Panchmahal News: કાલોલના વેજલપુરમાં વહીવટી તંત્રના દરોડા, રહેણાંક મકાનમાંથી 12 નંગ ગેરકાયદે ગેસ સિલિન્ડર ઝડપાયા

May 2, 2026 - 23:30
Panchmahal News: કાલોલના વેજલપુરમાં વહીવટી તંત્રના દરોડા, રહેણાંક મકાનમાંથી 12 નંગ ગેરકાયદે ગેસ સિલિન્ડર ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ગામમાં ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલા રાંધણ ગેસના બોટલો પર વહીવટી તંત્રએ લાલ આંખ કરી છે. વેજલપુર ગામના પીપળી ફળિયા વિસ્તારમાં બાતમીના આધારે પુરવઠા વિભાગ અને પોલીસની સંયુક્ત ટીમે દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન એક રહેણાંક મકાનમાંથી જુદી-જુદી કંપનીના કુલ 12 નંગ ગેરકાયદેસર LPG ગેસના બોટલ મળી આવતા પંથકમાં ચકચાર મચી ગઈ છે.

મામલતદાર અને પુરવઠા વિભાગની સંયુક્ત તપાસ

પોલીસને મળેલી ચોક્કસ માહિતીના આધારે કાલોલના પુરવઠા મામલતદારને સાથે રાખીને પીપળી ફળિયામાં રહેતા ખેરુનિશા ટપના ઘરે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ઘરના પરિસરમાંથી વ્યાપારી અને ઘરેલુ વપરાશના હોઈ શકે તેવા ગેસ સિલિન્ડરનો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થા અંગે કોઈ પણ માન્ય આધાર-પુરાવા કે લાયસન્સ રજૂ ન કરી શકાતા તંત્ર દ્વારા તમામ 12 નંગ ગેસ બોટલ કબજે લેવામાં આવ્યા હતા.

તમામ બોટલો સીઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ

કાલોલ મામલતદાર દ્વારા ગેરકાયદેસર રીતે સંગ્રહિત કરવામાં આવેલા તમામ 12 ગેસ સિલિન્ડરને ઘટનાસ્થળે જ સીઝ કરી દેવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા આ મામલે પંચનામું કરી આરોપી વિરુદ્ધ આવશ્યક ચીજવસ્તુ ધારા અને અન્ય સંબંધિત કાયદાઓ હેઠળ કડક કાર્યવાહી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રહેણાંક વિસ્તારમાં આ રીતે જોખમી રીતે ગેસ બોટલોનો સંગ્રહ કરવા પાછળનો હેતુ શું હતો અને તેની પાછળ અન્ય કોણ સંડોવાયેલું છે તે દિશામાં પણ તપાસ તેજ કરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0