Patan માં તસ્કરોનો આતંક, એક જ રાતમાં 6 દુકાનોના તાળા તૂટ્યા, રોકડ અને કિંમતી સામાનની ચોરી

Oct 8, 2025 - 12:00
Patan માં તસ્કરોનો આતંક, એક જ રાતમાં 6 દુકાનોના તાળા તૂટ્યા, રોકડ અને કિંમતી સામાનની ચોરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પાટણ શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવતી એક મોટી ઘટના સામે આવી છે, જ્યાં તસ્કરો બેફામ બનીને એક જ રાતમાં ચોરીની છ ઘટનાઓને અંજામ આપ્યો છે. શહેરમાં આવેલ દિવ્ય આશિષ કોમ્પલેક્ષને તસ્કરોએ ટાર્ગેટ બનાવ્યું હતું અને અહીં આવેલી છ જેટલી દુકાનોના તાળા તોડી ચોરી કરી હતી. તસ્કરોએ રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગની ગેરહાજરીનો લાભ લઈને આ હિંમતભર્યું કૃત્ય કર્યું છે. એક જ કોમ્પલેક્ષમાં આટલી મોટી સંખ્યામાં ચોરીની ઘટના બનવાથી નાના વેપારીઓ અને શહેરીજનોમાં ગભરાટ અને ભયનો માહોલ ફેલાયો છે.

દિવ્ય આશિષ કોમ્પલેક્ષમાંથી લાખોની ચોરી

તસ્કરોએ જે છ દુકાનોને નિશાન બનાવી હતી, તેમાંથી મુખ્યત્વે રોકડ રકમ અને અન્ય કિંમતી સામાનની ચોરી કરી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. કોમ્પલેક્ષની દુકાનોના માલિકોએ સવારે દુકાનો ખોલતા ચોરીની ઘટના વિશે ખબર પડી હતી. ઘટનાની જાણ થતા જ વેપારીઓ ભેગા થયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. આ ચોરીમાં ચોક્કસ કેટલી રકમ અને કેટલો સામાન ગયો છે તેનો ચોક્કસ આંકડો હાલ જાણી શકાયો નથી, પરંતુ કુલ નુકસાન લાખો રૂપિયામાં હોવાની શક્યતા છે. આ ચોરીની ઘટનાથી પાટણના વેપારી આલમમાં રોષની લાગણી ફેલાઈ છે.

પોલીસ પેટ્રોલિંગના દાવા પર સવાલ

એક જ રાતમાં છ દુકાનોમાં ચોરીની ઘટના બનતાં પોલીસ પેટ્રોલિંગ અને રાત્રિ સુરક્ષાના તંત્રના દાવાઓ પર ગંભીર સવાલો ઊભા થયા છે. વેપારીઓએ આક્ષેપ કર્યો છે કે પોલીસ દ્વારા રાત્રિ દરમિયાન યોગ્ય પેટ્રોલિંગ કરવામાં આવતું નથી, જેના કારણે જ તસ્કરોને આટલી મોટી ઘટનાને અંજામ આપવાની હિંમત મળી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે અને આસપાસના સીસીટીવી ફૂટેજની ચકાસણી હાથ ધરી છે, પરંતુ પોલીસની ઢીલી કામગીરીના કારણે શહેરીજનોમાં સુરક્ષાની ભાવના ઘટી છે. પોલીસે તાત્કાલિક અસરથી આ તસ્કરોને પકડી પાડી કડક પગલાં લેવા તે સમયની માંગ છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0