Patan: સમીના વરાણા નજીકથી બગોદરા ગામ તરફ લઈ જવાતો દારૂ ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સમી તાલુકાના વરાણા ગામના પીકઅપ બસ સ્ટેન્ડ પરથી વિદેશી દારૂ ભરીને કાર પસાર થવાની હોવા અંગેની બાતમી પાટણ LCB પોલીસને મળતા પોલીસે વોચ ગોઠવી હતી અને બાતમી વાળી કાર નિકળતા તેને રોકાવી અંદર તપાસ કરતા વિવિધ બ્રાન્ડનો વિદેશી દારૂ મળી આવતા પોલીસે કાર ચાલકની અટકાયત કરી સમી પોલીસ મથકે લાવી પુછપરછ કરતા તેણે વિદેશી દારૂ બગોદરા સુધી પહોંચતો કરવાનો હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું હતું જેથી પોલીસે વધુ બે દારૂ ભરી આપનાર તથા લેનાર શખ્સ સામે પણ ગુનો નોંધી બંનેની શોધખોળ હાથ ધરી છે.
પાટણ LCB પોલીસને બાતમી મળી હતી કે રાજસ્થાન તરફ્થી ખોટી નંબર પ્લેટ લગાવી વિદેશી દારૂ તથા બિયરના ટીન ભરી ક્રેટા કાર સમી તરફ્થી પસાર થવાની છે. જેના આધારે પીઆઈ રાકેશ ઉનાગરની ટીમે વરાણા ગામના પીકઅપ બસ સ્ટેન્ડ પાસે નાકાબંધી કરી હતી. જે દરમિયાન બાતમી વાળી ક્રેટા કાર પસાર થતા તેને પકડી લીધી હતી અને ચાલક પ્રવિણ ઓમારામ ભાંભુની અટકાયત કરી કારમાં તપાસ કરતા અંદરથી વિદેશી દારૂની બોટલ તથા બિયરના ટીન કુલ 684 નંગ કિંમત રૂ 5,11,632ના સહિત ક્રેટા કાર અને 15 મોબાઈલ ફોન મળી કુલ મુદામાલ રૂ. 15,26,632નો જપ્ત કરી સમી પોલીસ મથકે લાવી વધુ પુછપરછ કરતા તેણે પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે રાજસ્થાનથી ત્રિલોક ઉર્ફે તિલારામ ચૌધરીએ ક્રેટા કારની નંબર પ્લેટ બદલી વિદેશી દારૂ ભરી આપ્યો હતો અને દારૂ બગોદરા ખાતે આપવાનો હતો. જેથી પોલીસે કાર ચાલકની અટકાયત કરી દારૂ ભરી આપનાર સહિત બગોદરા ખાતે દારૂ લેનાર સામે પણ ગુનો નોંધી બંનેની શોધખોળ આદરી છે.
What's Your Reaction?






