Patdi: દસાડા ગ્રામ્યના ઘુડખર અભયારણ્યમાં ટૂરિસ્ટ ગાઈડ અને વન કર્મીઓ વચ્ચે તૂં.તૂં.-મૈં-મૈં

સાયલાના નાગડકા ગામે રહેતા હિતેશભાઈ મેઘાભાઈ કુકડીયા હાલ ઘુડખર અભયારણ્યની બજાણા રેન્જમાં વન રક્ષક તરીકે ફરજ બજાવે છે. ગત તા. 31મીએ સાંજે પ્રવાસીઓના રૂટનું વાહન વેટલેન્ડ નજીક આવેલુ હતુ. જેમાં બજાણાનો રાહુલ મેરાણી પ્રવાસીઓને નીચે ઉતારી પક્ષીઓના ફોટા પડાવતો હતો. આથી ફરજ પરના હિતેશભાઈએ આવુ કરવાની ના પાડતા રાહુલ મેરાણીએ બિભત્સ વર્તન કરી ધમકી આપી હતી. બાદમાં સાંજના સમયે અભયારણ્યમાં બહાર નીકળી જવાનું હોઈ ચેકપોસ્ટ પાસે પ્રવાસીઓનું વાહન લઈને રાહુલ મેરાણી આવતા હીતેશભાઈ પ્રવાસીઓને અભિયારણ્યની નિયમ સમજાવતા હતા. ત્યારે રાહુલે આવી તું શું નવા નિયમો ઘડે છે તેમ કહી લાકડી લઈ હિતેશભાઈને મારવા દોડયો હતો. બનાવની બજાણા પોલીસ મથકે હિતેશભાઈએ ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ નોંધાવતા વધુ તપાસ એએસઆઈ કે.જી.પારધી ચલાવી રહ્યા છે. જયારે સામાપક્ષે રાહુલભાઈ વશરામભાઈ મેરાણીએ પણ બજાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવાયા મુજબ તેઓ ટુરીસ્ટ ગાઈડનું કામ કરતા હોય પ્રવાસીઓને લઈ અભયારણ્યમાં જતા પ્રવાસીઓ ટુંડી ટાવર પાસે ફોટા પાડતા હતા. ત્યારે વનરક્ષક હિતેશ કુકડીયાએ આવી તેઓને જાતિ અપમાનીત કર્યા હતા. જયારે સાંજે ગેટ બંધ થવાના સમયે પ્રવાસીઓ સાથે રાહુલભાઈ મોડા પડતા હિતેશ કુકડીયા અને આરએફઓ એસ.એસ.સારલાએ તારો ભાઈ વિપુલ મોટો રાજકારણી થઈ ગયો છે, મારા વિરૂધ્ધ અરજીઓ કરે છે તેમ કહી જાતિ અપમાનીત કરી માર મારવાની ધમકી આપી હતી. બનાવની સામ-સામે ફરિયાદ નોંધી વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. બનાવમાં ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાતા જ ડીવાયએસપી જે. ડી. પુરોહીત બજાણા દોડી ગયા હતા. અને બેઠક કરી હતી.

Patdi: દસાડા ગ્રામ્યના ઘુડખર અભયારણ્યમાં ટૂરિસ્ટ ગાઈડ અને વન કર્મીઓ વચ્ચે તૂં.તૂં.-મૈં-મૈં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સાયલાના નાગડકા ગામે રહેતા હિતેશભાઈ મેઘાભાઈ કુકડીયા હાલ ઘુડખર અભયારણ્યની બજાણા રેન્જમાં વન રક્ષક તરીકે ફરજ બજાવે છે. ગત તા. 31મીએ સાંજે પ્રવાસીઓના રૂટનું વાહન વેટલેન્ડ નજીક આવેલુ હતુ. જેમાં બજાણાનો રાહુલ મેરાણી પ્રવાસીઓને નીચે ઉતારી પક્ષીઓના ફોટા પડાવતો હતો.

આથી ફરજ પરના હિતેશભાઈએ આવુ કરવાની ના પાડતા રાહુલ મેરાણીએ બિભત્સ વર્તન કરી ધમકી આપી હતી. બાદમાં સાંજના સમયે અભયારણ્યમાં બહાર નીકળી જવાનું હોઈ ચેકપોસ્ટ પાસે પ્રવાસીઓનું વાહન લઈને રાહુલ મેરાણી આવતા હીતેશભાઈ પ્રવાસીઓને અભિયારણ્યની નિયમ સમજાવતા હતા. ત્યારે રાહુલે આવી તું શું નવા નિયમો ઘડે છે તેમ કહી લાકડી લઈ હિતેશભાઈને મારવા દોડયો હતો. બનાવની બજાણા પોલીસ મથકે હિતેશભાઈએ ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ નોંધાવતા વધુ તપાસ એએસઆઈ કે.જી.પારધી ચલાવી રહ્યા છે. જયારે સામાપક્ષે રાહુલભાઈ વશરામભાઈ મેરાણીએ પણ બજાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવાયા મુજબ તેઓ ટુરીસ્ટ ગાઈડનું કામ કરતા હોય પ્રવાસીઓને લઈ અભયારણ્યમાં જતા પ્રવાસીઓ ટુંડી ટાવર પાસે ફોટા પાડતા હતા. ત્યારે વનરક્ષક હિતેશ કુકડીયાએ આવી તેઓને જાતિ અપમાનીત કર્યા હતા. જયારે સાંજે ગેટ બંધ થવાના સમયે પ્રવાસીઓ સાથે રાહુલભાઈ મોડા પડતા હિતેશ કુકડીયા અને આરએફઓ એસ.એસ.સારલાએ તારો ભાઈ વિપુલ મોટો રાજકારણી થઈ ગયો છે, મારા વિરૂધ્ધ અરજીઓ કરે છે તેમ કહી જાતિ અપમાનીત કરી માર મારવાની ધમકી આપી હતી. બનાવની સામ-સામે ફરિયાદ નોંધી વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. બનાવમાં ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાતા જ ડીવાયએસપી જે. ડી. પુરોહીત બજાણા દોડી ગયા હતા. અને બેઠક કરી હતી.