Patan ના તસ્કરી કેસમાં બોગસ તબીબે નવજાતનો 1.20 લાખમાં સોદો કર્યો
પાટણ ખાતે નિસ્કા ચાઈલ્ડ એન્ડ ડેન્ટલ કેર હોસ્પિટલના તબીબ દ્વારા શિશુઓનો સોદો કરવામાં આવી રહ્યો હોવાની ઘટનાને પગલે પોલીસે તપાસમાં જે બાળકનો સોદો કરવામાં આવ્યો હતો તેને મોટા ગામની સીમમાં ત્યજી દેવામાં આવેલ હોવાનું પ્રકાશમાં આવ્યું છે.જોકે બાળક હાલમાં સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે.મોટા ગામની સીમમાંથી મળી આવેલ બાળકનુ મેડીકલ કરવામાં આવતા તે બિમાર હોવાથી તેની સારવાર કરવામાં આવી હતી.અને તેને દત્તક લેવા માટે કર્ણાટકના પરિવારે માંગ કરી છે. પાટણ ખાતે નવજાત શિશુનો સોદો કરી અને બાળતસ્કરીને અંજામ આપનાર ર્ડા.સુરેશ ઠાકોર પાટણ એસઓજી પોલીસના હાથે ચડી ગયો હતો અને તેણે રૂ.1.20 લાખમાં નવજાત શિશુનો સોદો કર્યો હતો અને તેની જન્મનું પ્રમાણપત્ર પણ બનાવી આપ્યું હતું જોકે તે બાળક બિમાર નીકળતા મામલો બહાર આવ્યો હતો તે બાળકને પાલનપુર તાલુકાના મોટા ગામની સીમમાં ત્યજી દેવામાં આવ્યું હતું અને ત્યાંથી પોલીસે બાળ રિમાન્ડ હોમમાં સોપ્યું હતું જે હાલમાં સારવાર દરમ્યાન સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે.પાટણ ખાતે નુસકા ચાઈલ્ડ એન્ડ ડેન્ટલ કેર હોસ્પિટલમાં બાળ તશ્કરી દ્વારા વેચવામાં આવેલ એક બાળકનો સોદો કરવામાં આવેલ અને તે બાળક બિમાર નીકળતા મામલો પ્રકાશમાં આવ્યો હતો જેમાં ર્ડાકટરે રૂપિયા 1.20 લાખ લઈ અને તેનો સોદો કર્યો હતો અને તેનું જન્મનું પ્રમાણપત્ર પણ બનાવી આપ્યું હતું જો કે પરીવાર આ બાળકને ઘરે લઈ ગયા બાદ બાળક બિમાર હોવાનું બહાર આવતા આ અંગે મામલો પ્રકાશમાં આવ્યો હતો અને તબીબ સામે ગુનો નોંધી અને પોલીસે જાણવા મળેલ કે જે બાળક બિમાર હતું તે ર્ડાકટરને આપવામાં આવ્યા બાદ બાળકને પાલનપુર તાલુકાના મોટા ગામની સીમમાં ત્યજી દેવામાં આવ્યું હતું જે અંગે ગઢ પોલીસને જાણ થતા પોલીસે આ અંગે પાલનપુર બાળ રિમાન્ડ હોમને જાણ કરતા બાળ રિમાન્ડ હોમના સ્ટાફ દ્વારા બાળકનો કબ્જો લઈ અને તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. જ્યાં તેની સારવાર બાદ તબિયત હાલ સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે. જો કે આ બાબતે ચાઈલ્ડ વેલફોર કમીટીના અધ્યક્ષ જયેશભાઈ દવેએ જણાવ્યુ હતુ કે મોટા ગામની સીમમાંથી મળી આવેલ બાળક પોલીસ દ્વારા સોંપવામાં આવેલ ત્યારે તેનુ મેડીકલ ચેકઅપ કરવામાં આવતા તેના મગજમાં પાણી ભરાયેલ હોવાના કારણે તેને ન્યુરોલોજીસ્ટ દ્વારા ઓપરેશન કરાવવા માટે ખાનગી તબીબીને ત્યાં લઈ ગયેલ અને ઓપરેશન કરવામાં આવેલ અને રૂા. 90 હજારને બદલે રૂા.54 હજારમાં જ તબીબે ઓપરેશન કરી આપેલ અને હાલમાં આ બાળક સ્વસ્થ છે. કર્ણાટકના દંપતીએ દત્તક લેવા માંગ કરી છે, પરંતુ હાલમાં દત્તક આપી શકાય તેમ નથી આ અંગે સુત્રોએ જણાવ્યુ હતુ કે બાળકની સારવાર કરવામાં આવ્યા બાદ બાળકની તબીયત તંદરસ્ત છે.અને તે હાલમાં ચાઈલ્ડ વેલફોર બિલ્ડીંગમાં શિશુવિહારમાં રાખવામાં આવેલ છે.જ્યાં તેની કાળજી લેવામાં આવી રહી છે.અને તેને દત્તક લેવા માટે એક ડીમાન્ડ ઈટાલી થી આવેલી હતી અને બીજી એક ડીમાન્ડ કર્ણાટકના દંપતિએ કરેલ છે.પરંતુ હાલમાં બાળકને દત્તક આપવા માટે મંજુરી મળ્યેથી કાર્યવાહી કરવામાં આવશે. ડીસામાં બાળ તસ્કરીના કેસમાં એક વર્ષ અગાઉ થયેલ ફરિયાદમાં કાર્યવાહીમાં વિલંબ ડીસામાં એક બોગસ તબીબ દ્વારા એક કુંવારી યુવતીની ડીલીવરી કરાવી અને તેની કુખે જન્મેલ બાળકી મૃત હોવાનુ દર્શાવી અને તેને વેચી દેવામાં આવી હતી. પાછળથી આ મામલો પોલીસ મથકકે પહોંચ્યો અને ત્યારે બોગસ તબીબે યુવતી સમક્ષ કબુલાત કરી હતી કે તમારે જે બાળકી જન્મ થયેલ તે જીવીત હતી.અને તમે પોલીસથી મને બચાવો.તેમ કહેતા ભાંડો ફુટયો હતો.અને આ મામલે યુવતીએ ડીસા પોલીસ મથકે બોગસ તબીબ અને તેના મળતીયાઓ સામે બાળ તસ્કરીનો ગુનો નોંધાવ્યો હતો.પરંતુ આ કેસમાં પોલીસ ડીએનએ રીપોર્ટ આવ્યો નથી.માટે આરોપીઓની ધરપકડ કરી શકાય નહી તેમ જણાવી આજ સુધી કાર્યવાહી માટે રાહ જોતી રહી હોવાનુ બહાર આવ્યુ છે.ત્યારે આ બોગસ તબીબે કેટલી કુવારી યુવતીઓની ડીલીવરી કરાવી અને બાળકોને વેચી માર્યા હશે તે તપાસનો વિષય હોઈ આ મામલે ઝડપથી કાર્યવાહી થાય તો વધુ ગુના બહાર આવે તેવી સંભાવના છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પાટણ ખાતે નિસ્કા ચાઈલ્ડ એન્ડ ડેન્ટલ કેર હોસ્પિટલના તબીબ દ્વારા શિશુઓનો સોદો કરવામાં આવી રહ્યો હોવાની ઘટનાને પગલે પોલીસે તપાસમાં જે બાળકનો સોદો કરવામાં આવ્યો હતો તેને મોટા ગામની સીમમાં ત્યજી દેવામાં આવેલ હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
જોકે બાળક હાલમાં સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે.મોટા ગામની સીમમાંથી મળી આવેલ બાળકનુ મેડીકલ કરવામાં આવતા તે બિમાર હોવાથી તેની સારવાર કરવામાં આવી હતી.અને તેને દત્તક લેવા માટે કર્ણાટકના પરિવારે માંગ કરી છે. પાટણ ખાતે નવજાત શિશુનો સોદો કરી અને બાળતસ્કરીને અંજામ આપનાર ર્ડા.સુરેશ ઠાકોર પાટણ એસઓજી પોલીસના હાથે ચડી ગયો હતો અને તેણે રૂ.1.20 લાખમાં નવજાત શિશુનો સોદો કર્યો હતો અને તેની જન્મનું પ્રમાણપત્ર પણ બનાવી આપ્યું હતું જોકે તે બાળક બિમાર નીકળતા મામલો બહાર આવ્યો હતો તે બાળકને પાલનપુર તાલુકાના મોટા ગામની સીમમાં ત્યજી દેવામાં આવ્યું હતું અને ત્યાંથી પોલીસે બાળ રિમાન્ડ હોમમાં સોપ્યું હતું જે હાલમાં સારવાર દરમ્યાન સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે.પાટણ ખાતે નુસકા ચાઈલ્ડ એન્ડ ડેન્ટલ કેર હોસ્પિટલમાં બાળ તશ્કરી દ્વારા વેચવામાં આવેલ એક બાળકનો સોદો કરવામાં આવેલ અને તે બાળક બિમાર નીકળતા મામલો પ્રકાશમાં આવ્યો હતો જેમાં ર્ડાકટરે રૂપિયા 1.20 લાખ લઈ અને તેનો સોદો કર્યો હતો અને તેનું જન્મનું પ્રમાણપત્ર પણ બનાવી આપ્યું હતું જો કે પરીવાર આ બાળકને ઘરે લઈ ગયા બાદ બાળક બિમાર હોવાનું બહાર આવતા આ અંગે મામલો પ્રકાશમાં આવ્યો હતો અને તબીબ સામે ગુનો નોંધી અને પોલીસે જાણવા મળેલ કે જે બાળક બિમાર હતું તે ર્ડાકટરને આપવામાં આવ્યા બાદ બાળકને પાલનપુર તાલુકાના મોટા ગામની સીમમાં ત્યજી દેવામાં આવ્યું હતું જે અંગે ગઢ પોલીસને જાણ થતા પોલીસે આ અંગે પાલનપુર બાળ રિમાન્ડ હોમને જાણ કરતા બાળ રિમાન્ડ હોમના સ્ટાફ દ્વારા બાળકનો કબ્જો લઈ અને તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. જ્યાં તેની સારવાર બાદ તબિયત હાલ સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે.
