Petlad: ગુજરાતની પ્રથમ વ્હિકલ ટેક્સ લાગુ કરનાર પાલિકા બનશે

Feb 8, 2025 - 00:30
Petlad: ગુજરાતની પ્રથમ વ્હિકલ ટેક્સ લાગુ કરનાર પાલિકા બનશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આજે પેટલાદ નગરપાલિકાની મળેલી સામાન્ય. સભામા મહત્વનો અને ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. જેમા નગરપાલિકા હદ વિસ્તારમા વ્હીકલો ઉપર ટેક્ષ વસુલવાનો નિર્ણય લેવાયો છે.જેમાં ટુવ્હીલર, થ્રી વ્હીલર ફોર વ્હીલર સહિતના તમામ વાહનધારકો પાસે નિર્ધારીત રકમ વસુલાશે.

જેમા પ્રમુખ જીગ્નેશ જોષીએ જણાવ્યુ કે આ મુદ્દે ઠરાવ કરી આરટીઓને મોકલી આપ્યા બાદ તેનો અમલ કરવામા આવશે. અમલ થતાં પેટલાદ પાલિકા રાજયની સર્વપ્રથમ વ્હીકલ ટેક્ષ લાગુ કરનાર નગરપાલિકા બનશે. તદુપરાંત શહેરના પરમાણિયા તળાવનુ નામ બદલી રાધાઘાટ, પાંડવ તળાવ અને અટલ ઉદ્યાનનુ નામ કરણ કરવાનો ઠરાવ કરીને કુલ 13 કામો પૈકી કામ નં.11માં વિપક્ષે સુધારો રજુ કરી વિરોધ નોધાવ્યો હતો. પરંતુ સત્તાજુથે તમામ કામોને બહુમતીએ મંજુર કર્યા છે. પેટલાદ નગરપાલિકાના સભાગૃહમા આજે બપોરે 12.00 કલાકે પ્રમુખ, ઉપપ્રમુખ અને ચીફ ઓફિસરની ઉપસ્થિતિમાં સામાન્ય સભા મળી હતી. જેમાં એજન્ડાના કુલ 13 કામો પૈકી કામ નં. 11મા વિપક્ષના સભ્યોએ નગરપાલિકાના નિવૃત્ત થનાર કર્મચારી જયેન્દ્ર પટેલ અને નિવૃત્ત થયેલ પ્રતિક મહેતાને માનદ વેતનથી ફરજ પર રાખવા સામે નગરપાલિકાની આર્થિક સ્થિતિ કથળેલી હોઇ સખ્ત વિરોધ કર્યો હતો. જયારે એન્જીનીયર તરીકે ફરજ બજાવતા જીતેશ પટેલ કે જેઓ 31મી મેના રોજ રીટાયર્ડ થઇ રહ્યા હોઇ તેઓને વધુ એક વર્ષનુ એક્ષ્ટેન્શન આપવાનુ ઠરાવવામા આવ્યુ છે. જે ઠરાવ પ્રાદેશિક મ્યુનીસીપલ કમિશ્નરમા મોકલી આપી પુર્વમંજુરી મેળવીને તેઓના મુદ્દે નિર્ણય લેવાશે. જયારે શહેરના રણછોડજી મંદિર પાસે આવેલ પરમાણિયા તળાવનું બ્યુટીફીકેશનની કામગીરી ચાલી રહી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0