Patan: પાણી કાપ : પાટણના રહીશોને હજુ એક દિવસ પીવાનું પાણી નહીં મળે

Oct 30, 2025 - 04:00
Patan: પાણી કાપ : પાટણના રહીશોને હજુ એક દિવસ પીવાનું પાણી નહીં મળે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પાટણ શહેરની જનતાને નર્મદા કેનાલ આધારીત સુજલામ સુફ્લામ યોજના અંતર્ગત નર્મદા કેનાલથી ખોરસમ પંમ્પીંગ સ્ટેશનની સિદ્ધિ સરોવરમાં પાણી નાખીને તેને ફ્લ્ટિર પ્લાન્ટમાં સુધી કરીને લોકોને પાણી વિતરણ કારવામાં આવે છે. ત્યારે ગઈકાલે મેઈન વાલ્વ તૂટી ગયેલ હોઈ ખોરસમ કેનાલથી નર્મદાનું પાણી હાલમાં સિધ્ધી સરોવરમાં આવતું બંધ થઈ ગયુ છે. બુધવાર સવારથી લોકોને બે ટાઈમ પીવાનું પાણી મળ્યું નથી અને તા. 30/10/2025 ના રોજ પાણી આખો દિવસ બંધ રહેવાથી લોકોને પાણી વિના મુશ્કેલીનો સામનો કરવો પડશે.

ત્યારે મેઈન વાલ્વ રીપેરીંગ થયા પછી રાબેતા મુજબ પાણી વિતરણ કરવામાં આવશે. તેમ નગરપાલિકાના ચીફ્ ઓફીસર હિરલબેન ઠાકર દ્વારા અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે. તો આ અંગે કોંગ્રેસના શહેર પ્રમુખ દીપકભાઈ પટેલે જણાવ્યું હતું કે ગઈકાલે વાલમાં ખામી સર્જાય છે અને આજથી નગરપાલિકા દ્વારા પીવાનું પાણી બંધ કરી દેવામાં આવ્યું છે. સામાન્ય રીતે પાણી વિતરણમાં કોઈ ખામી સર્જાય તો સિદ્ધિ સરોવરમાં પાંચ દિવસ સુધી ચાલે તેટલો પાણીના સ્ટોરેજની ક્ષમતા છે. ત્યારે એક જ દિવસમાં વાલ તૂટી ગયો અને નગરપાલિકા દ્વારા પાણીનું વિતરણ બંધ કરી દેવામાં આવ્યું છે. ત્યારે નગરપાલિકા તંત્ર દ્વારા કોઈપણ જાતનું આગોતરું આયોજન કર્યા વિના જ લોકોને પાણી વિતરણ બંધ કરી દેવામાં આવતા લોકો મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા છે. જો એક જ દિવસ પહેલા વાલમાં ખામી સર્જાઈ હોય તો સિદ્ધિ સરોવર એક દિવસમાં કઈ રીતે ખાલી થઈ ગયું તે પણ એક વિચારવા જેવો પ્રશ્ન છે. નગરપાલિકાએ જ્યારે પણ સિદ્ધિ સરોવરમાં કોઈ ખામી સર્જાય ત્યારે શહેરીજનોને પીવાના પાણીની સુવિધા પુરી પાડવા માટે કોઈ યોગ્ય આયોજન કરવાની જરૂરિયાત ઊભી થઈ છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0