PM In Gujarat : કોંગ્રેસ મોહબ્બતની દુકાન નહી,ફેક ફેકટરી

PM મોદી બે દિવસ ગુજરાતમાં અલગ-અલગ જગ્યાએ કરશે 6 સભા આજે સાબરકાંઠા અને બનાસકાંઠામાં કરશે સભા PM આવતીકાલે સુરેન્દ્રનગર,જામનગર,આણંદ,જૂનાગઢમાં યોજશે સભા લોકસભાની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાત પ્રચારના શ્રી ગણેશ ડીસાથી કરવાના હોવાથી ડીસામાં વડાપ્રધાનની જાહેર સભા અંગેની તૈયારીઓ પૂર્ણ કરાઈ છે.વડાપ્રધાન મોદી સાથે સ્ટેજ પર 56 નેતાઓ બેસી શકશે, જ્યારે ગઈકાલે યોજાયેલી ક્ષત્રિય સમાજના શક્તિ પ્રદર્શનને લઈ પોલીસ પણ ડબલ એલર્ટ મોડ પર છે. તેઓ ગુજરાતમાં બે દિવસમાં કુલ છ સભા સંબોધશે.એરોડ્રામ ગ્રાઉન્ડમાં જનમેદની ઉમટી છે. માં અંબાના આશીર્વાદ : PM મોદીભારત માતા કી જય સાથે PM મોદીએ ભાષણની કરી શરૂઆત,માં અંબાના ચરણોમાં આવીને પહેલી સભાનું સંબોધન કરૂ છુ.ગુજરાતની ધરતીએ મને સંસ્કાર અને ક્ષિક્ષણ આપ્યું છે.ગુજરાતની ધરતીએ મને જે સંસ્કાર, ક્ષિક્ષણ અને લાંબા સમય સુધી મુખ્યમંત્રી રાખીને અનુભવની તક આપી એ બધું આજે દિલ્લીમાં લેખે લાગે છે.પીએમ તો દિલ્હીમાં હોય બાકી અહીંયા તો આપણા નરેન્દ્રભાઈ આવ્યા છે. ગુજરાત સ્થાપના દિવસે આપણે સંકલ્પ લઈએ કે વિક્સિત ભારત બનાવવા માટે વિક્સિત ગુજરાત બનાવવામાં કોઈ કમી રહેવા નહી દઈએ.દેશની સેવા માટેનો અવસર મળ્યો : PM મોદી તમે બધાએ મને 2014માં દિલ્હી મોકલી દેશની સેવા કરવાનો મોકો આપ્યો છે. 2014 પહેલા આતંકવાદ, ગોટાળા, ભ્રષ્ટાચાર, નિરાશામાં દેશ ડુબી ગયો હતો. યુવાનો ભવિષ્ય માટે વિતારતા હતા કે શું કરવું? અને આવા સંજોગોમાં તમે મને દેશની સેવા કરવાનો મોકો આપ્યો હતો. જેવી રીતે તમે મને ટ્રેનિંગ અને શિક્ષા આપી તો મેં દેશ સેવા કરવા માટે કોઈ કસર નથી છોડી.ગેંરટી આપવા માટે પણ હિંમત જોઈએ : PM મોદી2019માં લોકો માનતા હતા કે ફરી સરકાર નહી બને, સરકાર ના બને એ માટે દુનિયાભરના ખેલ થયા હતા પણ ફરી એક વખત સરકાર બની. 2024ની ચૂંટણીમાં મારા 20-22 વર્ષના અનુભવ લઈને આવ્યો છું. દેશના સામર્થ્યના આધાર પર ગેરંટી લઈને આવ્યો છું. ગેરંટી એમ જ નથી અપાતી એના માટે હિંમત જોઈએ. મારી ગેરંટી છે કે મારા ત્રીજા ટર્મમાં ભારતને ત્રીજી અર્થ વ્યવસ્થા બનાવીને રહીશ. જેનો લાભ વર્તમાન અને આવનારી પેઢીને મળશે.પોલિંગ બૂથ જીતો : PM મોદીપહેલાં 100 દિવસમાં જ બતાવ્યું કે ભાજપ શું કામ કરી શકે છે. માટે આપણે દરેક બૂથ પર કમળ ખીલવવાના છે પણ બધી સીટ જીતીને મારે સંતોષ નથી માનવાનો, આપણે તો બધા પોલિંગ બૂથ જીતવાના છે.ફેક વિડીયો ફેલાવાનું બંધ કરે કોગ્રેસ : PM મોદી કોંગ્રેસના સહેઝાદાએ પુરા ઓબીસી સમાજ અને મોદી સમાજને ચોર કહ્યાં. મોદી ગુજરાતથી છે એટલે તેમણે મારા માતા-પિતાને પણ ખરું ખોટું કહેવામાં કોઈ કસર નથી છોડી. આ વખતે પહેલેથી પણ ઓછી સીટોમાં સમેટાઈ જશે અને રાજસ્થાનમાં તો એક પણ સીટ મળવાની સંભાવના નથી. જેના લીધે હવે INDIA ગઠબંધન બોખલાઈ ગયું છે એટલે ફેક વીડિયો બનાવીને ફેલાવે છે.