Patan: દારુકાંડ મામલે 200 લોકોના ટોળા સામે ફરિયાદ, ધારાસભ્યોના નામ પણ સામેલ

પાટણમાં દારૂકાંડ મામલે પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. પાટણ દારુકાંડ મામલે 13 સહિત 200 લોકોના ટોળા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. NSUI અને કોંગ્રેસ કાર્યકરો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલ, સિદ્ધપુરના પૂર્વ MLA ચંદનજી ઠાકોર, MLA કિરીટ પટેલના પુત્ર પ્રેમ પટેલ સામે ફરિયાદ નોંધી છે.પાટણ શહેર પ્રમુખ હિતેશ દેસાઈનું પણ ફરિયાદમાં નામ આ સિવાય પોલીસે જિલ્લા NSUI પ્રમુખ દાદુશી ઠાકોર, પાટણ શહેર પ્રમુખ હિતેશ દેસાઈનું પણ ફરિયાદમાં નામ દાખલ કરવામાં આવેલું છે. ત્યારે બીજી તરફ પોલીસે ભરત ભાટિયા, અદનાન મેમણ, સોહમ પટેલ, મેહુલ ગઢવી, જય ચૌધરીની ધરપકડ કરી લીધી છે. નિખિલ પટેલ, હાર્દિક પટેલ, અમિત પ્રજાપતિ સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ મામલે ફરિયાદ નોંધવામાં આવી છે. શું હતો સમગ્ર મામલો? HNGU બોયઝ હોસ્ટેલમાં તાજેતરમાં દારૂની મહેફિલ ઝડપાઈ હતી, જેમાં સ્પોર્ટ્સ સંકુલ ખાતે યોજાયેલ ઓપન બાસ્કેટ બોલના ખિલાડીઓ રાત્રી દરમિયાન HNGUમાં હોસ્ટેલમાં રોકાણ કર્યું હતું અને દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા,પરંતુ તેમની સામે પોલીસ ફરિયાદ થઈ નહતી, તેમજ HNGUના વિવિધ મુદ્દાને લઈ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત NSUI સંગઠન HNGU પરિસર ખાતે પ્રતિક ભૂખ હડતાલ પર બેઠા હતા, ત્યારે ધારાસભ્ય કિરીટ પટેલ અને તેમના સમર્થકો HNGU VCને રજુઆત કરવા જતા હતા, ત્યારે મુખ્ય દરવાજો પોલીસ દ્વારા બંધ કરી દેવામાં આવ્યો હતો અને તમામને અટકાવવામાં આવ્યા હતા, આ દરમિયાન પોલીસ અને ધારાસભ્ય કિરીટ પટેલ સહિત સમર્થકો વચ્ચે ઝપાઝપી તેમજ ઘર્ષણ સર્જાયુ હતું. HNGUમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો ભૂખ હડતાલ પર બેસેલા ધારાસભ્ય કિરીટ પટેલ અને NSUI સંગઠનને HNGU VC રજુઆત કરવા જતા અટકવામાં ક્યાંક એક પોલીસ કર્મી અને NSUI કાર્યકર વચ્ચે ધક્કામુકી બાબતે બોલાચાલી થઈ હતી અને સમગ્ર મામલો લાફાકાંડના પરિણામ સુધી પહોંચી ગયો હતો, જેમાં NSUI કાર્યકર પોલીસ કર્મીને થપ્પડ મારે છે. ત્યારે સમગ્ર મામલો ઉગ્ર બન્યો હતો અને ધારાસભ્ય કિરીટ પટેલ NSUI કાર્યકરોને શાંત રહેવાનું કહ્યું હતું તેમજ HNGUમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.

Patan: દારુકાંડ મામલે 200 લોકોના ટોળા સામે ફરિયાદ, ધારાસભ્યોના નામ પણ સામેલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પાટણમાં દારૂકાંડ મામલે પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. પાટણ દારુકાંડ મામલે 13 સહિત 200 લોકોના ટોળા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. NSUI અને કોંગ્રેસ કાર્યકરો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલ, સિદ્ધપુરના પૂર્વ MLA ચંદનજી ઠાકોર, MLA કિરીટ પટેલના પુત્ર પ્રેમ પટેલ સામે ફરિયાદ નોંધી છે.

પાટણ શહેર પ્રમુખ હિતેશ દેસાઈનું પણ ફરિયાદમાં નામ

આ સિવાય પોલીસે જિલ્લા NSUI પ્રમુખ દાદુશી ઠાકોર, પાટણ શહેર પ્રમુખ હિતેશ દેસાઈનું પણ ફરિયાદમાં નામ દાખલ કરવામાં આવેલું છે. ત્યારે બીજી તરફ પોલીસે ભરત ભાટિયા, અદનાન મેમણ, સોહમ પટેલ, મેહુલ ગઢવી, જય ચૌધરીની ધરપકડ કરી લીધી છે. નિખિલ પટેલ, હાર્દિક પટેલ, અમિત પ્રજાપતિ સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ મામલે ફરિયાદ નોંધવામાં આવી છે.

શું હતો સમગ્ર મામલો?

HNGU બોયઝ હોસ્ટેલમાં તાજેતરમાં દારૂની મહેફિલ ઝડપાઈ હતી, જેમાં સ્પોર્ટ્સ સંકુલ ખાતે યોજાયેલ ઓપન બાસ્કેટ બોલના ખિલાડીઓ રાત્રી દરમિયાન HNGUમાં હોસ્ટેલમાં રોકાણ કર્યું હતું અને દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા,પરંતુ તેમની સામે પોલીસ ફરિયાદ થઈ નહતી, તેમજ HNGUના વિવિધ મુદ્દાને લઈ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત NSUI સંગઠન HNGU પરિસર ખાતે પ્રતિક ભૂખ હડતાલ પર બેઠા હતા, ત્યારે ધારાસભ્ય કિરીટ પટેલ અને તેમના સમર્થકો HNGU VCને રજુઆત કરવા જતા હતા, ત્યારે મુખ્ય દરવાજો પોલીસ દ્વારા બંધ કરી દેવામાં આવ્યો હતો અને તમામને અટકાવવામાં આવ્યા હતા, આ દરમિયાન પોલીસ અને ધારાસભ્ય કિરીટ પટેલ સહિત સમર્થકો વચ્ચે ઝપાઝપી તેમજ ઘર્ષણ સર્જાયુ હતું.

HNGUમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો

ભૂખ હડતાલ પર બેસેલા ધારાસભ્ય કિરીટ પટેલ અને NSUI સંગઠનને HNGU VC રજુઆત કરવા જતા અટકવામાં ક્યાંક એક પોલીસ કર્મી અને NSUI કાર્યકર વચ્ચે ધક્કામુકી બાબતે બોલાચાલી થઈ હતી અને સમગ્ર મામલો લાફાકાંડના પરિણામ સુધી પહોંચી ગયો હતો, જેમાં NSUI કાર્યકર પોલીસ કર્મીને થપ્પડ મારે છે. ત્યારે સમગ્ર મામલો ઉગ્ર બન્યો હતો અને ધારાસભ્ય કિરીટ પટેલ NSUI કાર્યકરોને શાંત રહેવાનું કહ્યું હતું તેમજ HNGUમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.