Porbandarના ઘેડ વિસ્તારમાં પાણી ભરાવાને લઈ મોઢવાડિયાએ ગૃહમાં કહ્યુ,પાણી નિકાલની વ્યવસ્થા નથી

પાણી ભરાય પછી નિકળવાની વ્યવસ્થા નથી : અર્જુન મોઢવાડિયા અગાઉ પ્રતિનિધીમંડળ સાથે મુલાકાત લીધી હતી : અર્જુન મોઢવાડિયા સર્વગ્રાહી અભ્યાસ માટે કંપનીને કામ સોંપાયું હતું : અર્જુન મોઢવાડિયા સામન્ય વરસાદમાં પણ પોરબંદરના ઘેડ પંથકમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે,ત્યારે આ મુદ્દાને લઈ પોરબંદર ભાજપના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ગૃહમાં રજૂઆત કરી હતી,તેમણે કહ્યું છે કે,ઘેડનો પ્રશ્ન ઉકેલવા માટે નાણાની કોઈ મર્યાદા નથી,મોઢવાડિયાએ વધુમાં કહ્યું કે ઘેડની રચના રકાબી જેવી છે જેના કારણે પાણી ભરાવાની સમસ્યા રહે છે. SDRF પ્રમાણે કેટલી સહાય કરી શકાયઃ મોઢવાડિયા અર્જુન મોઢવાડિયાએ ગૃહમાં ઘેડ પંથકને લઈ રજૂઆત કરી હતી,તેમણે વધુમા કહ્યું હતુ કે, SDRF ઉપરાંત સરકાર કેટલી સહાય કરશે તે મહત્વનું છે.હું કોંગ્રેસમા હતો ત્યારે પણ આ વિસ્તારની મુલાકાત પ્રતિનિધિ મંડળ સાથે લીધી હતી,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવાઈ નિરીક્ષણ કર્યુ ત્યારે આની કાયમી મુશ્કેલી દૂર કરવા માટે ખાતરી આપી હતી.સર્વગ્રાહી અભ્યાસ કરવા માટે એક કંપનીને કામ સોપાયું છે,ઘેડનો આ પ્રશ્ન ઉકેલવા નાણાની કોઈ મર્યાદા નથી એવું મુખ્યમંત્રી પણ કહ્યું છે. અન્ય પણ ઘણા પ્રશ્નો છે અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ઘેડ બામણાસાથી શરૂ કરીને બાલાગામ સુધીનો ૧૨ કી.મી. નો વિસ્તાર છે કે જ્યાં ઓઝત નદી એકદમ સાંકડી થઈ ગઈ છે, ત્યાં તમામ ખેડુતોએ દબાણો દુર કરવાની ખાતરી આપેલી છે, તેમજ નદીની વહન ક્ષમતા ૧ લાખ ૩૬ હજાર ક્યુસેક હોવી જોઈએ તેની સામે આજે ૨૫-૨૬ હજાર ક્યુસેક જ રહી છે, ત્યારે નદીની પુરતી ક્ષમતા વધે તે માટે ખેડૂતો દબાણ દુર કરવા સહમત થયા છે અને રાજ્ય સરકારે પણ આ માટે યોજનાઓના અમલની તૈયારી દર્શાવેલી છે. વિધાનસભામાં કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલની સ્પષ્ટતાભારે વરસાદથી પાકને નુકશાન થયુ છે તેવા કેસમાં સરકાર સહાય ચૂકવશે,પોરબંદરના ધારાસભ્યઅર્જુનભાઈ મોઢવાડિયાના પ્રશ્નના જવાબમાં કૃષિમંત્રીરાઘવજીભાઈ પટેલે નુકસાન સામે સહાય આપવાની ખાતરી આપી છે,ખેડૂતને ૩૩% થી વધારે નુકસાન થયેલ હશે તે કેસમાં એસ.ડી.આર.એફ. ના ધારા-ધોરણો મુજબ હેક્ટર દીઠ રૂપિયા ૮૫૦૦ની સહાય બે હેક્ટરની મર્યાદામાં સહાય કરવામાં આવશે.ઘેડ વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે રાષ્ટ્રીય સ્તરની એન્જિનીયરીંગ કંપની અભ્યાસ કરીને અહેવાલ તૈયાર કરી રહી છે. ઘેડ પંથકમાં શું મુશ્કેલી સર્જાય છે કંપનીના અહેવાલ બાદ ઘેડ વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યાના ઉકેલ માટે સરકાર યોજનાઓ અમલમાં મૂકશે. ઘેડ પંથક એ રકાબી જેવો વિસ્તાર છે જેમાં સામન્ય વરસાદમાં કેડ સમા પાણી ભરાઈ જવાની સમસ્યા રહેતી હોય છે,અત્યાર સુધી આ પાણી ના ભરાય તેનો કોઈ ઉકેલ આવ્યો નથી,અને આ પાણી એટલી હદે ભરાય છે કે તેને ઉતરતા ઓછામાં ઓછો 15 દિવસનો સમય લાગે છે.  