ધર્મના આધારે અનામતનો ખેલ નહી : PM મોદી ગુજરાતની પ્રજાએ ક્યારેય અહીંયા અસ્થિર સરકાર નથી આવવા દીધી. કોંગ્રેસને ગુજરાતમાંથી હટાવી છે તો આજે એને પગ નથી રાખવા દીધો. કોંગ્રેસ પાસે ન મુદ્દા, ન વિઝન અને કામ કરવાનું જુનુન છે. હિંમત હોય તો સામે વાર કરો આ ફેક વીડિયો નહીં, હિંમત હોય તો સામસામે આવીને બે-બે હાથ કરો.હુ લૂંટતા બચાવું છુ : PM મોદી તમે ગુજરાતીઓએ મને મોટો કર્યો છે એટલે ચિંતા ન કરો.જે લોકો પહેલીવાર મતદાન કરવાના તેમને દેશની શું પરિસ્થિતિ હતી એ ખબર જ ન હોતી.જ્યાં સુધી મોદી છે અને ભાજપ છે ત્યાં સુધી બાબા સાહેબે જે આરક્ષણ આપ્યું છે,એકવાર ગુગલ પર જઈને જોજો પહેલાં ચોરી, લૂંટની ખબરો ચાલતી હતી અને આજે શું ચાલે છે આટલા પકડયા, આ એનો જ ફફડાટ છે ભાઈ. લોકો કાળી મજૂરી કરીને ટેક્ષસ આપે એને લૂંટાવા દેવાય ભાઈ? અને હું લૂંટતા બચાવું છું તો આ લોકો મારો હાથ ખેંચે છે. કોગ્રેસથી ચેતતા રહેજો : PM મોદીભાજપ સિવાય કોઈ 272 લોકોને લડાવતાં નથી ને કહે છે કે અમે સરકાર ચલાવીશું. દિલ્હીના શાહી પરિવારની સ્થિતિ એવી છે કે કોંગ્રેસને પોતે મત નહીં આપી શકે. અહેમદ ભાઈનો પરિવાર કોંગ્રેસને મત નહીં આપે, ભાવનગરના મોટા નેતા પણ ભાવનગરના ઉમેદવારને મત નહીં આપી શકે. આપ સૌને વિનંતી છે આપ કોંગ્રેસથી ચેતતા રહેજો.નલ સે જલ યોજના થકી પાણી મળ્યું : PM મોદી આપણા બનાસકાંઠામાં પાણી ન મળે, મહેમાન રોકાય તો રાત્રે એવું થાય કે સવારે પાણી ક્યાંથી લાવીશું અને આજે પાણી આવ્યું છે. આજે ભાજપે ચારેકોર પાણી પહોંચાડયુ છે. નલ સે જલ યોજના થકી લોકો સુધી પાણી પહોંચ્યું છે. માતા બહેનોનો પાણી ભરવામાં અડધો દિવસ જતો પણ હવે ઘરેબેઠા પાણી મળી રહે છે. પહેલા છોકરું જન્મે એટલે એને કાકા-મામાનું નામ ન આવડે પણ કર્ફ્યુ બોલતા આવડતું એ આપણે નાબૂદ કર્યું, બાળકો નિશાળે નતા જતા હવે જવા માંડયો, ભાજપે લાંબા ગાળાની મહેનત કરી છે એટલે આજે ગુજરાત આગળ આવ્યું છે. ગમે તેવી ગરમી હોય, ગમે તેવો તડકો હોય, ગમે તેવી પરિસ્થિતિ હોય મતદાન વધવું જોઈએ.શું કહ્યું સી.આર.પાટીલેકોઈ સમાજમાં ભાગલા નહિ, સૌનો સાથ-સૌનો વિકાસને સાથે લઈને ચાલી રહ્યા છે. અન્નદાતા માટે કોઈ યોજના નહોતી પણ હવે દર વર્ષે દરેક ખેડૂતના ખાતામાં રકમ જમા થાય છે. રેખાબેન ચૌધરી અને ભરતજી ડાભીને જંગી બહુમતીથી જીતાડવાના છે.PM અમદાવાદ આવી બનાસકાંઠા જવા નિકળ્યા હતાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવ્યા છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ ઉપર તેમનું સ્વાગત કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજસેલ ખાતે પહોંચ્યા હતા. ત્યાર બાદ PM અમદાવાદ એરપોર્ટથી હેલિકોપ્ટર દ્વારા ઉત્તર ગુજરાત સભા સ્થળે પહોચ્યા હતા. ક્ષત્રિય સમાજના શક્તિ પ્રદર્શનને લઈ પોલીસની બાજ નજર ડીસામાં ગઈકાલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં ક્ષત્રિય સમાજનું અસ્મિતા સંમેલન યોજાયું હતું. જેમાં 2000થી પણ વધુ ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ક્ષત્રિય સમાજના શક્તિ પ્રદર્શનને લઈ પોલીસ પણ એલર્ટ મોડ પર છે. કોઈપણ ક્ષત્રિય અટકચાળો ન કરે, કાળા વાવટા ન ફરકાવે કે કોઈપણ પ્રકારનો વિરોધ ન કરે તે માટે પોલીસ તમામ ગતિવિધિઓ પર બાજ

