Patan: બાળ તસ્કરી કેસ : વધુ બે આરોપીઓની ધરપકડ
પાટણ શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં બાળકની તસ્કરી મામલે તપાસ કરી રહેલ પાટણ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની પોલીસે શુક્રવારે થરાની સંસ્કાર હોસ્પિટલમાં કામ કરતા રૂપસિંહ ઠાકોરની ધરપકડ કર્યા બાદ શનિવારે તેને કોર્ટમાં રજૂ કરીને પાંચ દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતાજેમાં કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ રૂપસિંહ ઠાકોરના 3 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરતા હવે એસઓજી પોલીસ રૂપસિંહ ઠાકોરની સઘન પુછપરછ હાથ ધરશે.જેમાં આ પ્રકારે એક જ બાળકની તસ્કરી કરવામાં આવી છે કે અન્ય બાળકો પણ આવી રીતે ખરીદ વેચાણ કરવામાં આવ્યા હતા તેના મોટા ઘટસ્ફેટ થવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. તો બીજી તરફ એસઓજી પોલીસે આ કેસમાં જ શનિવારે વધુ બે આરોપીઓની પણ ધરપકડ કરી છે જેઓને કોર્ટમાં રજૂ કરીને તેમના પણ રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવશે. રૂપસિંહ ઠાકોર રિમાન્ડમાં રાજ ખોલશે શનિવારે પોલીસે રૂપસિંહ ઠાકોરને કોર્ટમાં રજૂ કરી તેના ત્રણ ડિસેમ્બર સુધીના રિમાન્ડ મેળવ્યા છે જેથી હવે તેની પૂછપરછ હાથ ધરવામાં આવશે જેમાં રૂપસિંહ ઠાકોરે સુરેશ અને શિલ્પા ને આપેલું બાળક કોના પાસેથી લઈને આપ્યું હતું તેમજ આ સિવાય પણ કેટલા બાળકોની ખરીદ અને વેચાણની લીલા રચી હતી તેના જવાબ પોલીસ તેની પાસેથી મેળવશે. નરેશ રબારી અને ધીરેન ઠાકોર પોતાને ડોક્ટર દર્શાવતા હતા અત્યાર સુધીમાં આ કેસમાં પાંચ આરોપીઓની ધરપકડ કેસની તપાસ કરી રહેલી પાટણ એસ ઓ જી પોલીસે અત્યાર સુધીમાં સૌ પ્રથમ સુરેશ ઠાકોર તે બાદ શિલ્પા ઠાકોર અને તે બાદ રૂપસિંહ ઠાકોરની ધરપકડ કરવામાં આવી હતી અને તે તમામ અત્યારે રિમાન્ડ ઉપર લેવામાં આવ્યા છે તો બીજી તરફ આ જ કેસમાં શનિવારે વધુ બે આરોપીઓની ધરપકડ થતા આ કેસમાં અત્યાર સુધીમાં પાંચ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. જોકે આ કેસમાં હજુઘણી ધરપકડો થશે તેની પૂરેપૂરી સંભાવનાઓ છે. આ કેસમાં વધુ બે આરોપીઓના રિમાન્ડ મેળવાશે પાટણ જિલ્લા આ કેસની તપાસ કરતા રેલો લંબાતા વધુ બે વ્યક્તિઓની શનિવારે એસ ઓ જી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. હવે આ બંને આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરી તેમના પણ રિમાન્ડ લેવાની તજવીજ ધારવામાં આવી રહી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પાટણ શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં બાળકની તસ્કરી મામલે તપાસ કરી રહેલ પાટણ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની પોલીસે શુક્રવારે થરાની સંસ્કાર હોસ્પિટલમાં કામ કરતા રૂપસિંહ ઠાકોરની ધરપકડ કર્યા બાદ શનિવારે તેને કોર્ટમાં રજૂ કરીને પાંચ દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા
જેમાં કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ રૂપસિંહ ઠાકોરના 3 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરતા હવે એસઓજી પોલીસ રૂપસિંહ ઠાકોરની સઘન પુછપરછ હાથ ધરશે.જેમાં આ પ્રકારે એક જ બાળકની તસ્કરી કરવામાં આવી છે કે અન્ય બાળકો પણ આવી રીતે ખરીદ વેચાણ કરવામાં આવ્યા હતા તેના મોટા ઘટસ્ફેટ થવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. તો બીજી તરફ એસઓજી પોલીસે આ કેસમાં જ શનિવારે વધુ બે આરોપીઓની પણ ધરપકડ કરી છે જેઓને કોર્ટમાં રજૂ કરીને તેમના પણ રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવશે.
રૂપસિંહ ઠાકોર રિમાન્ડમાં રાજ ખોલશે
શનિવારે પોલીસે રૂપસિંહ ઠાકોરને કોર્ટમાં રજૂ કરી તેના ત્રણ ડિસેમ્બર સુધીના રિમાન્ડ મેળવ્યા છે જેથી હવે તેની પૂછપરછ હાથ ધરવામાં આવશે જેમાં રૂપસિંહ ઠાકોરે સુરેશ અને શિલ્પા ને આપેલું બાળક કોના પાસેથી લઈને આપ્યું હતું તેમજ આ સિવાય પણ કેટલા બાળકોની ખરીદ અને વેચાણની લીલા રચી હતી તેના જવાબ પોલીસ તેની પાસેથી મેળવશે.
નરેશ રબારી અને ધીરેન ઠાકોર પોતાને ડોક્ટર દર્શાવતા હતા
અત્યાર સુધીમાં આ કેસમાં પાંચ આરોપીઓની ધરપકડ કેસની તપાસ કરી રહેલી પાટણ એસ ઓ જી પોલીસે અત્યાર સુધીમાં સૌ પ્રથમ સુરેશ ઠાકોર તે બાદ શિલ્પા ઠાકોર અને તે બાદ રૂપસિંહ ઠાકોરની ધરપકડ કરવામાં આવી હતી અને તે તમામ અત્યારે રિમાન્ડ ઉપર લેવામાં આવ્યા છે તો બીજી તરફ આ જ કેસમાં શનિવારે વધુ બે આરોપીઓની ધરપકડ થતા આ કેસમાં અત્યાર સુધીમાં પાંચ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. જોકે આ કેસમાં હજુઘણી ધરપકડો થશે તેની પૂરેપૂરી સંભાવનાઓ છે.
આ કેસમાં વધુ બે આરોપીઓના રિમાન્ડ મેળવાશે
પાટણ જિલ્લા આ કેસની તપાસ કરતા રેલો લંબાતા વધુ બે વ્યક્તિઓની શનિવારે એસ ઓ જી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. હવે આ બંને આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરી તેમના પણ રિમાન્ડ લેવાની તજવીજ ધારવામાં આવી રહી છે.