જો કે આ બાબતે ચાઈલ્ડ વેલફોર કમીટીના અધ્યક્ષ જયેશભાઈ દવેએ જણાવ્યુ હતુ કે મોટા ગામની સીમમાંથી મળી આવેલ બાળક પોલીસ દ્વારા સોંપવામાં આવેલ ત્યારે તેનુ મેડીકલ ચેકઅપ કરવામાં આવતા તેના મગજમાં પાણી ભરાયેલ હોવાના કારણે તેને ન્યુરોલોજીસ્ટ દ્વારા ઓપરેશન કરાવવા માટે ખાનગી તબીબીને ત્યાં લઈ ગયેલ અને ઓપરેશન કરવામાં આવેલ અને રૂા. 90 હજારને બદલે રૂા.54 હજારમાં જ તબીબે ઓપરેશન કરી આપેલ અને હાલમાં આ બાળક સ્વસ્થ છે.
કર્ણાટકના દંપતીએ દત્તક લેવા માંગ કરી છે, પરંતુ હાલમાં દત્તક આપી શકાય તેમ નથી
આ અંગે સુત્રોએ જણાવ્યુ હતુ કે બાળકની સારવાર કરવામાં આવ્યા બાદ બાળકની તબીયત તંદરસ્ત છે.અને તે હાલમાં ચાઈલ્ડ વેલફોર બિલ્ડીંગમાં શિશુવિહારમાં રાખવામાં આવેલ છે.જ્યાં તેની કાળજી લેવામાં આવી રહી છે.અને તેને દત્તક લેવા માટે એક ડીમાન્ડ ઈટાલી થી આવેલી હતી અને બીજી એક ડીમાન્ડ કર્ણાટકના દંપતિએ કરેલ છે.પરંતુ હાલમાં બાળકને દત્તક આપવા માટે મંજુરી મળ્યેથી કાર્યવાહી કરવામાં આવશે.
ડીસામાં બાળ તસ્કરીના કેસમાં એક વર્ષ અગાઉ થયેલ ફરિયાદમાં કાર્યવાહીમાં વિલંબ
ડીસામાં એક બોગસ તબીબ દ્વારા એક કુંવારી યુવતીની ડીલીવરી કરાવી અને તેની કુખે જન્મેલ બાળકી મૃત હોવાનુ દર્શાવી અને તેને વેચી દેવામાં આવી હતી. પાછળથી આ મામલો પોલીસ મથકકે પહોંચ્યો અને ત્યારે બોગસ તબીબે યુવતી સમક્ષ કબુલાત કરી હતી કે તમારે જે બાળકી જન્મ થયેલ તે જીવીત હતી.અને તમે પોલીસથી મને બચાવો.તેમ કહેતા ભાંડો ફુટયો હતો.અને આ મામલે યુવતીએ ડીસા પોલીસ મથકે બોગસ તબીબ અને તેના મળતીયાઓ સામે બાળ તસ્કરીનો ગુનો નોંધાવ્યો હતો.પરંતુ આ કેસમાં પોલીસ ડીએનએ રીપોર્ટ આવ્યો નથી.માટે આરોપીઓની ધરપકડ કરી શકાય નહી તેમ જણાવી આજ સુધી કાર્યવાહી માટે રાહ જોતી રહી હોવાનુ બહાર આવ્યુ છે.ત્યારે આ બોગસ તબીબે કેટલી કુવારી યુવતીઓની ડીલીવરી કરાવી અને બાળકોને વેચી માર્યા હશે તે તપાસનો વિષય હોઈ આ મામલે ઝડપથી કાર્યવાહી થાય તો વધુ ગુના બહાર આવે તેવી સંભાવના છે.