Pavagadh Temple : નવરાત્રિમાં પાવાગઢના મહાકાળી મંદિરમાં ભક્તોનો ધસારો, મહાકાળી માતાના દર્શનથી મનોકામના થાય છે પૂર્ણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
નવરાત્રીના પ્રથમ દિવસે પાવાગઢના મંદિરે ભક્તોનો ઘસારો જોવા મળી રહ્યો છે. ગુજરાત સહિત મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર રાજ્યો માંથી પણ આવતા ભક્તો વિશેષ આસ્થા સાથેમાં મહાકાળીના દર્શને આવે છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી આવતા માઇ ભક્તો અમાસના દિવસે માતાજીના મંદિરમાંથી અખંડ જ્યોત પોતાના માતૃ વતન લઈ જતા હોય છે અને ત્યારબાદ પોતાના ગામ અને પોતાના ઘરે નવરાત્રી પર્વ દરમિયાન માતાજીની ઉપાસના કરતા હોય છે
પ્રથમ નોરતે પાવાગઢમાં ભક્તોની ભારે ભીડ
મંદિર પરિસર સહિત પગથિયાં સુધી જાણે હૈયે થી હૈયું દળાતું હોય તેવા દ્રશ્યો પણ મંદિરના ગર્ભ ગૃહ માં જોવા મળ્યા. તો બીજી તરફ દર્શન માટે લાંબી કતારો પણ જોવા મળી. તો દૂર દૂરથી આવેલા ભક્તો પણમાં મહાકાળી ના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. છેલ્લા બે દિવસથી પાવાગઢમાં બે લાખથી ઉપરાંત માય ભક્તોએ માતાજીના મંદિર ખાતે આવી અખંડ જ્યોત લઈ પોતાના માટે વતન જવા રવાના થયા હતા. જણાવી દઈએ કે દરમાસની અમાસ તિથિએ મહાકાળી માતાના દર્શન કરવાનું ખાસ મહત્વ છે. મનોકામના પૂર્ણ દૂર દૂરથી આ દિવસે ભક્તો પાવાગઢ મહાકાળી માતાના દર્શન કરી ધન્યતા અનુભવે છે.
પાવાગઢમાં નવરાત્રિને લઈને તંત્રનું ખાસ આયોજન
મહત્વનું છે કે શક્તિ ઉપાસનાનું મહાપર્વ એટલે આષો મહિનાની નવરાત્રી. ગઈકાલ 22 સપ્ટેમ્બરના રોજથી નવલા નોરતાંનો પ્રારંભ થઇ ચુક્યો છે ત્યારે નવરાત્રી દરમ્યાન શક્તિપીઠ દર્શનનો વિશેષ મહિમા રહેલો છે. નવદુર્ગાના નવ સ્વરૂપોની આરાધનાના આ મહાપર્વમાં આજે પ્રથમ નવરાત્રીના પાવન દિવસે અમે આપને દર્શન કરાવી રહ્યા છે. શક્તિપીઠ પાવાગઢની માન્યતા છે કે માં મહાકાળીના ધામ પાવાગઢ ખાતે નવરાત્રી માં દર્શન કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. નવરાત્રીના દિવસોમાં લાખ્ખોની સંખ્યામાં આવતા ભક્તોના ઘસારાને પહોંચી વળવા અને પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવા જિલ્લા વહીવટી તંત્ર તેમજ મંદિર પ્રસાશન વિશેષરૂપે સુચારુ આયોજન કરવામાં આવ્યું છે.
What's Your Reaction?






