Patan જિલ્લામાં નીચાણવાળા વિસ્તારમાં હજી નથી ઓસર્યા વરસાદી નીર,સ્થાનિકોનો નગરપાલિકા સામે રોષ

પાટણ શહેરમાં સામાન્ય વરસાદમાં ભરાયા હતા વરસાદી નીર નીચાણવાળા વિસ્તારોમાં પાણી નહી ઓસરતા સ્થાનિકોની વધી મુશ્કેલી નગરપાલિકા દ્રારા પાણી નિકાલની નથી કરાઈ કોઈ વ્યવસ્થા પાટણ જિલ્લામાં સતત બે દિવસ અવિરત વરસાદ વરસતા અનેક નીચાણ વાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યાં હતા પરંતુ પાટણ શહેરમાં વરસાદ થભી ગયાના 24 કલાક બાદ પણ અનેક નીચાણ વાળા વિસ્તારોમા આજે પણ તારાજી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે પાટણ શહેરના અંબાજી નેળીયા વિસ્તારમા આવેલ 15 જેટલી સોસાયટીને જોડતા માર્ગ પર આજે પણ કેડ સમાન વરસાદી પાણી ભરાઈ રહેતા લોકો હેરાન થઈ રહ્યાં છે. લોકો ઘરમાં રહેવા મજબૂર લોકોનું જન જીવન અસ્થવ્યસ્થ થયું હોય એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે જેમાં માહી હોમ્સ - સોપાન સોસાયટી - ઉમાં સોસાયટી સહિત 10 થી વધુ સોસાયટીઓમા પણ વરસાદી પાણી ફરી વળતા આ વિસ્તારના રહીશો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે અને પોતાની રોજિંદા જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ મેળવામાં પણ અનેક તકલીફો ભોગવી રહ્યા છે તેમજ સ્કૂલ જતા બાળકોના અભ્યાસ પર પણ અસર પડી છે તો નોકરી ધંઘા માટે જતા લોકો પણ આ વરસાદી પાણીના કારણે પોતાના ઘરમાં જ પુરાઈ રહેવા મજબૂર બન્યા છે. પાલિકા નથી લાવતી સમસ્યાનો અંત તો આ વિસ્તારમા આવેલ અનેક દુકાનોના શટર સુધી વરસાદી પાણી ભરાઈ રહ્યા છે તો કેટલીક દુકાનોમા પણ વરસાદી પાણી ઘુસી ગયા છે અને પોતાના ધંધા રોજગાર પણ માઠી અસર વર્તાઇ છે તો છેલ્લા 24 કલાકથી પાણીમાં રહેવા મજબૂર બનેલા આ વિસ્તારના રહીશો છેલ્લા 10 વર્ષથી દર ચોમાસામા આજ સ્થિતિમા રહેવા મજબૂર બન્યા છે અને આ વિસ્તાર વોર્ડ નંબર 11 મા એટલે કે પાટણ નગર પાલિકાના હદમા આવે છે જેથી પાલિકાને આ સમસ્યાનો નિકાલ કરવા અનેકવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હોવા છતાં આજદિન સુધી પાલિકા આ સમસ્યાનો ઉકેલ લાવા નિષ્ફ્ળ નિવડી છે. પાલિકા સામે રોષની લાગણી તો છેલ્લા 24 કલાકથી વધુ સમયથી વરસાદ થભી ગયા બાદ પણ હજુ આ વિસ્તારની મુલાકાતે નથી પહોંચ્યા પાલિકાના કોઈ પણ કર્મચારી જેથી આ વિસ્તારમા રહેતા સ્થાનિક લોકો પાલિકા સામે પોતાનો રોષ ઠાલવી રહ્યા છે ત્યારે દર વર્ષે ચોમાસામા પાણીમાં રહેવા મજબૂર બનતા આ વિસ્તારની સમસ્યાનો પાલિકા ક્યારે નિકાલ કરે છે એ જોવાનું રહ્યું.  

