Panchmahal : બિરસા મુંડાની 151મી જન્મજયંતીએ બોડેલીમાં યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો

Nov 14, 2026 - 05:00
Panchmahal : બિરસા મુંડાની 151મી જન્મજયંતીએ બોડેલીમાં યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બોડેલી ખાતે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે સેવાસદનની બાજુમાં આવેલા ગ્રાઉન્ડ ખાતે યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલા વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ મેળવનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું મંત્રીના હસ્તે સન્માન કરાયું હતું.

આ પ્રસંગે મંત્રી દર્શનાબેન વાઘેલાએ ભગવાન બિરસા મુંડાના જીવન અને સંઘર્ષને યાદ કરતાં જણાવ્યું હતું કે, તેમણે આદિવાસી સમાજના અધિકારો અને દેશની આઝાદી માટે અંગ્રેજો સામે લડત આપી હતી. તેમણે આદિવાસી સમાજના યુવાનોને સરકારની વિવિધ યોજનાનો લાભ લઈ શિક્ષણ સહિત દરેક ક્ષેત્રમાં આગળ વધવા અને સમાજ તથા દેશનું નામ રોશન કરવા આહવાન કર્યું હતું. મંત્રીએ વિદ્યાર્થીને આત્મવિશ્વાસ સાથે લક્ષ્ય પ્રાપ્ત કરવા પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમમાં સંખેડાના MLAઅભેસિંહ તડવી, બોડેલી SDMભૂમિકા રાઉલ, ઇ.મામલતદાર અંજના મોટવાલ, પાલિકા પ્રમુખ ઉમેશ રાઠવા, કારોબારી અધ્યક્ષ જીજ્ઞેશ ચોક્સી, જિલ્લા ભાજપ મહામંત્રી પુષ્કર પટેલ, શિક્ષણ સમિતિના ચેરમેન આશિષ ભીલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0