Patan: નમો ડ્રોન દીદી યોજનામાં પાટણની દીકરી ગુજરાતમાં અવ્વલ
પાટણ તાલુકાના મીઠીવાવડી ગામના ડીમ્પલબેન હર્ષદભાઈ પટેલ ગામમાં લક્ષ્મીબાઈ સખી મંડળ સાથે જોડાયેલા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા નમો ડ્રોન દીદી યોજનાની જાહેરાત કરવામાં આવી ત્યારે ડીમ્પલબેનને આ યોજનામાં રસ જાગ્યો અને તેમણે ડ્રોન દીદી તરીકે કામ કરવાનું મનોમન નક્કી કર્યું.આ માટેની માહિતી મેળવી જેને પગલે GNFC ભરૂચના અધિકારીઓએ તેમનો સંપર્ક કર્યો અને આખી યોજના સમજાવી, ત્યારબાદ શીલજ, અમદાવાદ ખાતે તેમને ડ્રોન ઉડાવવા, ડેટા એનાલિસિસ અને ડ્રોનની જાળવણી સંબંધિત તાલીમ આપવામાં આવી. તાલીમને અંતે GNFC ભરૂચની નારદેશ વિંગ દ્વારા તેમને રૂ.6 લાખની કિંમતનું ડ્રોન વિનામૂલ્યે ફાળવવામાં આવ્યું જેના થકી આજે તેઓ પગભર બન્યા છે અને ડ્રોન દીદી તરીકે નવી ઓળખ પ્રાપ્ત કરી છે. ડ્રોન આવતાની સાથે જ ડીમ્પલબેન પટેલે ગામના ખેડૂતોને, મહિલાઓને ડ્રોનની માહિતી આપવાનું શરૂ કર્યું અને ડ્રોનનું ડેમોસ્ટ્રેશન કરી સમજાવવા લાગ્યા. દરમિયાન પાટણ ખાતે યોજાયેલ નારી શક્તિ વંદના કાર્યક્રમમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ડ્રોન દીદી તરીકે પરિચર આપવાનું સૌભાગ્ય મળ્યું ત્યારબાદ ધીમેધીમે પાટણ તાલુકામાં અને જિલ્લામાં ડ્રોન દીદી તરીકે તેમની ઓળખ પ્રસ્થાપિત થઈ. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ડ્રોન દીદી યોજનાનું ઈ-લોકાર્પણ કર્યું ત્યારે દાંતીવાડી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પણ તેઓ ત્રણ રાજ્યની 110 બહેનો સાથે હાજર રહી ડ્રોનનું ઉડ્ડયન કર્યું હતું. તેઓ સમગ્ર ગુજરાતની 58 નમો ડ્રોન દીદીમાં દવા અને ખાતરના છંટકાવની બાબતમાં પ્રથમ ક્રમે આવ્યા છે. છેલ્લા ચાર મહિનામાં ડીમ્પલબેન પટેલે 309 એકર વિસ્તારમાં જંતુનાશક દવા અને ખાતરના છંટકાવ થકી સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે તેમજ 500 એકર સુધીમાં તેમની કામગીરી વિસ્તારવાનો તેમનો લક્ષ્યાંક છે. દાંતીવાડામાં CM એ ડ્રોન દીદીના સ્ટોલની મુલાકાત કરી હતી દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે આયોજિત રાજ્યકક્ષાના રવિ કૃષિ મહોત્સવ 2024માં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ડ્રોન દીદીના સ્ટોલની મુલાકાત કરી હતી. ત્યારે ડીમ્પલબેન પટેલે મુખ્યમંત્રીને ડ્રોન ટેકનોલોજી વિશે સમજ આપી સમગ્ર કામગીરી બાબતે વિગતવાર માહિતી આપી હતી જેની મુખ્યમંત્રીએ સરાહના કરી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પાટણ તાલુકાના મીઠીવાવડી ગામના ડીમ્પલબેન હર્ષદભાઈ પટેલ ગામમાં લક્ષ્મીબાઈ સખી મંડળ સાથે જોડાયેલા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા નમો ડ્રોન દીદી યોજનાની જાહેરાત કરવામાં આવી ત્યારે ડીમ્પલબેનને આ યોજનામાં રસ જાગ્યો અને તેમણે ડ્રોન દીદી તરીકે કામ કરવાનું મનોમન નક્કી કર્યું.
આ માટેની માહિતી મેળવી જેને પગલે GNFC ભરૂચના અધિકારીઓએ તેમનો સંપર્ક કર્યો અને આખી યોજના સમજાવી, ત્યારબાદ શીલજ, અમદાવાદ ખાતે તેમને ડ્રોન ઉડાવવા, ડેટા એનાલિસિસ અને ડ્રોનની જાળવણી સંબંધિત તાલીમ આપવામાં આવી. તાલીમને અંતે GNFC ભરૂચની નારદેશ વિંગ દ્વારા તેમને રૂ.6 લાખની કિંમતનું ડ્રોન વિનામૂલ્યે ફાળવવામાં આવ્યું જેના થકી આજે તેઓ પગભર બન્યા છે અને ડ્રોન દીદી તરીકે નવી ઓળખ પ્રાપ્ત કરી છે. ડ્રોન આવતાની સાથે જ ડીમ્પલબેન પટેલે ગામના ખેડૂતોને, મહિલાઓને ડ્રોનની માહિતી આપવાનું શરૂ કર્યું અને ડ્રોનનું ડેમોસ્ટ્રેશન કરી સમજાવવા લાગ્યા. દરમિયાન પાટણ ખાતે યોજાયેલ નારી શક્તિ વંદના કાર્યક્રમમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ડ્રોન દીદી તરીકે પરિચર આપવાનું સૌભાગ્ય મળ્યું ત્યારબાદ ધીમેધીમે પાટણ તાલુકામાં અને જિલ્લામાં ડ્રોન દીદી તરીકે તેમની ઓળખ પ્રસ્થાપિત થઈ. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ડ્રોન દીદી યોજનાનું ઈ-લોકાર્પણ કર્યું ત્યારે દાંતીવાડી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પણ તેઓ ત્રણ રાજ્યની 110 બહેનો સાથે હાજર રહી ડ્રોનનું ઉડ્ડયન કર્યું હતું. તેઓ સમગ્ર ગુજરાતની 58 નમો ડ્રોન દીદીમાં દવા અને ખાતરના છંટકાવની બાબતમાં પ્રથમ ક્રમે આવ્યા છે. છેલ્લા ચાર મહિનામાં ડીમ્પલબેન પટેલે 309 એકર વિસ્તારમાં જંતુનાશક દવા અને ખાતરના છંટકાવ થકી સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે તેમજ 500 એકર સુધીમાં તેમની કામગીરી વિસ્તારવાનો તેમનો લક્ષ્યાંક છે.
દાંતીવાડામાં CM એ ડ્રોન દીદીના સ્ટોલની મુલાકાત કરી હતી
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે આયોજિત રાજ્યકક્ષાના રવિ કૃષિ મહોત્સવ 2024માં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ડ્રોન દીદીના સ્ટોલની મુલાકાત કરી હતી. ત્યારે ડીમ્પલબેન પટેલે મુખ્યમંત્રીને ડ્રોન ટેકનોલોજી વિશે સમજ આપી સમગ્ર કામગીરી બાબતે વિગતવાર માહિતી આપી હતી જેની મુખ્યમંત્રીએ સરાહના કરી હતી.