Patan News : પાટણના સાંતલપુરનો આ પરિવાર રડી પડયો, કહ્યું, સાહેબ 15 દિવસ થયા પણ ઘરમાંથી પાણી ઓસર્યા નથી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પાટણના સાંતલપુરમાં ભારે વરસાદ થયો હતો જેના કારણે નીચાણવાળા વિસ્તારો અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, મહત્વનું છે કે, સ્થાનિકોનો આક્ષેપ છે કે, 15 દિવસથી ઘરમાં બેસી કે સુઈ શકીએ એવી સ્થિતિ નથી અને તંત્ર દ્વારા કોઈ મદદ પણ કરવામાં આવતી નથી, તો ઘર છોડીને અન્ય પરિજનોના ત્યાં રહેવું પડે તેવી સ્થિતિનું સર્જન થયું છે.
પાટણના સાંતલપુરમાં હજુ પણ નથી ઓસર્યા વરસાદી પાણી
પાટણના સાંતલપુરમાં આવેલ મઢુત્રા ગામે હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે અને 15 દિવસ અગાઉ પડેલા વરસાદના પાણી હજી પણ ઓસર્યા નથી, પરિવારો ઘર છોડીને સગા-સંબંધી, ખેતરમાં રહેવા મજબૂર બન્યા છે, મઢુત્રા ગામના તળાવ વિસ્તારમાં 40થી વધુ મકાનો પાણીમાં ગરકાવ છે અને ઘરમાં ત્રણથી ચાર ફૂટ જેટલા પાણી ભરાયેલા છે, ઘરમાં પાણી ભરાઈ રહેતા ઘરવખરીને નુકસાન થયું છે તેમજ અનાજ પણ સડી ગયું છે, ત્યારે પાણી ઉતરશે નહી ત્યાં સુધી પરિવાર તેમના ઘરે રહી નહી શકે.
ધારાસભ્ય અને સાંસદ આરામના મૂડમાં છે કે શું ?
ધારાસભ્ય સાહેબ અને સાંસદ સાહેબ જરા આ સ્થિતિને તો જુઓ, જો તમારા ઘરમાં એક પાણીનું ટીપુ પણ પડે તો તમે ઉંચા નીચા થઈ જાવ છો, આ તો આખે આખુ ઘર પાણીમાં છે, તમને વોટ આપ્યા છે નહી કે મજાક કરી છે, આ સ્થાનિકોની જવાબદારી તમારી હોય છે, માણસ ગરીબ હોય એટલે તેની સામે ધ્યાન નહી આપવાનું ? આવા ઘણા પરિવારો હશે કે જેમના ઘરે હજી પાણી ઉતર્યા નથી અને તે લોકો બીજાના સહારે જીવી રહ્યાં છે, ત્યારે સ્થાનિકોની એક જ માગ છે કે મોટર વડે પાણી ખેંચી લેવામાં આવે અને પાણી જલદીથી ઉતરી જાય.
What's Your Reaction?






