Surendranagar: લખતરમાં PGVCL કચેરીમાં ગ્રાહકોનો હલ્લાબોલ, વીજ પુરવઠો ખોરવાતા ગ્રામજનો અકળાયા

સુરેન્દ્રનગરના લખતરમાં PGVCL કચેરીમાં ગ્રાહકોએ હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. લખતરના ગણાદ ગામમાં PGVCL કચેરીમાં હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. છેલ્લા ત્રણ દિવસથી વીજ પુરવઠો ખોરવાતા ગ્રામજનો અકળાયા હતા અને કંટાળીને આ અંગે લખતરમાં PGVCL કચેરીમાં આવેદન પાઠવ્યું હતું.રાત્રિના સમયે છેલ્લા ત્રણ દિવસથી વીજ પુરવઠો ખોરવાતો હોવાની રજૂઆત PGVCL કોલ સેન્ટરમાં ફોન ન ઉઠાવતા હોવાની ફરિયાદ પણ સામે આવી છે અને જેને લઈને નાયબ કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે લખતર તાલુકાના ઘણાદ ગામ ખાતે ત્રણ દિવસથી પીજીવીસીએલના વીજ પુરવઠાના ધાંધિયા થવાથી ગણાદ ગામના ગ્રામજનો દ્વારા વારંવાર પીજીવીસીએલના કોલ સેન્ટરમાં કોલ કરી રીપેરીંગ કરવા માટે અથવા રાત્રિના સમયે છેલ્લા ત્રણ દિવસથી વીજ પુરવઠો ખોરવાતો હોવાની રજૂઆત કરવા માટે કોલ સેન્ટરમાં કોલ કર્યા હતા પણ કોલ સેન્ટરમાંથી કોઈ પણ પ્રકારનો જવાબ મળતો નહતો. પીજીવીસીએલ ઓફિસ ખાતે હલ્લાબોલ કરવામાં આવ્યો કોઈ પણ પ્રકારનો જવાબને ના મળતા ગ્રામજનો દ્વારા અને સરપંચ ભરતભાઈ પટેલ દ્વારા લખતર જીઈબીના નાયબ ઈજનેર કે.જે પરમારને કોલ કર્યો હતો અને બીજા દ્વારા રાત્રિના બે વાગ્યે કોલ ના કરવો તેવું ઉપસરપંચને જણાવ્યું હતું. ત્યારે ગામના સરપંચ અને ઉપસરપંચ તેમજ ગ્રામજનો દ્વારા આજ રોજ સવારે પીજીવીસીએલ ઓફિસ ખાતે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો અને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. વીજ લાઈનની અંદર થતાં ફોલ્ટ દૂર કરવા માટેની ગણાદ ગામના ગ્રામજનોને હૈયે ધારણા આપવામાં આવી ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ દિવસથી રાત્રિના દરમિયાન ગણાદ ગામમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જવાના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, રજૂઆતને અનુસંધાને નાયબ ઈજનેર કે.જે પરમાર દ્વારા ગ્રામજનોની રજૂઆત સાંભળી અને તાત્કાલિક ધોરણે વીજ પુરવઠો ચાલુ કરવા તેમજ વીજ લાઈનની અંદર થતાં ફોલ્ટ દૂર કરવા માટેની ગણાદ ગામના ગ્રામજનોને હૈયે ધારણા આપવામાં આવી હતી. મોટી સંખ્યામાં લોકો કચેરીએ પહોંચ્યા ત્યારે ગ્રામજનો દ્વારા વહેલી તકે વીજ ફોલ્ટ દૂર કરવામાં નહીં આવે તો વડી કચેરી ખાતે ગ્રામજનો તેમજ અન્ય ગામના ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવશે. આવેદન આપવા માટે ઉપસરપંચ ભરતભાઈ ગોહિલ, સરપંચ ભરતભાઈ પટેલ અને ઘણા ગ્રામ પંચાયતના સદસ્યો અને અન્ય ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. 