PM In Gujarat : કોંગ્રેસ મોહબ્બતની દુકાન નહી,ફેક ફેકટરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • PM મોદી બે દિવસ ગુજરાતમાં અલગ-અલગ જગ્યાએ કરશે 6 સભા
  • આજે સાબરકાંઠા અને બનાસકાંઠામાં કરશે સભા
  • PM આવતીકાલે સુરેન્દ્રનગર,જામનગર,આણંદ,જૂનાગઢમાં યોજશે સભા

લોકસભાની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાત પ્રચારના શ્રી ગણેશ ડીસાથી કરવાના હોવાથી ડીસામાં વડાપ્રધાનની જાહેર સભા અંગેની તૈયારીઓ પૂર્ણ કરાઈ છે.વડાપ્રધાન મોદી સાથે સ્ટેજ પર 56 નેતાઓ બેસી શકશે, જ્યારે ગઈકાલે યોજાયેલી ક્ષત્રિય સમાજના શક્તિ પ્રદર્શનને લઈ પોલીસ પણ ડબલ એલર્ટ મોડ પર છે. તેઓ ગુજરાતમાં બે દિવસમાં કુલ છ સભા સંબોધશે.એરોડ્રામ ગ્રાઉન્ડમાં જનમેદની ઉમટી છે.

માં અંબાના આશીર્વાદ : PM મોદી

ભારત માતા કી જય સાથે PM મોદીએ ભાષણની કરી શરૂઆત,માં અંબાના ચરણોમાં આવીને પહેલી સભાનું સંબોધન કરૂ છુ.ગુજરાતની ધરતીએ મને સંસ્કાર અને ક્ષિક્ષણ આપ્યું છે.ગુજરાતની ધરતીએ મને જે સંસ્કાર, ક્ષિક્ષણ અને લાંબા સમય સુધી મુખ્યમંત્રી રાખીને અનુભવની તક આપી એ બધું આજે દિલ્લીમાં લેખે લાગે છે.પીએમ તો દિલ્હીમાં હોય બાકી અહીંયા તો આપણા નરેન્દ્રભાઈ આવ્યા છે. ગુજરાત સ્થાપના દિવસે આપણે સંકલ્પ લઈએ કે વિક્સિત ભારત બનાવવા માટે વિક્સિત ગુજરાત બનાવવામાં કોઈ કમી રહેવા નહી દઈએ.

