Panchmahal: શહેરા પંથકમાં મહિલાઓએ પુરુષ વેશમાં સજ્જ થઈ ધાડ પાડવાની વિધિ કરી

Sep 10, 2026 - 04:00
Panchmahal: શહેરા પંથકમાં મહિલાઓએ પુરુષ વેશમાં સજ્જ થઈ ધાડ પાડવાની વિધિ કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

શહેરા સહિત સમગ્ર જિલ્લામાં ચાલુ ચોમાસે વરસાદ ખેંચાતાં મકાઈ, ડાંગર સહિતના ખેતી પાકોને લઈને ધરતીપુત્રો ભારે ચિંતિત બન્યા છે. કુદરતને પ્રસન્ન કરવા અને મેઘરાજાને મનાવવા માટે તાલુકાના સાજીવાવ અને મહેલાણ સહિત અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં પૂર્વજોના સમયથી ચાલી આવતી ધાડ પાડવાની અનોખી લોકપરંપરા પુનઃ જીવંત થઈ ઉઠી હતી. જ્યારે વરસાદ ખેંચાય ત્યારે મહિલાઓ પુરુષોનો વેશ ધારણ કરીને પડોશી ગામમાંથી ગાયોનું ધણ વાળી લાવે તો ઇન્દ્રદેવ પ્રસન્ન થતા હોવાની લોકમાન્યતા છે.

શહેરા સહિત સમગ્ર જિલ્લામાં વરસાદ ખેંચાતા ઊભો પાક પાણી વિના સૂકાઈ જવાની અને ખેતી સંપૂર્ણ નિષ્ફ્ળ જવાની ભીતિ સેવાઈ રહી છે. આવી ગંભીર પરિસ્થિતિમાં વરસાદને રીઝવવા અને કુદરતને પ્રસન્ન કરવા માટે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વર્ષો જૂની અને અનોખી લોકપરંપરા પુનઃ જીવંત થઈ ઉઠી હતી.

તાલુકાના સાજીવાવ અને મહેલાણ સહિતના વિવિધ ગામોમાં ગ્રામજનોએ મેઘરાજાને મનાવવા માટે પૂર્વજોના સમયથી ચાલી આવતી પરંપરા ધાડ કાઢી હતી. મહિલાઓએ વિધિવત ઉપવાસ રાખીને પુરુષોના વસ્ત્ર્રો પરિધાન કર્યા હતા. હાથમાં લાકડીઓ, ડંડા, ધજા, શ્રીફ્ળ સાથે મહિલાઓ રસ્તા પર ઉતરી પડી હતી.

હોકારા-દેકારા અને ચીચિયારીઓ સાથે મહિલાઓ પગપાળા એક ગામથી બીજા ગામ ગયા હતા. સાજીવાવ ગામની મહિલાઓ મહેલાણ ગામે પહોંચીને ફ્ળિયા અને મહોલ્લામાં બાંધેલા પશુઓ તથા ગાયોના ધણને છોડાવીને પોતાના ગામ તરફ્ વાળી લાવવાની રસપ્રદ વિધિ કરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0