Patan: સિદ્ધપુર શહેર સ્વચ્છતા સર્વેક્ષણમાં સમગ્ર રાજ્યમાં 43 અને રાષ્ટ્રીય સ્તરે 106મા ક્રમે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સરકાર તરફ્થી સ્વચ્છતા અંગે શહરો વચ્ચે તદુંરસ્ત હરીફાઈ થાય તે માટે સ્વચ્છતા સર્વેક્ષણની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત સ્વચ્છતા સર્વેક્ષણ 2024 માં સિદ્ધપુર નગરપાલિકાએ રાજ્ય સ્તરે 43મો ક્રમાંક અને રાષ્ટ્રીય સ્તરે 106મો ક્રમાંક મેળવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ સ્વચ્છ સર્વેક્ષણ 2023 માં સિદ્ધપુર નગરપાલિકાનો રાજ્ય સ્તરે 91મો ક્રમાંક અને રાષ્ટ્રીય સ્તરે 2686મો ક્રમાંક હતો. સ્વચ્છતા સર્વેક્ષણની કામગીરીનો સર્વે ભારત સરકારની માન્ય એજન્સી મારફ્તે સમગ્ર ભારતમાં કરવામાં આવે છે. સિદ્ધપુર નગરપાલિકાની સફાઇ શાખાના તમામ કર્મચારીઓની મહેનત આખરે રંગ લાવી છે જેને પરિણામે આ વર્ષે ગતવર્ષ કરતાં સર્વેક્ષણના ક્રમાંકમાં સુધારો દેખાયો છે. આ અંગે નગરપાલિકા પ્રમખુ અનિતાબેન પટેલે જણાવ્યું હતું કે, આવનારા સમયમાં સરકારની ગ્રાન્ટોની જીણવટ ભર્યું આયોજન કરી વધું સારું પરિણામ સ્વચ્છતા સર્વેક્ષણમાં મેળવવવા માટે પ્રયત્ન કરવામાં આવશે તેમજ આ સફ્ળતાનો શ્રોય તેઓએ નગરપાલલકાના તમામ સફાઇ કર્મચારીઓ તેમજ આ કામ સાથે સંકળાયેલ ચીફ્ ઓફીસર કૃપેશકુમાર જે. પટેલ, કારોબારી ચેરમેન રશ્મીનભાઈ દવે, ઉપપ્રમુખ સોનલબેન ઠાકર, સ્વચ્છતા શાખા ચેરમેન ભરતભાઈ પટેલ, સેનેટરી ઈન્સ્પેક્ટર સહરભાઈ દેસાઈ તથા તમામ સંકળાયેલ અન્ય કર્મચારીઓને આપ્યો હતો.
What's Your Reaction?






