Panchmahalમાં PSI મેહુલ ભરવાડ રૂપિયા 1 લાખની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા

Feb 17, 2025 - 09:30
Panchmahalમાં PSI મેહુલ ભરવાડ રૂપિયા 1 લાખની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પંચમહાલના હાલોલ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં PSI તરીકે ફરજ બજાવતા મેહુલ ભરવાડ એસીબીના હાથે રૂપિયા એક લાખની લાંચ લેતા ઝડપાઈ ગયા છે. ફરિયાદી પાસેથી પહેલા રૂપિયા 2.50 લાખની માંગ કરી હતી અને રકઝક કરીને અંતે એક લાખ રૂપિયા નક્કી કર્યા પરંતુ પીએસઆઈ રૂપિયા લે છે અને તરત તે એસીબીના હાથે ઝડપાઈ જાય છે,ગુનામાં મારઝુડ અને હેરાન નહીં કરવા માંગી હતી લાંચ,ગોધરા એસીબીએ આ કાર્યવાહી કરી હોવાની વાત સામે આવી છે.

ગુનામાં માર નહી મારવા માંગી લાંચ

ફરીયાદીને હાલોલ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે નોધાયેલા ગુનામાં વોન્ટેડ જાહેર કરી, આ ગુનામાં મારઝૂડ નહી કરવાના અને હેરાન નહી કરવા માટે રૂપિયા -૨,૫૦,000/-(અઢી લાખ રૂપિયા) ની લાંચની માંગણી કરેલ, ત્યારબાદ ફરીયાદીએ ૧,૦૦,૦૦૦/-(એક લાખ રૂપિયા) ની સગવડ થઇ તેમ જણાવતા અંતે આ કામના આરોપીએ જેટલા રૂપિયાની સગવડ થઇ હોય એટલા લઇ આવવા જણાવતા, ફરીયાદીએ એ.સી.બીનો સંપર્ક કરી ફરીયાદ આપતા ફરીયાદીની ફરીયાદ આધારે લાંચના છટકા દરમિયાન આરોપીનાએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચની રકમ સ્વીકારી, લાંચના છટકા દરમિયા ફરીયાદી પાસેથી રૂપિયા-૧,૦૦,૦૦૦/-(એક લાખ રૂપિયા) સ્વીકારી પકડાઇ ગયા.

ફરીયાદી:-

એક જાગૃત નાગરીક

આરોપી: -

મેહુલકુમાર રમેશભાઈ ભરવાડ, પ્રો.પોલીસ સબ ઇન્સ્પેકટર વર્ગ-૩, હાલોલ ગ્રામ્ય પોલીસ સ્ટેશન જી.પંચમહાલ

ટ્રેપની તારીખ : ૧૬/૦૨/૨૦૨૫

લાંચની માંગણીની રકમ: - રૂ.૨,૫૦,,૦૦૦/-

લાંચની સ્વીકારેલ રકમ: રૂ.૧૦૦,૦૦૦/-

લાંચની રીકવર કરેલ રકમ:- રૂ.૧૦૦,૦૦૦/-

ટ્રેપનુ સ્થળ: -

હાલોલ ગ્રામ્ય પોલીસ સ્ટેશન

ટ્રેપિંગ અધિકારી: -

આર.બી.પ્રજાપતિ, ઇન્ચાર્જ ફિલ્ડ પો.ઇન્સ.

એ.સી.બી. પંચમહાલ એકમ, ગોધરા. તથા એ.સી.બી. સ્ટાફ

અધિકારીઓ સામે લેવાયા પગલા

ગુજરાતમાં અધિકારીઓ લાંચ લઈ મોટા ફાર્મ હાઉસ,સોના અને વિવિધ મિલકતોમાં રોકાણ કરતા હોય છે,ગુજરાતમાં સાગઠિયા જેવા ઘણા અધિકારીઓ એવા હશે કે જેની પાસે અઢળક મિલકતો હતો, આવા અધિકારીઓ સામે આવક કરતાં વધુ સંપત્તિનો કેસ દાખલ થયા પછી મિલકતો જપ્ત કરવા કોર્ટ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.કેસ દાખલ થયા પછી સરકાર અપ્રમાણસરની મિલકતો જપ્ત કરી શકશે. આ ઉપરાંત જામીન માટે પણ આકરા નિયમો ઘડવામાં આવી શકે છે.ઘણા કિસ્સાઓ એવા પણ બન્યા છે જેમાં અધિકારીઓને જેલ થયા પછી જામીન મળી જતા હોય છે,ઘણા અધિકારીઓ એવા પણ છે કે જેઓ બીજાના નામે સંપતિ લેતા હોય છે ત્યારે આવા અધિકારીઓએ પણ સચેત થવું જરૂરી છે,ગુજરાતમાં ઘણા અધિકારીઓ એવા છે કે જે સામન્ય નાગરિક પાસે પણ લાંચ લેવામાં અટકાતા નથી,તો ઘણા અધિકારીઓ એવા છે કે જે સરકાર પગાર આપે તેમાં જ તેમનું ગુજરાન ચલાવતા હોય છે.

કોઈ તમારી પાસે લાંચ માંગે તો કરો એસીબીનો સંપર્ક

ગુજરાતમા એસીબી વિભાગ લાંચને લઈ સતર્ક છે,જો તમારી પાસે કોઈ અધિકારી કામ કરાવવાને લઈ લાંચ માંગે તો તમે એસીબીનો સંપર્ક કરી શકો છે 1064 આ નંબર એસીબીનો ટોલ ફ્રી નંબર છે જેમાં તમે અધિકારીનું નામ અને જે જગ્યાએ ફરજ બજાવતા હોય તેની વિગત આપી શકો છો ત્યારબાદ એસીબી તમારો સંપર્ક કરશે અને ટ્રેપ સફળ બનાવી શકે છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0