Palitana: ઇતિહાસમાં સૌપ્રથમવાર 32 સંયમી ભગવંતો સહિત 123 ભાવિકોના માસક્ષમણની સાધના

સંયમી ભગવંતો સાથે માસક્ષમણનો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે છેલ્લા આઠ વર્ષમાં જૈન ધર્મની સૌથી કઠિન માસક્ષમણની તપસ્યા ધ્યાનદર્શિતાશ્રીજીએ કોઈ જ અત્તરવાયણા કર્યા વિના માસક્ષમણ તપ કર્યું પૂજ્યપાદ પ્રભાવશાળી આચાર્યપ્રવર ધર્મ સૂર્યોદયસૂરીશ્વરજી મ.સાં. ના પટ્ટાલંકાર પૂ. સિદ્ધહસ્તસર્જક જૈનાચાર્ય રાજરત્નસુરીશ્વરજી મ.સાં. ૧૯ વર્ષે પાલીતાણામાં ચાતુર્માસ માટે પધાર્યા છે અને હાલમાં સો સંયમી ભગવંતો સાથે માસક્ષમણનો ભવ્યાતિભવ્ય મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, આ પૂર્વે જૈનાચાર્ય મુંબઈ અને વડોદરા ના ચાતુર્માસોમાં છેલ્લા આઠ વર્ષમાં જૈન ધર્મની સૌથી કઠિન માસક્ષમણ (સળંગ ૩૦ ઉપવાસ) ની તપસ્યા ૨૩૫૮ ની સંખ્યામાં ભાવિક જૈનોને કરાવી હતી, એ દરમિયાન એમને ભાવ થયો કે, મારે પણ માસક્ષમણની સાધના કરવી છે જૈન ધર્મના અનેકવિધ મોટા કાર્યોની જવાબદારી તથા વધુ સંખ્યામાં સાધુ સાધ્વીજીની કાળજી લેવાની જવાબદારી હોવાથી આ તપ એમની માટે ખૂબ જ મુશ્કેલ હતું, જૈનાચાર્યો આ પૂર્વે સળંગ બે ઉપવાસ પણ માત્ર એક જ વાર કર્યા હોવા છતાં પાલીતાણાના આદિનાથદાદા પરની અંપ્રતિમ શ્રદ્ધાના કારણે આ સાધનામાં તેઓ સવાયા સફળ થયા છે, વિશેષતાઓ સભર વરઘોડો યોજાશે આ દીર્ધ તપના યોજાયેલ મહોત્સવના મુખ્ય કાર્યક્રમો પૈકી આગામી તા. ૨૪/૮ સવારે ૭:૦૦ કલાકે વિશેષતાઓ સભર વરઘોડો બાદમાં બપોરે ૨:૩૦ કલાકે પાલીતાણામાં સ્થિત ૨૫ આચાર્ય ભગવંતો તથા ચિક્કાર ભાવિકો સાથેની તપ અનુમોદન મહાસભા તેમજ સાંજે જય તળેટીએ મહાપૂજા તથા તા. ૨૫/૮ ના સવારે ૭:૩૦ કલાકે પારણાનો જાજરમાન સમારોહ યોજાશે તેમજ વિશેષમાં આશ્ચર્યરૂપે જેનાચાર્યની પ્રેરણાથી પાલીતાણામાં ૭૨૦૦૦ સ્ક્વેર ફીટના વિશાળ ભૂમિ ખંડ ઉપર શેત્રુંજય સૂર્યોદયધામ નામે ભવ્ય આરાધના સંકુલના નિર્માણનો નિર્ણય થયેલ છે જેમાં શિખરબદ્ધ જિનાલય, ઉપાશ્રય વૃદ્ધ સંયમીઓની સેવા માટે સ્થિરવાસ તેમજ વિશાળ ધર્મશાળાનું નિર્માણ પણ થશે તેવું જણાવેલ. ૧૧ વર્ષીય બાલમુની જીના રત્નવિજયજીનું માસક્ષમણ તપ જ્યારે પવિત્ર ભુમિ પાલીતાણામાં સૌપ્રથમવાર જ જૈનાચાર્ય સાથે ૩૨ સંયમી ભગવંતો સહિત કુલ ૧૨૩ ભાવિકોએ માસક્ષમણ તપ કર્યું હોઈ એવી ઘટના ઘટી છે એમાંની અમુક બાબતો તો હેરત પમાડી દે તેવી છે જેવી કે,૧) સવ્યમ જૈનચાર્યનું માસક્ષમણ તપ, ૨) ૧૧ વર્ષીય બાલમુની જીના રત્નવિજયજીનું માસક્ષમણ તપ, ૩) એક જ પરિવારના દીક્ષિત થયેલ ચારેય સંયમી ભગવંતોના માસક્ષમણ તપ કર્યું, ૪) સળંગ ૧૦૦૮ આયંબિલ તપ કરી પારણા બાદ તુરત અઢી માસ પછી ફરી સળંગ ૭૭૦ આયંબિલ કરનાર સાધ્વીજી ધ્યાનદર્શિતાશ્રીજી મ.સાં. નું કોઈ જ અત્તરવાયણા કર્યા વિના માસક્ષમણ તપ કર્યું.