Porbandarના ઘેડ વિસ્તારમાં પાણી ભરાવાને લઈ મોઢવાડિયાએ ગૃહમાં કહ્યુ,પાણી નિકાલની વ્યવસ્થા નથી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પાણી ભરાય પછી નિકળવાની વ્યવસ્થા નથી : અર્જુન મોઢવાડિયા
  • અગાઉ પ્રતિનિધીમંડળ સાથે મુલાકાત લીધી હતી : અર્જુન મોઢવાડિયા
  • સર્વગ્રાહી અભ્યાસ માટે કંપનીને કામ સોંપાયું હતું : અર્જુન મોઢવાડિયા

સામન્ય વરસાદમાં પણ પોરબંદરના ઘેડ પંથકમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે,ત્યારે આ મુદ્દાને લઈ પોરબંદર ભાજપના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ગૃહમાં રજૂઆત કરી હતી,તેમણે કહ્યું છે કે,ઘેડનો પ્રશ્ન ઉકેલવા માટે નાણાની કોઈ મર્યાદા નથી,મોઢવાડિયાએ વધુમાં કહ્યું કે ઘેડની રચના રકાબી જેવી છે જેના કારણે પાણી ભરાવાની સમસ્યા રહે છે.

SDRF પ્રમાણે કેટલી સહાય કરી શકાયઃ મોઢવાડિયા

અર્જુન મોઢવાડિયાએ ગૃહમાં ઘેડ પંથકને લઈ રજૂઆત કરી હતી,તેમણે વધુમા કહ્યું હતુ કે, SDRF ઉપરાંત સરકાર કેટલી સહાય કરશે તે મહત્વનું છે.હું કોંગ્રેસમા હતો ત્યારે પણ આ વિસ્તારની મુલાકાત પ્રતિનિધિ મંડળ સાથે લીધી હતી,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવાઈ નિરીક્ષણ કર્યુ ત્યારે આની કાયમી મુશ્કેલી દૂર કરવા માટે ખાતરી આપી હતી.સર્વગ્રાહી અભ્યાસ કરવા માટે એક કંપનીને કામ સોપાયું છે,ઘેડનો આ પ્રશ્ન ઉકેલવા નાણાની કોઈ મર્યાદા નથી એવું મુખ્યમંત્રી પણ કહ્યું છે.

અન્ય પણ ઘણા પ્રશ્નો છે

અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ઘેડ બામણાસાથી શરૂ કરીને બાલાગામ સુધીનો ૧૨ કી.મી. નો વિસ્તાર છે કે જ્યાં ઓઝત નદી એકદમ સાંકડી થઈ ગઈ છે, ત્યાં તમામ ખેડુતોએ દબાણો દુર કરવાની ખાતરી આપેલી છે, તેમજ નદીની વહન ક્ષમતા ૧ લાખ ૩૬ હજાર ક્યુસેક હોવી જોઈએ તેની સામે આજે ૨૫-૨૬ હજાર ક્યુસેક જ રહી છે, ત્યારે નદીની પુરતી ક્ષમતા વધે તે માટે ખેડૂતો દબાણ દુર કરવા સહમત થયા છે અને રાજ્ય સરકારે પણ આ માટે યોજનાઓના અમલની તૈયારી દર્શાવેલી છે.

વિધાનસભામાં કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલની સ્પષ્ટતા

ભારે વરસાદથી પાકને નુકશાન થયુ છે તેવા કેસમાં સરકાર સહાય ચૂકવશે,પોરબંદરના ધારાસભ્યઅર્જુનભાઈ મોઢવાડિયાના પ્રશ્નના જવાબમાં કૃષિમંત્રીરાઘવજીભાઈ પટેલે નુકસાન સામે સહાય આપવાની ખાતરી આપી છે,ખેડૂતને ૩૩% થી વધારે નુકસાન થયેલ હશે તે કેસમાં એસ.ડી.આર.એફ. ના ધારા-ધોરણો મુજબ હેક્ટર દીઠ રૂપિયા ૮૫૦૦ની સહાય બે હેક્ટરની મર્યાદામાં સહાય કરવામાં આવશે.ઘેડ વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે રાષ્ટ્રીય સ્તરની એન્જિનીયરીંગ કંપની અભ્યાસ કરીને અહેવાલ તૈયાર કરી રહી છે.

ઘેડ પંથકમાં શું મુશ્કેલી સર્જાય છે

કંપનીના અહેવાલ બાદ ઘેડ વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યાના ઉકેલ માટે સરકાર યોજનાઓ અમલમાં મૂકશે. ઘેડ પંથક એ રકાબી જેવો વિસ્તાર છે જેમાં સામન્ય વરસાદમાં કેડ સમા પાણી ભરાઈ જવાની સમસ્યા રહેતી હોય છે,અત્યાર સુધી આ પાણી ના ભરાય તેનો કોઈ ઉકેલ આવ્યો નથી,અને આ પાણી એટલી હદે ભરાય છે કે તેને ઉતરતા ઓછામાં ઓછો 15 દિવસનો સમય લાગે છે.