દેશની સેવા માટેનો અવસર મળ્યો : PM મોદી

તમે બધાએ મને 2014માં દિલ્હી મોકલી દેશની સેવા કરવાનો મોકો આપ્યો છે. 2014 પહેલા આતંકવાદ, ગોટાળા, ભ્રષ્ટાચાર, નિરાશામાં દેશ ડુબી ગયો હતો. યુવાનો ભવિષ્ય માટે વિતારતા હતા કે શું કરવું? અને આવા સંજોગોમાં તમે મને દેશની સેવા કરવાનો મોકો આપ્યો હતો. જેવી રીતે તમે મને ટ્રેનિંગ અને શિક્ષા આપી તો મેં દેશ સેવા કરવા માટે કોઈ કસર નથી છોડી.

ગેંરટી આપવા માટે પણ હિંમત જોઈએ : PM મોદી

2019માં લોકો માનતા હતા કે ફરી સરકાર નહી બને, સરકાર ના બને એ માટે દુનિયાભરના ખેલ થયા હતા પણ ફરી એક વખત સરકાર બની. 2024ની ચૂંટણીમાં મારા 20-22 વર્ષના અનુભવ લઈને આવ્યો છું. દેશના સામર્થ્યના આધાર પર ગેરંટી લઈને આવ્યો છું. ગેરંટી એમ જ નથી અપાતી એના માટે હિંમત જોઈએ. મારી ગેરંટી છે કે મારા ત્રીજા ટર્મમાં ભારતને ત્રીજી અર્થ વ્યવસ્થા બનાવીને રહીશ. જેનો લાભ વર્તમાન અને આવનારી પેઢીને મળશે.

પોલિંગ બૂથ જીતો : PM મોદી

પહેલાં 100 દિવસમાં જ બતાવ્યું કે ભાજપ શું કામ કરી શકે છે. માટે આપણે દરેક બૂથ પર કમળ ખીલવવાના છે પણ બધી સીટ જીતીને મારે સંતોષ નથી માનવાનો, આપણે તો બધા પોલિંગ બૂથ જીતવાના છે.

ફેક વિડીયો ફેલાવાનું બંધ કરે કોગ્રેસ : PM મોદી

કોંગ્રેસના સહેઝાદાએ પુરા ઓબીસી સમાજ અને મોદી સમાજને ચોર કહ્યાં. મોદી ગુજરાતથી છે એટલે તેમણે મારા માતા-પિતાને પણ ખરું ખોટું કહેવામાં કોઈ કસર નથી છોડી. આ વખતે પહેલેથી પણ ઓછી સીટોમાં સમેટાઈ જશે અને રાજસ્થાનમાં તો એક પણ સીટ મળવાની સંભાવના નથી. જેના લીધે હવે INDIA ગઠબંધન બોખલાઈ ગયું છે એટલે ફેક વીડિયો બનાવીને ફેલાવે છે.

ધર્મના આધારે અનામતનો ખેલ નહી : PM મોદી

ગુજરાતની પ્રજાએ ક્યારેય અહીંયા અસ્થિર સરકાર નથી આવવા દીધી. કોંગ્રેસને ગુજરાતમાંથી હટાવી છે તો આજે એને પગ નથી રાખવા દીધો. કોંગ્રેસ પાસે ન મુદ્દા, ન વિઝન અને કામ કરવાનું જુનુન છે. હિંમત હોય તો સામે વાર કરો આ ફેક વીડિયો નહીં, હિંમત હોય તો સામસામે આવીને બે-બે હાથ કરો.

