Panchmahal: શહેરાના સાધરા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

Oct 5, 2026 - 04:00
Panchmahal: શહેરાના સાધરા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

શહેરા તાલુકાના સાધરા ગામની પ્રાથમિક શાળા ખાતે પ્રજાજનોના પ્રશ્નો અને વિવિધ સરકારી કામગીરીનો ઘરઆંગણે જ ઝડપી તથા પારદર્શી ઉકેલ લાવવાના આશય સાથે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં એક જ છત નીચે વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓનો સ્થળ પર જ લાભ મળી જતાં ગ્રામજનોમાં સંતોષ અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમમાં વાડી જિલ્લા પંચાયત સદસ્ય સુરેશ સિંહ સોલંકી , ભાજપ અગ્રણી અરવિંદસિંહ સોલંકી ,સંજયભાઈ બારીયા સહિત ગ્રામજનો અને સરપંચો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં સાધરા ઉપરાંત ખરોલી, ભુરખલ, ભાટના મુવાડા, બીલીથા, બોરડી, ભીમથલ તેમજ તરસંગ સહિતના આસપાસના ગ્રામજનો માટે સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.અરજદારોની સુવિધા માટે શાળા પરિસરમાં મહેસૂલ વિભાગ, પંચાયત વિભાગ, આયુષ્માન ભારત કાર્ડ,જાતિ પ્રમાણપત્ર અને આવકના દાખલા, વિધવા પુનઃસ્થાપન સહાય, આધાર કાર્ડ અપડેટ, રેશનકાર્ડને લગતી વિવિધ કામગીરી તથા આરોગ્ય વિષયક સેવાઓ માટે અલગ-અલગ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા.અહીં ઉપસ્થિત વિવિધ વિભાગના જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓએ અરજદારોની અરજીઓનો સ્થળ પર જ ત્વરિત અને સંતોષકારક ઉકેલ લાવ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0