Patan: સાંતલપુરમાં પૂરે વિનાશ વેર્યો, ખેતરોમાં ડૂબતા પાક જાણે ખેડૂતોની મહેનત અને આશાઓ ડૂબી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સાંતલપુર તાલુકામાં સમગ્ર વિસ્તારમાં પૂરે વિનાશ વેર્યો છે. ખેતરોમાં એટલી હદે પાણી ભર્યા છે કે જાણે સરોવર હોય, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી અને ગળા ડૂબ પાણીમાં ખેતરોમાં ડૂબતા પાક જાણે ખેડૂતોની તમામ મહેનત અને આશાઓ ડૂબી હોય તેવા દ્રશ્યો સર્જયા છે. ખેડૂતોએ ઘણી આશાઓ સાથે મોંઘા બિયારણ લાવી ખેડ કરી ખરીફ પાકોની માવજત કરી પરંતુ બરોબર પાક તૈયાર થયો અને કુદરતના પ્રકોપ સામે ખેડૂત લાચાર બની ગયો અને ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે.
સાંતલપુર તાલુકામાં પૂરે વિનાશ વેર્યો
સંદેશની ટીમ સાંતલપુરના મુખ્ય મથક વારાહીથી 3 કિમી દૂર આવેલ લીમગામડામાં ગામે પહોંચી ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો તો જાણવા મળ્યું કે આં વિસ્તારના ખેડૂતોના અને પશુપાલકોના હાલ ખુબ દયનિય સ્થતિમાં મુકાઈ જવા પામ્યા છે. ખેડૂતો કરેલ તમામ ખરીફ પાકો નિષ્ફડ ગયા છે, ઘાસચારોના હોવાથી પશુઓ ભૂખ્યા એક વાળામાં પુરી દીધા છે,અને ઘરમાં પરિવારોના જમ્યા પછી જે રોટલા-રોટલી વધે તે પશુઓને ખવડાવી રહ્યા છે. પશુપાલક તો બીસ્કેટ ખવરાવીને પણ પશુઓની ભૂખ છીપાવવવાનો પ્રયાસ કરી રહ્યો છે.
પૂરના પ્રકોપ સામે ખેડૂત લાચાર
લીમગામડા ગામના ખેડૂતો સરકર જોડે માંગ કરી રહ્યા છે કે પૂરના પ્રકોપ સામે ખેડૂત લાચાર બની ગયો છે. હેકટર દીઠ 25 કે 50 હજારના ખર્ચ કર્યા હતા. પાક તૈયાર થઇ ગયેલા હતા અને પાક ઉપજની ઘણી આશાઓ હતી, પરંતુ આકાશી આફતે તમામ આશાઓ પર પાણી ફેરવી દીધું છે જેથી ખેડૂતો ને વ્યાપક નુકસાન થયું છે. પશુઓ માટે ઘાસ ચારો પણ નથી જેથી પશુઓની હાલત પણ ભૂખ્યા પેટે કફોડી છે, ખરીફ વાવેતર તો નિષ્ફળ ગયું પરંતુ સામે રવિ સીઝનમાં પણ ખેતરો વરાપે તેમ નથી, જેથી રવિ સીઝન પણ ખેડૂતો લઈ શકે તેમ નથી, ખેતરોમાં જમીન ધોવાણ પણ ખુબ થયું એટલે જો પાણી ઓસરે તો પણ જમનીને સમતળ કર્યા પહેલા વાવેતર પણ કરી શકાય તેમ નથી. સમગ્ર તાલુકા સર્વે કર્યા વિનાજ સીધા ખેડૂતોના ખાતામાં જે સહાય મળવા પાત્ર છે તે આપી દે તો ખેડૂતોની કંઈક અંશે આર્થિક સ્થિતિ સુધારે નહીં તો ખેડૂતોને ઉભું થવું મુકેલ છે. પાક નિષ્ફળ અને જમીન ધોવાણ
સાંતલપુર પંથકના ખેડૂતો માંગ કરી રહ્યા છે સરકર જેમ બને એમ તાત્કાલિક પાક નિષ્ફળ અને જમીન ધોવાણની સહાય ચૂકવે. સાંતલપુર તાલુકામાં ખેડૂતોને તો મોટા પ્રમાણે નુકસાન જોવા મળી રહ્યો છે પરંતુ સાથે સાથે પશુપાલકોની હાલત પણ કફોડી જોવા મળી રહી છે કારણ કે પૂરના પ્રકોપ સામે તમામ ઘસચારો પાણીમાં ગરકવા થઇ જતા ઘાસચારાની પણ અછત સર્જાઈ છે. પશુઓ ભૂખ્યા ઘરે બાંધીને રાખ્યા છે કે કારણે પશુઓ ચરી શકે તેવું કઈ રહ્યું નથી. ખેતરોમાં પાણી ભર્યા છે જેથી ખેતરોમાં પશુઓ ચારવા મૂકી શકાય તેમ નેથી અને પશુ પાલક પણ ઘાસચારો લેવા નીકળે તો ક્યાંય મળતું નથી. જ્યાં જુઓ ત્યાં પાણી જ ભર્યું છે જેથી ઘાસચારો લેવા તો જાય છે પણ ખાલી હાથ પાછા ફરવું પડે છે, ભૂખ્યા પેટે દુધાળા પશુઓ રહેતા દૂધની આવકમાં પણ ઘટાડો થયું છે. જ્યાં દસ પશુઓ દૂધ આપતાં હતા તેની જગ્યાએ હવે 3/4 પશુઓ દૂધ આપે છે. દૂધની આવકમાં 30 થી 35% નો ઘટાડો
પશુઓ ભૂખ્યા રહેવાથી દૂધની આવકમાં કેવો ઘટાડો થયો છે. તે જાણવા દૂધમંડળીના મંત્રીને પૂછતાં તેમને પણ કહ્યું કે પૂરના કારણે દૂધની આવકમાં 30 થી 35% નો ઘટાડો જોવા મળી રહ્યો છે. કારણે પશુઓને ઘાસચારો નથી જેથી ભૂખ્યા પશુઓ ક્યાં થી દૂધ આપે. સરકર સત્વરે પશુઓ માટે ઘાસચારો વિતરણ કરે તેવું સરકર પાસે માંગ છે.
What's Your Reaction?






