Banaskantha: ધાનેરાના શ્રદ્ધાળુ કુંભ મેળામાં ખોવાયા, ધારાસભ્ય માવજી દેસાઈએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ 2025 પૂરજોશમાં ચાલી રહ્યો છે અને અત્યાર સુધીમાં કરોડો શ્રદ્ધાળુઓએ સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી છે. ત્યારે ગુજરાતમાંથી પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મહાકુંભમાં પહોંચ્યા છે અને સંગમમાં સ્નાન કર્યુ છે. આ દરમિયાન બનાસકાંઠાના ધાનેરાના શ્રદ્ધાળુ કુંભ મેળામાં ખોવાયા હોવાના સમાચાર સામે આવ્યા છે.ધાનેરા બાળકાભાઈ રબારી મહા કુંભમાં થયા ગુમ ધાનેરાના એક વ્યક્તિ કુંભ મેળામાં ગુમ થતાં ધારાસભ્ય માવજી દેસાઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ અંગે પત્ર લખ્યો છે અને વહેલામાં વહેલી તકે તેમને શોધી કાઢવા માટે વિનંતી કરી છે. તમને જણાવ દઈએ કે ધાનેરા બાળકાભાઈ રબારી વહેલી સવારે સંગનમાં સ્નાન કરવા ગયા બાદ પરિવારથી વિખુટા પડ્યા છે અને બાળકાભાઈ રબારી ગુમ થયા હોવાનો પત્ર મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને લખવામાં આવ્યો છે. 18 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ મહાકુંભમાં સ્નાન કર્યુ તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં આશરે 18 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ મહાકુંભમાં સ્નાન કર્યુ છે. મહાકુંભ મેળાની શરૂઆત 13 જાન્યુઆરીથી શરૂ થઈ છે અને આ મેળાની પૂર્ણાહુતિ 26 ફેબ્રુઆરી થશે. ત્યાં સુધીમાં 45 કરોડ જેટલા શ્રદ્ધાળુઓ મહા કુંભમાં દર્શન કરવા માટે પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે તમામ શ્રદ્ધાળુઓ માટે પ્રશાસન તરફથી તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. જેથી કોઈને અસુવિધા ઉભી ના થાય. મહાકુંભમાં ભાગદોડની ઘટનામાં 30 લોકોના થયા મોત જો કે તમને જણાવી દઈએ કે ગઈકાલે મોડી રાત્રે મહાકુંભમાં ભાગદોડની ઘટના સામે આવી હતી. જેમાં 30 લોકોના મોત અને 60થી વધુ ઘાયલ થયા છે. ઉત્તર પ્રદેશ ડીઆઈજીએ યોજેલી પ્રેસમાં તેમણે જણાવ્યું કે 30 મૃતકોમાંથી 25ની ઓળખ થઈ શકી છે. જેમાં કર્ણાટકના 4 અને ગુજરાતના 1 વ્યક્તિનું મોત થયું છે. 20 જેટલા મૃતદેહો તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા.

Banaskantha: ધાનેરાના શ્રદ્ધાળુ કુંભ મેળામાં ખોવાયા, ધારાસભ્ય માવજી દેસાઈએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ 2025 પૂરજોશમાં ચાલી રહ્યો છે અને અત્યાર સુધીમાં કરોડો શ્રદ્ધાળુઓએ સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી છે. ત્યારે ગુજરાતમાંથી પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મહાકુંભમાં પહોંચ્યા છે અને સંગમમાં સ્નાન કર્યુ છે. આ દરમિયાન બનાસકાંઠાના ધાનેરાના શ્રદ્ધાળુ કુંભ મેળામાં ખોવાયા હોવાના સમાચાર સામે આવ્યા છે.

ધાનેરા બાળકાભાઈ રબારી મહા કુંભમાં થયા ગુમ

ધાનેરાના એક વ્યક્તિ કુંભ મેળામાં ગુમ થતાં ધારાસભ્ય માવજી દેસાઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ અંગે પત્ર લખ્યો છે અને વહેલામાં વહેલી તકે તેમને શોધી કાઢવા માટે વિનંતી કરી છે. તમને જણાવ દઈએ કે ધાનેરા બાળકાભાઈ રબારી વહેલી સવારે સંગનમાં સ્નાન કરવા ગયા બાદ પરિવારથી વિખુટા પડ્યા છે અને બાળકાભાઈ રબારી ગુમ થયા હોવાનો પત્ર મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને લખવામાં આવ્યો છે.

18 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ મહાકુંભમાં સ્નાન કર્યુ

તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં આશરે 18 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ મહાકુંભમાં સ્નાન કર્યુ છે. મહાકુંભ મેળાની શરૂઆત 13 જાન્યુઆરીથી શરૂ થઈ છે અને આ મેળાની પૂર્ણાહુતિ 26 ફેબ્રુઆરી થશે. ત્યાં સુધીમાં 45 કરોડ જેટલા શ્રદ્ધાળુઓ મહા કુંભમાં દર્શન કરવા માટે પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે તમામ શ્રદ્ધાળુઓ માટે પ્રશાસન તરફથી તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. જેથી કોઈને અસુવિધા ઉભી ના થાય.

મહાકુંભમાં ભાગદોડની ઘટનામાં 30 લોકોના થયા મોત

જો કે તમને જણાવી દઈએ કે ગઈકાલે મોડી રાત્રે મહાકુંભમાં ભાગદોડની ઘટના સામે આવી હતી. જેમાં 30 લોકોના મોત અને 60થી વધુ ઘાયલ થયા છે. ઉત્તર પ્રદેશ ડીઆઈજીએ યોજેલી પ્રેસમાં તેમણે જણાવ્યું કે 30 મૃતકોમાંથી 25ની ઓળખ થઈ શકી છે. જેમાં કર્ણાટકના 4 અને ગુજરાતના 1 વ્યક્તિનું મોત થયું છે. 20 જેટલા મૃતદેહો તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા.