો આરોપી જામનગર જિલ્લાના નાની લાખાપાણી ગામનો રહેવાસી છે.તેનું નામ વિશ્વરાજસિંહ જગદીશસિંહ જાડેજા હોવાનું અને તેની ઉંમર 23 વર્ષ હોવાનું સામે આવ્યું છે.પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ઝડપાયેલો 23 વર્ષીય આરોપી વિશ્વરાજસિંહ જગદીશસિંહ જાડેજા કોઈ સામાન્ય ગુનેગાર નથી પરંતુ રીઢો આરોપી છે.તે જામનગર અને રાજકોટ જિલ્લાના વિસ્તારોમાં નોંધાયેલા ગુનાઓમાં લાંબા સમયથી સંડોવાયેલો હતો.ખાસ કરીને જામનગર પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં તે પોલીસ ચોપડે વોન્ટેડ ચાલી રહ્યો હતો.આ ઉપરાંત રાજકોટ શહેર ડીસીબી પોલીસ સ્ટેશનમાં પણ તેની સામે ગુનો દાખલ થયેલો હતો અને તે ગુનામાં પણ તે ઘણા સમયથી ફરાર હતો. 

આ પણ વાંચોઃ Amul Milk Price Hike: મોંઘવારીના મારથી ખોરવાયું બજેટ, અમૂલ દૂધના ભાવમાં અધધ વધારો!


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0