Surendranagar: લખતરમાં PGVCL કચેરીમાં ગ્રાહકોનો હલ્લાબોલ, વીજ પુરવઠો ખોરવાતા ગ્રામજનો અકળાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગરના લખતરમાં PGVCL કચેરીમાં ગ્રાહકોએ હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. લખતરના ગણાદ ગામમાં PGVCL કચેરીમાં હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. છેલ્લા ત્રણ દિવસથી વીજ પુરવઠો ખોરવાતા ગ્રામજનો અકળાયા હતા અને કંટાળીને આ અંગે લખતરમાં PGVCL કચેરીમાં આવેદન પાઠવ્યું હતું.

રાત્રિના સમયે છેલ્લા ત્રણ દિવસથી વીજ પુરવઠો ખોરવાતો હોવાની રજૂઆત

PGVCL કોલ સેન્ટરમાં ફોન ન ઉઠાવતા હોવાની ફરિયાદ પણ સામે આવી છે અને જેને લઈને નાયબ કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે લખતર તાલુકાના ઘણાદ ગામ ખાતે ત્રણ દિવસથી પીજીવીસીએલના વીજ પુરવઠાના ધાંધિયા થવાથી ગણાદ ગામના ગ્રામજનો દ્વારા વારંવાર પીજીવીસીએલના કોલ સેન્ટરમાં કોલ કરી રીપેરીંગ કરવા માટે અથવા રાત્રિના સમયે છેલ્લા ત્રણ દિવસથી વીજ પુરવઠો ખોરવાતો હોવાની રજૂઆત કરવા માટે કોલ સેન્ટરમાં કોલ કર્યા હતા પણ કોલ સેન્ટરમાંથી કોઈ પણ પ્રકારનો જવાબ મળતો નહતો.

પીજીવીસીએલ ઓફિસ ખાતે હલ્લાબોલ કરવામાં આવ્યો

કોઈ પણ પ્રકારનો જવાબને ના મળતા ગ્રામજનો દ્વારા અને સરપંચ ભરતભાઈ પટેલ દ્વારા લખતર જીઈબીના નાયબ ઈજનેર કે.જે પરમારને કોલ કર્યો હતો અને બીજા દ્વારા રાત્રિના બે વાગ્યે કોલ ના કરવો તેવું ઉપસરપંચને જણાવ્યું હતું. ત્યારે ગામના સરપંચ અને ઉપસરપંચ તેમજ ગ્રામજનો દ્વારા આજ રોજ સવારે પીજીવીસીએલ ઓફિસ ખાતે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો અને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.

વીજ લાઈનની અંદર થતાં ફોલ્ટ દૂર કરવા માટેની ગણાદ ગામના ગ્રામજનોને હૈયે ધારણા આપવામાં આવી

ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ દિવસથી રાત્રિના દરમિયાન ગણાદ ગામમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જવાના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, રજૂઆતને અનુસંધાને નાયબ ઈજનેર કે.જે પરમાર દ્વારા ગ્રામજનોની રજૂઆત સાંભળી અને તાત્કાલિક ધોરણે વીજ પુરવઠો ચાલુ કરવા તેમજ વીજ લાઈનની અંદર થતાં ફોલ્ટ દૂર કરવા માટેની ગણાદ ગામના ગ્રામજનોને હૈયે ધારણા આપવામાં આવી હતી.

મોટી સંખ્યામાં લોકો કચેરીએ પહોંચ્યા

ત્યારે ગ્રામજનો દ્વારા વહેલી તકે વીજ ફોલ્ટ દૂર કરવામાં નહીં આવે તો વડી કચેરી ખાતે ગ્રામજનો તેમજ અન્ય ગામના ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવશે. આવેદન આપવા માટે ઉપસરપંચ ભરતભાઈ ગોહિલ, સરપંચ ભરતભાઈ પટેલ અને ઘણા ગ્રામ પંચાયતના સદસ્યો અને અન્ય ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.