Patan : વૌવા ગામના અસરગ્રસ્ત પશુપાલકોને સહાયના ચેક વિતરણ કરાયાં

Sep 22, 2026 - 03:30
Patan : વૌવા ગામના અસરગ્રસ્ત પશુપાલકોને સહાયના ચેક વિતરણ કરાયાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સાંતલપુર તાલુકાના વૌવા ગામે વરસાદ દરમિયાન વીજળી પડવાથી ઘેટાં-બકરાંનાં મોત થવાની ઘટના બાદ અસરગ્રસ્ત પશુપાલકોને સરકારી સહાયના ચેક આપવામાં આવ્યા હતા. રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર વૌવા ગામે પહોંચ્યા હતા અને અસરગ્રસ્ત પશુપાલકોને સહાયના ચેકનું વિતરણ કર્યું હતું. સરકારી સહાય અંતર્ગત એક ઘેટા અથવા બકરા દીઠ રૂ. 4,000 મુજબ સહાય ચૂકવવામાં આવી હતી. જેમાં રબારી વેલાભાઈ સુમાભાઈને રૂ. 84,000નો પ્રથમ ચેક જ્યારે રબારી વધુભાઈ કાધણભાઈને રૂ. 56,000નો બીજો ચેક આપવામાં આવ્યો હતો. વીજળી પડવાની ઘટનાથી પશુધન ગુમાવનારા પશુપાલકોને સહાય મળતાં તેમને આર્થિક રાહત મળવા પામી હતી. સહાયના ચેક આપવાના સમયે સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સાંતલપુર તાલુકા પ્રમુખ શક્તિસિંહ જાડેજા, વજાભાઈ ભુવાજી મઢુત્રા ડેલીકેટ માણસુરભાઈ, વૌવા ગામના સરપંચ લાલાભાઈ આહીર ડેપ્યુટી સરપંચ વિરમભાઈ તથા ડેલીકેટ કરશનભાઈ સહિત આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત વૌવા ગામના ગ્રામજનો દ્વારા ધારાસભ્ય સમક્ષ ગામથી જાખોત્રા સુધીના રોડની રજુઆત કરવામાં આવી હતી. ઉપરાંત ગામમાં વીજળી અને પાણીની સમસ્યાઓ અંગે પણ રજૂઆત કરી, તાત્કાલિક ઉકેલ લાવવા માંગ કરવામાં આવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

https://sandesh.com/maru-saher-maru-gaam


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0