Patan: શંખેશ્વર તાલુકાના રૂની પાસે એસટી બસની અડફેટે ત્રણ પશુઓના મોત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
શંખેશ્વર તાલુકામાં અવાર નવાર અનેક અકસ્માતોની ઘટનાઓ સામે આવતી હોય છે અને તેમાં અનેક લોકોના મોત થયાના બનાવો નોંધાયેલા છે સાથે પશુ અકસ્માતોના બનાવોમાં ગરીબ પશુપાલકો પરીવારોએ તેમના દુધાળા પશુઓ ગુમાવ્યાના બનાવો બનતા હોય છે. તેવામાં ફ્રી એક પશુ અકસ્માતની ઘટનામાં પશુપાલકે ત્રણ દુધાળા પશુ અને એક પાડી ગુમાવતાં મોટું નુકસાન થયું હતું અને પરીવાર મુસ્કેલીમાં મુકાયો હતો. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર રાણીપ અમદાવાદ વાયા શંખેશ્વર ભુજ એસટી બસ રાત્રીના આશરે સવા અગ્યાર વાગ્યા આસપાસ ભુજ તરફ્ જતી બસ સ્પીડમાં હતી તે દરમ્યાન રૂની પાસે રોડ ઉપર અચાનક ભેસોંનું ટોળું રોડ ઉપર આડું આવતાં બસની ટક્કરે ઘટના સ્થળે ત્રણ ભેંસોના મોત થયાં હતાં અને એક પાડી ઈજાગ્રસ્ત થયેલી જોકે ટક્કર એટલી જોરથી લાગેલી હતી કે પશુઓ 10 ફુટ 5ફુટ 30 ફુટ સુધી અલગ અલગ ચોકડી માં પડયાં હતાં સાથે બસને પણ નુકસાન થયેલું હોઈ એસટી બસના ચાલકે શંખેશ્વર પોલીસ સ્ટેસને ગુન્હો નોંધાવ્યો હતો.
કહેવાય છેકે રૂની ગામે રહેતા ઠાકોર કડવાજી સોનાજી ખેત મંજુરીની સાથે પશુ પાલન કરી પરીવારનું માંડ માંડ પેટીયું રળતા પરીવારની ગત રાત્રીના બસના ચાલકે પુરઝડપી ગફ્લત ભરી બસ ચલાવીને અકસ્માત સર્જતાં એકી સાથે ત્રણ ભેંસોના મોત થવાથી ગરીબ પરીવાર મુશ્કેલીમાં મુકાયો હતો.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

