Bharuch News: વાગરામાં સાચવેલ બ્રિજ પરથી ટ્રક ખાડીમાં ખાબક્યો, 1 નું મોત

Jul 23, 2026 - 19:30
Bharuch News: વાગરામાં સાચવેલ બ્રિજ પરથી ટ્રક ખાડીમાં ખાબક્યો, 1 નું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. વાગરાના સાચવેલ ગામ નજીક આવેલા બ્રિજ પરથી એક ભારદારી ટ્રક અચાનક ચાલાકનો કાબૂ ગુમાવતા બ્રિજ નીચે આવેલી ખાડીમાં ખાબક્યો હતો. બ્રિજ પરથી મોટો ભારેખમ ટ્રક નીચે પડતાં જ આસપાસના ગ્રામીણ વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ હતી અને લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.

ONGC ની ફાયર ટીમ અને પોલીસે ક્રેનની મદદથી હાથ ધર્યું રેસ્ક્યુ

અકસ્માતની આ ભયજનક ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો અને ONGC ની ફાયર ટીમ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી. ખાડીમાં ખાબકેલા અને કચડાઈ ગયેલા ભારે ટ્રકને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી. ક્રેન વડે ટ્રકને ઊંચકીને હાથ ધરવામાં આવેલી રાહત અને બચાવ કામગીરી દરમિયાન ટ્રકમાંથી 1 વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો.

પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની તપાસ હાથ ધરી

ઘટનાસ્થળે પહોંચેલી વાગરા પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે. અકસ્માતમાં જીવ ગુમાવનાર વ્યક્તિની ઓળખ મેળવવા તેમજ અકસ્માત કયા સંજોગોમાં કે કયા કારણોસર સર્જાયો તે દિશામાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચો - Bharuch: ઝઘડિયામાં જળબંબાકાર વચ્ચે ધોલી ડેમ 80 ટકા ભરાયો, હેઠવાસના 13 ગામોને સાવચેત કરાયા


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0