PM Modi Speech Live : જૈન મુનિ અને સંતોની તપસ્યા જોડાઈ છે ત્યાં સર્જન અને સેવા આપોઆપ સંચાલિત થાય છેઃ PM મોદી

Mar 31, 2026 - 12:00
PM Modi Speech Live :  જૈન મુનિ અને સંતોની તપસ્યા જોડાઈ છે ત્યાં સર્જન અને સેવા આપોઆપ સંચાલિત થાય છેઃ PM મોદી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આજે વડાપ્રધાન મોદી એક દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. તેઓ રાજ્યમાં 19800 કરોડથી વધુના વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. વડાપ્રધાન મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતાં. ત્યાંથી તેઓ કોબા તીર્થ જવા માટે રવાના થયા હતાં. તેમનું સ્વાગત કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતાં. ગાંધીનગરના કોબા જૈન તીર્થ ખાતે ઈતિહાસ, સંસ્કૃતિ અને શ્રદ્ધાનો પવિત્ર સંગમ રચતા સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદીના હસ્તે કરવામાં આવ્યું છે.

ભારતની સૌથી મોટી તાકાતના દર્શન થાય છે

 આ મ્યુઝિયમમાં ભારતની સૌથી મોટી તાકાતના દર્શન થાય છે. આ તાકત છે ભારતની વિવિધતા અને વિવિધતામાં એકતા. દુનિયાને હંમેશા આસ્થાના નામે ટકરાવ જોયો છે. આ મ્યુઝિયમમાં ભારતના અન્ય ધર્મોના પણ દર્શન થાય છે. વિવિધ પરંપરાઓના રંગ ઉપસ્થિત થાય તે ભારતમાં જ થઈ શકે. આજે દુનિયામાં જે સ્થિતિ છે. જે રીતે વિશ્વ અસ્થિરતાની આગમાં સળગી રહ્યું છે. આપણો પ્રયાસ એવો હોવો જોઈએ કે અહીં આવનારા લોકોની સંખ્યા વધુ વધે. 

ભવ્ય ભારતની ઓળખ થાય

ભારતમાં સમ્રાટ સંપ્રતિના શાસને સેવા અને સાધનાનું ઉદાહરણ આપ્યું, સત્ય , અપરિગ્રહનો પ્રચાર કર્યો,નિસ્વાર્થ ભાવથી કરેલી સેવાની શિખ ભારતના ભૂતકાળથી જ મળે છે,સંગ્રહાલયની ડિઝાઈન પણ એવી છે કે ભવ્ય ભારતની ઓળખ થાય

 સમ્રાટ સંપ્રતિ ખાલી ઐતિહાસિક રાજાનું નામ જ નથી

વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, આ પ્રયાસ માટે જૈન મુનિ, સંતોના ચરણોમાં પ્રણામ કરૂ છું. જે લોકોએ આ કાર્યમાં યોગદાન કર્યું તેમનો પણ આભાર માનું છું. સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલય ભારતના લોકોની ધરોહર છે, ગૌરવશાળી ભુતકાળની ધરોહર છે.સમ્રાટ સંપ્રતિ ખાલી ઐતિહાસિક રાજાનું નામ જ નથી પણ ઇતિહાસને જોડે છે

સમ્રાટ સંપ્રતિ પ્રદર્શન પ્રાચિન ધરોહરનું કેન્દ્ર છે

વડાપ્રધાને કહ્યું હતું કે, કોબા તિર્થમાં કેવી સાધના, સંયમની પરંપરા ચાલે છે એ વર્ષોથી હું જોવું છું.આ ત્રિવેણી ભારતીય સભ્યતાનો આધાર છે.હજારો વર્ષોની ભારતીય વિરાસત , આપણી ધરોહર , તેનાથી મળનારી પ્રેરણા આવનારી સદીઓ સુધી અમર રહેશે.આવનારી પેઢી સુધી તમામ સંસ્કૃતિ પહોંચાડવા માટે પ્રયાસ થયો છે.સમ્રાટ સંપ્રતિ પ્રદર્શન પ્રાચિન ધરોહરનું કેન્દ્ર છે. 

મહાવીર જયંતીની શુભકામનાઓ પાઠવું છું

વડાપ્રધાન મોદીએ જય જિનેન્દ્ર સાથે જણાવ્યુંહતું કે, મને આજે આ પવિત્ર જૈન તિર્થ ખાતે આવવાની તક મળી છે. હું ભગવાનને નમન કરી તમામ લોકોને મહાવીર જયંતીની શુભકામનાઓ પાઠવું છું. હું આજે કૈલાસ સુરિશ્વરજી મહારાજ સાહેબને વંદન કરું છું. તેમણે કોબાની આ ધરતી પર જ્ઞાન અને શ્રદ્ધાનું કેન્દ્ર સ્થાપિત કર્યું છે. જૈન મુનિ અને સંતોની તપસ્યા જોડાઈ છે ત્યાં સર્જન અને સેવા આપોઆપ સંચાલિત થાય છે

રિમોર્ટ કંટ્રોલથી આ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું

તેમણે પ્રદર્શન સ્થળની મુલાકાત લીધી હતી અને મહારાજ સાહેબના આશિર્વાદ પણ મેળવ્યા હતાં. ત્યાર બાદ તેઓ સભા સ્થળ પર પહોંચ્યા હતાં. જ્યાં તેમનું સ્વાગત કરાયું હતું અને એક ખાસ પ્રતિકૃતિ ભેટ અપાઈ હતી. તેમણે રિમોર્ટ કંટ્રોલથી આ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું હતું. 

મ્યુઝિયમ 95 હજાર ચો.ફૂટ વિસ્તારમાં તૈયાર કરાયું

આ મ્યુઝિયમ 95 હજાર ચો.ફૂટ વિસ્તારમાં તૈયાર કરાયું છે. જ્યાં રાણકપુર શૈલીનું અનુસરણ કરાયું છે. ત્યાં જુદી જુદી સાત ગેલેરી તૈયાર કરાઈ છે. આરસ અને કાચ વડે તૈયાર કરાયું છે આ મ્યુઝિયમ. અનેક એજન્સીએ ભેગાં મળીને આ મ્યુઝિયમ તૈયાર કર્યું છે. પદ્મ સાગર સુરિશ્વરજી મહારાજનો અહીં સંગ્રહ જોવા મળે છે. તેમણે ૨.૫ લાખ કિમીની યાત્રામાં સંગ્રહ એકત્રિત કર્યો છે. ભારતીય સંસ્કૃતિ અને કલા સામગ્રીનો સંગ્રહ પણ છે. 

આ પણ વાંચોઃ Gandhinagar News: PM મોદીએ કોબા જૈન તીર્થ ખાતે સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0