Palitana: ઇતિહાસમાં સૌપ્રથમવાર 32 સંયમી ભગવંતો સહિત 123 ભાવિકોના માસક્ષમણની સાધના

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સંયમી ભગવંતો સાથે માસક્ષમણનો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે
  • છેલ્લા આઠ વર્ષમાં જૈન ધર્મની સૌથી કઠિન માસક્ષમણની તપસ્યા
  • ધ્યાનદર્શિતાશ્રીજીએ કોઈ જ અત્તરવાયણા કર્યા વિના માસક્ષમણ તપ કર્યું

પૂજ્યપાદ પ્રભાવશાળી આચાર્યપ્રવર ધર્મ સૂર્યોદયસૂરીશ્વરજી મ.સાં. ના પટ્ટાલંકાર પૂ. સિદ્ધહસ્તસર્જક જૈનાચાર્ય રાજરત્નસુરીશ્વરજી મ.સાં. ૧૯ વર્ષે પાલીતાણામાં ચાતુર્માસ માટે પધાર્યા છે અને હાલમાં સો સંયમી ભગવંતો સાથે માસક્ષમણનો ભવ્યાતિભવ્ય મહોત્સવ ઉજવાઈ રહ્યો છે,

આ પૂર્વે જૈનાચાર્ય મુંબઈ અને વડોદરા ના ચાતુર્માસોમાં છેલ્લા આઠ વર્ષમાં જૈન ધર્મની સૌથી કઠિન માસક્ષમણ (સળંગ ૩૦ ઉપવાસ) ની તપસ્યા ૨૩૫૮ ની સંખ્યામાં ભાવિક જૈનોને કરાવી હતી, એ દરમિયાન એમને ભાવ થયો કે, મારે પણ માસક્ષમણની સાધના કરવી છે જૈન ધર્મના અનેકવિધ મોટા કાર્યોની જવાબદારી તથા વધુ સંખ્યામાં સાધુ સાધ્વીજીની કાળજી લેવાની જવાબદારી હોવાથી આ તપ એમની માટે ખૂબ જ મુશ્કેલ હતું, જૈનાચાર્યો આ પૂર્વે સળંગ બે ઉપવાસ પણ માત્ર એક જ વાર કર્યા હોવા છતાં પાલીતાણાના આદિનાથદાદા પરની અંપ્રતિમ શ્રદ્ધાના કારણે આ સાધનામાં તેઓ સવાયા સફળ થયા છે,

વિશેષતાઓ સભર વરઘોડો યોજાશે

આ દીર્ધ તપના યોજાયેલ મહોત્સવના મુખ્ય કાર્યક્રમો પૈકી આગામી તા. ૨૪/૮ સવારે ૭:૦૦ કલાકે વિશેષતાઓ સભર વરઘોડો બાદમાં બપોરે ૨:૩૦ કલાકે પાલીતાણામાં સ્થિત ૨૫ આચાર્ય ભગવંતો તથા ચિક્કાર ભાવિકો સાથેની તપ અનુમોદન મહાસભા તેમજ સાંજે જય તળેટીએ મહાપૂજા તથા તા. ૨૫/૮ ના સવારે ૭:૩૦ કલાકે પારણાનો જાજરમાન સમારોહ યોજાશે તેમજ વિશેષમાં આશ્ચર્યરૂપે જેનાચાર્યની પ્રેરણાથી પાલીતાણામાં ૭૨૦૦૦ સ્ક્વેર ફીટના વિશાળ ભૂમિ ખંડ ઉપર શેત્રુંજય સૂર્યોદયધામ નામે ભવ્ય આરાધના સંકુલના નિર્માણનો નિર્ણય થયેલ છે જેમાં શિખરબદ્ધ જિનાલય, ઉપાશ્રય વૃદ્ધ સંયમીઓની સેવા માટે સ્થિરવાસ તેમજ વિશાળ ધર્મશાળાનું નિર્માણ પણ થશે તેવું જણાવેલ.

૧૧ વર્ષીય બાલમુની જીના રત્નવિજયજીનું માસક્ષમણ તપ

જ્યારે પવિત્ર ભુમિ પાલીતાણામાં સૌપ્રથમવાર જ જૈનાચાર્ય સાથે ૩૨ સંયમી ભગવંતો સહિત કુલ ૧૨૩ ભાવિકોએ માસક્ષમણ તપ કર્યું હોઈ એવી ઘટના ઘટી છે એમાંની અમુક બાબતો તો હેરત પમાડી દે તેવી છે જેવી કે,૧) સવ્યમ જૈનચાર્યનું માસક્ષમણ તપ, ૨) ૧૧ વર્ષીય બાલમુની જીના રત્નવિજયજીનું માસક્ષમણ તપ, ૩) એક જ પરિવારના દીક્ષિત થયેલ ચારેય સંયમી ભગવંતોના માસક્ષમણ તપ કર્યું, ૪) સળંગ ૧૦૦૮ આયંબિલ તપ કરી પારણા બાદ તુરત અઢી માસ પછી ફરી સળંગ ૭૭૦ આયંબિલ કરનાર સાધ્વીજી ધ્યાનદર્શિતાશ્રીજી મ.સાં. નું કોઈ જ અત્તરવાયણા કર્યા વિના માસક્ષમણ તપ કર્યું.