Patan: સાંતલપુરના વૌવા ગામે 15 લોકોને ઘાયલ કરનાર જંગલી જાનવર નહીં, હડકાયો શ્વાન નીકળ્યો

Sep 1, 2026 - 22:30
Patan: સાંતલપુરના વૌવા ગામે 15 લોકોને ઘાયલ કરનાર જંગલી જાનવર નહીં, હડકાયો શ્વાન નીકળ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પાટણ જિલ્લાના સરહદી સાંતલપુર તાલુકામાં આવેલા વૌવા ગામે તાજેતરમાં એક અજ્ઞાત પ્રાણીએ આતંક મચાવીને એકપછી એક 15 જેટલા ગ્રામજનો પર હિંસક હુમલો કરી લોહીલુહાણ કર્યા હતા. આ બનાવ બાદ સમગ્ર ગામ અને આસપાસના સીમ વિસ્તારમાં કોઈ જંગલી જાનવર કે શિયાળ ઘૂસી આવ્યું હોવાની ભારે દહેશત અને અફવાઓ ફેલાઈ ગઈ હતી.

વૌવા ગામે જંગલી જાનવરના હુમલાની ઘટના

બનાવની ગંભીરતાને ધ્યાને લઈને પાટણ વન વિભાગની ટીમ તાબડતોબ વૌવા ગામે દોડી ગઈ હતી અને સમગ્ર વિસ્તારને ઘેરીને ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. પાટણના ડીસીએફ (DCF) એન. જે. પરમારે આ મામલે સત્તાવાર વિગતો આપતાં જણાવ્યું હતું કે, વન વિભાગની ટીમે ગામ અને આસપાસની સીમમાં સઘન કોમ્બિંગ અને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. તપાસ દરમિયાન ઘટનાસ્થળેથી કોઈ વન્યપ્રાણી કે જંગલી જાનવરના પગમાર્ક્સ (પગલાં) કે અન્ય કોઈ પુરાવા મળ્યા ન હતા.

વન વિભાગનો મોટો સત્તાવાર ખુલાસો

ગામમાં લગાવેલા સીસીટીવી કેમેરાની ચકાસણી કરતાં એક શ્વાન ઘરોની દીવાલો કૂદતો અને આક્રમક રીતે દોડતો સ્પષ્ટ નજરે પડ્યો હતો. જે શ્વાને ગ્રામજનો પર હુમલો કર્યો હતો, તે શ્વાન પણ ઘટના બાદ થોડા અંતરેથી મૃત હાલતમાં મળી આવ્યો હતો, જેથી તે હડકાયો થયો હોવાની પુષ્ટિ થઈ હતી.વન વિભાગે ગામના સરપંચ અને અગ્રણીઓને સાથે રાખીને વૌવા ગામમાં સઘન રાત્રિ પેટ્રોલિંગ કર્યું હતું. વિસ્તારમાં કોઈ વન્યજીવ ન હોવાથી ગ્રામજનોને કોઈપણ પ્રકારના ભય વગર શાંતિપૂર્ણ રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Bharuch: હાંસોટમાં બે ભાઈઓ ધારીયા અને પાઇપથી જીવલેણ હુમલો કર્યો, 5 આરોપીઓને દબોચી લીધા


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0