હુ લૂંટતા બચાવું છુ : PM મોદી

તમે ગુજરાતીઓએ મને મોટો કર્યો છે એટલે ચિંતા ન કરો.જે લોકો પહેલીવાર મતદાન કરવાના તેમને દેશની શું પરિસ્થિતિ હતી એ ખબર જ ન હોતી.જ્યાં સુધી મોદી છે અને ભાજપ છે ત્યાં સુધી બાબા સાહેબે જે આરક્ષણ આપ્યું છે,એકવાર ગુગલ પર જઈને જોજો પહેલાં ચોરી, લૂંટની ખબરો ચાલતી હતી અને આજે શું ચાલે છે આટલા પકડયા, આ એનો જ ફફડાટ છે ભાઈ. લોકો કાળી મજૂરી કરીને ટેક્ષસ આપે એને લૂંટાવા દેવાય ભાઈ? અને હું લૂંટતા બચાવું છું તો આ લોકો મારો હાથ ખેંચે છે.

કોગ્રેસથી ચેતતા રહેજો : PM મોદી

ભાજપ સિવાય કોઈ 272 લોકોને લડાવતાં નથી ને કહે છે કે અમે સરકાર ચલાવીશું. દિલ્હીના શાહી પરિવારની સ્થિતિ એવી છે કે કોંગ્રેસને પોતે મત નહીં આપી શકે. અહેમદ ભાઈનો પરિવાર કોંગ્રેસને મત નહીં આપે, ભાવનગરના મોટા નેતા પણ ભાવનગરના ઉમેદવારને મત નહીં આપી શકે. આપ સૌને વિનંતી છે આપ કોંગ્રેસથી ચેતતા રહેજો.

નલ સે જલ યોજના થકી પાણી મળ્યું : PM મોદી

આપણા બનાસકાંઠામાં પાણી ન મળે, મહેમાન રોકાય તો રાત્રે એવું થાય કે સવારે પાણી ક્યાંથી લાવીશું અને આજે પાણી આવ્યું છે. આજે ભાજપે ચારેકોર પાણી પહોંચાડયુ છે. નલ સે જલ યોજના થકી લોકો સુધી પાણી પહોંચ્યું છે. માતા બહેનોનો પાણી ભરવામાં અડધો દિવસ જતો પણ હવે ઘરેબેઠા પાણી મળી રહે છે. પહેલા છોકરું જન્મે એટલે એને કાકા-મામાનું નામ ન આવડે પણ કર્ફ્યુ બોલતા આવડતું એ આપણે નાબૂદ કર્યું, બાળકો નિશાળે નતા જતા હવે જવા માંડયો, ભાજપે લાંબા ગાળાની મહેનત કરી છે એટલે આજે ગુજરાત આગળ આવ્યું છે. ગમે તેવી ગરમી હોય, ગમે તેવો તડકો હોય, ગમે તેવી પરિસ્થિતિ હોય મતદાન વધવું જોઈએ.


શું કહ્યું સી.આર.પાટીલે

કોઈ સમાજમાં ભાગલા નહિ, સૌનો સાથ-સૌનો વિકાસને સાથે લઈને ચાલી રહ્યા છે. અન્નદાતા માટે કોઈ યોજના નહોતી પણ હવે દર વર્ષે દરેક ખેડૂતના ખાતામાં રકમ જમા થાય છે. રેખાબેન ચૌધરી અને ભરતજી ડાભીને જંગી બહુમતીથી જીતાડવાના છે.

PM અમદાવાદ આવી બનાસકાંઠા જવા નિકળ્યા હતા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવ્યા છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ ઉપર તેમનું સ્વાગત કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજસેલ ખાતે પહોંચ્યા હતા. ત્યાર બાદ PM અમદાવાદ એરપોર્ટથી હેલિકોપ્ટર દ્વારા ઉત્તર ગુજરાત સભા સ્થળે પહોચ્યા હતા.

ક્ષત્રિય સમાજના શક્તિ પ્રદર્શનને લઈ પોલીસની બાજ નજર

ડીસામાં ગઈકાલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં ક્ષત્રિય સમાજનું અસ્મિતા સંમેલન યોજાયું હતું. જેમાં 2000થી પણ વધુ ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ક્ષત્રિય સમાજના શક્તિ પ્રદર્શનને લઈ પોલીસ પણ એલર્ટ મોડ પર છે. કોઈપણ ક્ષત્રિય અટકચાળો ન કરે, કાળા વાવટા ન ફરકાવે કે કોઈપણ પ્રકારનો વિરોધ ન કરે તે માટે પોલીસ તમામ ગતિવિધિઓ પર બાજ નજર રાખી રહી છે.