Patan: પંચાસર ગામે વરસાદી પાણી અને કાદવ- કીચડના અડિંગાથી ગ્રામજનોને હાલાકી

Jul 14, 2025 - 02:00
Patan: પંચાસર ગામે વરસાદી પાણી અને કાદવ- કીચડના અડિંગાથી ગ્રામજનોને હાલાકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

શંખેશ્વર તાલુકામાં રજવાડાના સમયકાળ દરમિયાન વનરાજ ચાવડાની રાજધાની માનવામાં આવતા પંચાસર ગામે ચોમાસામાં સામાન્ય વરસાદ વરસતાંની સાથે ગામમાં પ્રવેશવાના તમામ માર્ગો ઉપર કાદવ કીચ્ચડનું સામ્રાજય છવાઈ જાય છે. તેમાં ખાસ કરીને ભરવાડવાસ, નાયકવાસ, રાવળવાસ તેમજ પ્લોટ સહિતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થવાની સાથે રસ્તાઓ કાદવ કીચડથી ખદબદી ઉઠે છે. તેમાંય જો વધુ વરસાદ વરસે તો જુના બસ સ્ટેસનથી પંચાસર ગામની અંદર જવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરવો પડે છે. ત્યારે સામાન્ય વરસાદમાં વૃધ્ધો અને નાના બાળકો મહા પરાણે રસ્તો પસાર કરવા મજબુર બને છે અને તેમાંય પ્રાથમીક શાળામાં અભ્યાસ કરતાં ભુલકાં અને વાલીઓને ભારે હાલાકી વેઠવી પડે છે. તેમાંય જો કોઈ બીમાર દર્દીને દવાખાને સારવાર અર્થે લઈ જવું હોય તો ફોર વ્હીલવાળા પણ આ રસ્તે આવવાની મનાઈ ફરમાવે છે. તેમાંય વધુ વરસાદ વરસે તો પ્લોટ વિસ્તારથી પાણી ભરાયેલા રહેતાં હોય છે. ત્યારે સદર સમસ્યાનો ગ્રામ પંચાયત સહિતના તંત્રવાહકો દ્વારા ઉકેલ લવાય તેમ ગ્રામજનો ઈચ્છી રહ્યા છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0