Pavagadh ડુંગર પર વહીવટી તંત્રનું મેગા ચેકિંગ, રૂ. 2.50 લાખની પ્રતિબંધિત પાણી અને સોફ્ટ ડ્રિંકની બોટલો ઝડપાઈ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢ ડુંગર પર વહીવટી તંત્ર દ્વારા પ્રતિબંધિત પાણીની બોટલો અને સોફ્ટ ડ્રિંકના વેચાણ સામે મોટી કાર્યવાહી કરતા મેગા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ, રોપવે અપર સ્ટેશનથી શક્તિ દ્વાર સુધીના વિસ્તારમાં આવેલી અસંખ્ય દુકાનોમાં સંયુક્ત ટીમો દ્વારા સઘન તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન દુકાનોમાંથી 12,000 નંગ પાણીની બોટલો અને 800 નંગ સોફ્ટ ડ્રિંકની બોટલો મળી આવી હતી, જેનો અંદાજે રૂ. 2.50 લાખનો પ્રતિબંધિત જથ્થો તંત્ર દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.
મહેસૂલ, પોલીસ, ફોરેસ્ટ સહિતના વિભાગોની કાર્યવાહીથી ફફડાટ
પાવાગઢ ડુંગર પર પ્રતિબંધિત ચીજવસ્તુઓ અને બોટલોના વેચાણને રોકવા માટે મહેસૂલ વિભાગ, તાલુકા પંચાયત, પોલીસ, ફોરેસ્ટ અને પાણી પુરવઠા વિભાગની સંયુક્ત ટીમોએ એકસાથે કાર્યવાહી કરી હતી. વિવિધ વિભાગોના સંયુક્ત કાફલા અને સઘન ચેકિંગના પગલે ડુંગર પરની દુકાનોના સંચાલકો અને વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. પ્રતિબંધિત જથ્થો જપ્ત કરીને નિયમભંગ સામે કડક સંદેશ આપવામાં આવ્યો છે.
મોંઘા પાણીના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના યાત્રાળુઓમાં ચર્ચા
બીજી તરફ, પ્રતિબંધિત પાણીની બોટલો સામેની આ કાર્યવાહીને લઈને સ્થાનિક સ્તરે અને યાત્રાળુઓમાં ચર્ચા પણ જોવા મળી રહી છે. એવી રજૂઆત અને ચર્ચા ઊઠી છે કે આ કામગીરીના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના યાત્રાળુઓને ડુંગર પર મોંઘા ભાવનું પાણી ખરીદવાની ફરજ પડી રહી છે. તંત્રની કડક કાર્યવાહી વચ્ચે સામાન્ય યાત્રાળુઓને વાજબી દરે પીવાનું પાણી સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા અંગે પણ લોકોમાં વિચારણા ચાલી રહી છે.
આ પણ વાંચો : Amreliના ધારીમાં આંબરડી સફારી પાર્કની બહાર સિંહ પરિવારની લટાર, સોશિયલ મીડિયામાં Video Viral
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