Patan જિલ્લામાં નીચાણવાળા વિસ્તારમાં હજી નથી ઓસર્યા વરસાદી નીર,સ્થાનિકોનો નગરપાલિકા સામે રોષ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પાટણ શહેરમાં સામાન્ય વરસાદમાં ભરાયા હતા વરસાદી નીર
  • નીચાણવાળા વિસ્તારોમાં પાણી નહી ઓસરતા સ્થાનિકોની વધી મુશ્કેલી
  • નગરપાલિકા દ્રારા પાણી નિકાલની નથી કરાઈ કોઈ વ્યવસ્થા

પાટણ જિલ્લામાં સતત બે દિવસ અવિરત વરસાદ વરસતા અનેક નીચાણ વાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યાં હતા પરંતુ પાટણ શહેરમાં વરસાદ થભી ગયાના 24 કલાક બાદ પણ અનેક નીચાણ વાળા વિસ્તારોમા આજે પણ તારાજી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે પાટણ શહેરના અંબાજી નેળીયા વિસ્તારમા આવેલ 15 જેટલી સોસાયટીને જોડતા માર્ગ પર આજે પણ કેડ સમાન વરસાદી પાણી ભરાઈ રહેતા લોકો હેરાન થઈ રહ્યાં છે.

લોકો ઘરમાં રહેવા મજબૂર

લોકોનું જન જીવન અસ્થવ્યસ્થ થયું હોય એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે જેમાં માહી હોમ્સ - સોપાન સોસાયટી - ઉમાં સોસાયટી સહિત 10 થી વધુ સોસાયટીઓમા પણ વરસાદી પાણી ફરી વળતા આ વિસ્તારના રહીશો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે અને પોતાની રોજિંદા જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ મેળવામાં પણ અનેક તકલીફો ભોગવી રહ્યા છે તેમજ સ્કૂલ જતા બાળકોના અભ્યાસ પર પણ અસર પડી છે તો નોકરી ધંઘા માટે જતા લોકો પણ આ વરસાદી પાણીના કારણે પોતાના ઘરમાં જ પુરાઈ રહેવા મજબૂર બન્યા છે.


પાલિકા નથી લાવતી સમસ્યાનો અંત

તો આ વિસ્તારમા આવેલ અનેક દુકાનોના શટર સુધી વરસાદી પાણી ભરાઈ રહ્યા છે તો કેટલીક દુકાનોમા પણ વરસાદી પાણી ઘુસી ગયા છે અને પોતાના ધંધા રોજગાર પણ માઠી અસર વર્તાઇ છે તો છેલ્લા 24 કલાકથી પાણીમાં રહેવા મજબૂર બનેલા આ વિસ્તારના રહીશો છેલ્લા 10 વર્ષથી દર ચોમાસામા આજ સ્થિતિમા રહેવા મજબૂર બન્યા છે અને આ વિસ્તાર વોર્ડ નંબર 11 મા એટલે કે પાટણ નગર પાલિકાના હદમા આવે છે જેથી પાલિકાને આ સમસ્યાનો નિકાલ કરવા અનેકવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હોવા છતાં આજદિન સુધી પાલિકા આ સમસ્યાનો ઉકેલ લાવા નિષ્ફ્ળ નિવડી છે.


પાલિકા સામે રોષની લાગણી

તો છેલ્લા 24 કલાકથી વધુ સમયથી વરસાદ થભી ગયા બાદ પણ હજુ આ વિસ્તારની મુલાકાતે નથી પહોંચ્યા પાલિકાના કોઈ પણ કર્મચારી જેથી આ વિસ્તારમા રહેતા સ્થાનિક લોકો પાલિકા સામે પોતાનો રોષ ઠાલવી રહ્યા છે ત્યારે દર વર્ષે ચોમાસામા પાણીમાં રહેવા મજબૂર બનતા આ વિસ્તારની સમસ્યાનો પાલિકા ક્યારે નિકાલ કરે છે એ જોવાનું રહ્યું.