Panchmahal: કાલોલની ખાનગી શાળામાં 20 બાળકોને ફૂડ પોઇઝનિંગ, આરોગ્ય વિભાગની ટીમ તાત્કાલિક શાળાએ પહોંચી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના મલાવ રોડ નજીક આવેલી અમૃત વિધાલય નામની એક ખાનગી શાળામાં ગંભીર બનાવ બન્યો છે. શાળાના 20 જેટલા બાળકોને ફૂડ પોઇઝનિંગની અસર થતાં દોડધામ મચી ગઈ હતી. વાલીઓના જણાવ્યા અનુસાર, 20 થી વધુ વિદ્યાર્થીઓને ઊલટીની અસર થઈ હોવાનો દાવો છે. ફૂડ પોઇઝનિંગ થવા પાછળનું સંભવિત કારણ દૂષિત પાણી અથવા શાળામાંથી બાળકોને આપવામાં આવેલો નાસ્તો હોવાનો વાલીઓએ આરોપ મૂક્યો છે.
બાળકોને ફૂડ પોઇઝનિંગની અસર
આ સમગ્ર મામલાને લઈને મોટી સંખ્યામાં વાલીઓ શાળાએ પહોંચ્યા હતા અને શાળા સંચાલકો સામે રોષ વ્યક્ત કર્યો હતો. ફૂડ પોઇઝનિંગની અસર પામેલા તમામ બાળકોને તાત્કાલિક સારવાર અર્થે અલગ-અલગ ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા.
આરોગ્ય વિભાગની ટીમ તાત્કાલિક શાળાએ પહોંચી
ઘટનાની જાણ થતાં જ સરકારી તંત્ર હરકતમાં આવ્યું હતું. કાલોલ મામલતદાર અને કાલોલ આરોગ્ય વિભાગની ટીમ તાત્કાલિક શાળાએ પહોંચી હતી. આરોગ્ય વિભાગ દ્વારા શાળામાં વિદ્યાર્થીઓને આપવામાં આવતા પાણીના અલગ-અલગ સેમ્પલ લેવામાં આવ્યા છે, જેથી ફૂડ પોઇઝનિંગનું ચોક્કસ કારણ જાણી શકાય. આરોગ્ય વિભાગના આ રિપોર્ટ બાદ જ ફૂડ પોઇઝનિંગના સાચા કારણ પરથી પડદો ઊંચકાશે.
What's Your Reaction?






