Patan News : સિદ્ધપુરમાં કાવડ યાત્રાને ભંગ કરવાનો પ્રયાસ!, માર્ગો પર માંસના અવશેષો ફેંક્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં કાવડ યાત્રાના માર્ગ પર અજાણ્યા શખ્સો દ્વારા માંસના અવશેષો ફેંકવામાં આવતા હિન્દુ સંગઠનો અને સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. આ ઘટના બાદ હિન્દુ સંગઠનો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને તાત્કાલિક કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે.
મહાદેવ મંદિરના માર્ગો પર માંસના અવશેષો
આ ઘટના સિદ્ધપુરના ધાર્મિક સ્થળો જેવા કે, બ્રહ્મણેશ્વર મહાદેવ, વાલકેશ્વર મહાદેવ અને અરવડેશ્વર મહાદેવના માર્ગ પર બની છે. આ માર્ગો પર કાવડ યાત્રા નીકળતી હોય છે, તેવામાં અજાણ્યા શખ્સો દ્વારા માંસ અને મટનના અવશેષો ફેંકવામાં આવ્યા હતા. આ કૃત્યથી હિન્દુ સમાજની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે. પોલીસ અને સ્થાનિક તંત્રએ આ મામલે તપાસ શરૂ કરી છે અને ગુનેગારોને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાથી શહેરમાં તંગદિલીનો માહોલ જોવા મળી રહ્યો છે.
આવેદનપત્ર અને વિરોધ પ્રદર્શન
ઘટનાની જાણ થતાં જ હિન્દુ સંગઠનો કાર્યકરો અને સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. તેમણે "સિદ્ધપુર નગરપાલિકા હાય હાય" અને "જય શ્રી રામ"ના નારા લગાવીને આ ઘટનાનો વિરોધ કર્યો હતો. સંગઠનો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે, જેમાં તાત્કાલિક ધોરણે તાલુકામાં ચાલતી તમામ મટનની લારીઓ અને દુકાનોને બંધ કરવા માટે માંગણી કરવામાં આવી છે. આ ઉપરાંત, ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કડક પગલા ભરવાની પણ અપીલ કરવામાં આવી છે.
What's Your Reaction?






