Ahmedabad રેલવે પોલીસે દિવાળીમાં ટ્રેનમાં થતી ચોરી અટકાવવા બનાવ્યો ખાસ પ્લાન

દિવાળીના તહેવારોમાં ટ્રેનમાં ચોર ટોળકી થાય છે સક્રિય.ટ્રેનમાં મુસાફરોના કિંમતી સામાનનું રક્ષણ કરવા રેલવે પોલીસે બનાવ્યો એક્શન પ્લાન.પોલીસની સાથે સ્ટેશનના કુલીઓ અને રીક્ષા ચાલકો પણ રાખશે ચોર ટોળકી પર નજર. રેલવે પોલીસે સોશિયલ મીડિયા દ્વારા શરૂ કર્યું સુરક્ષા અભિયાન.જાણો કેવી રીતે પોલીસ કરશે મુસાફરોની રક્ષા. ટ્રેનમાં ચોરી થતી અટકાવવાનો પ્રયાસ દિવાળીના તહેવારોમાં ટ્રેનમાં મુસાફરી કરતા લોકોના કિંમતી વસ્તુઓની ચોરીનું પ્રમાણ વધે છે.ટ્રેનમાં વેકેશનના કારણે મોટી સંખ્યામાં લોકો મુસાફરી કરતા હોય છે.આ દરમિયાન ચોર ટોળકી તેઓના મોબાઈલ, સોના ચાંદીની દાગીના, રોકડ કે કિંમતી વસ્તુઓની ચોરીને અંજામ આપે છે.આ ટોળકી મુસાફરનાના સ્વાગમાં મુસાફરી કરીને ચોરી કરે છે.તહેવારોમાં આ ટોળકી વધુ સક્રિય થઈ છે.ત્યારે રેલવે પોલીસે આ ટોળકીને પકડવા અને મુસાફરોના કિંમતી વસ્તુઓને સાચવવાનું ઝુંબેશ શરૂ કરી છે. કુલ્લીઓ પણ રાખશે ગુનેગાર પર નજર જે અંતર્ગત અમદાવાદ રેલવે પોલીસે જાહેર જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરીને લોકોને જાગૃત કર્યા.આ સાથે ચોર ટોળકીને પકડવા માટે રેલવે સ્ટેશન પર કામ કરી રહેલા ફુલીઓ, રિક્ષા/ટેકસી ચાલકો, વેન્ડરો,આંગડીયા પેઢીના કર્મચારીઓ સાથે બેઠક કરી.પોલીસે વોટ્સએપ પર એક ગ્રુપ બનાવ્યું છે જેમાં તમામ લોકોને એડ કર્યા છે.જેથી તેઓ રેલવે સ્ટેશન પર થતી શંકાસ્પદ લોકોની હિલચાલ પર નજર રાખીને પોલીસને જાણ કરી શકે.જેથી ચોર ટોળકી કે અન્ય ગુનેગારોને સરળતાથી પકડી શકાય.આ ઝુંબેશ અંતર્ગત દિવાળીના તહેવારોમાં ફક્ત પોલીસ જ નહીં પરંતુ કુલ્લીઓ પણ ગુનેગારો પર નજર રાખશે. અલગ-અલગ ટીમો બનાવી મહત્વનું છે કે અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર દિવાળીના તહેવારને લઈને મુસાફરોની ખુબજ ભીડ રહેતી હોય છે જેથી રેલવે ટ્રેનોમાં ચેઇન, લેડીઝ પર્સ, મોબાઇલ સ્નેચીંગ, બેગ ચોરી તથા લુંટના બનાવો બનતા હોય છે. જેને અટકાવવા ગુજરાત રેલવે પોલીસ અને RPF દ્વારા ટ્રેનોમાં સંયુકત પેટ્રોલીંગ અને ચેકીંગ શરૂ કર્યું છે.જેમાં શકાસ્પદ લોકો અને ચોર ટોળકીને પકડવા પોલીસ જુદી જુદી ટીમો બનાવી છે. ચોર ટોળકીથી રહો સાવધાન આ ઉપરાંત રેલવે પોલીસે કાયદાની જાણકારી અને ચોર ટોળકીથી સાવચેત રહેવા માટેની જાગૃતતા પત્રિકા ટ્રેનમાં મુસાફરી કરી રહેલા લોકોને આપવાનું ઝુંબેશ શરૂ કર્યું છે..જેથી મુસાફરો પણ પોતાની કિંમતી વસ્તુઓનું રક્ષણ કરી શકે અને નવા કાયદાના જાણકાર થઈ શકે.રેલવે પોલીસે આગામી તહેવારોને લઈને સુરક્ષા બંદોબસ્તની સાથે જાગૃતતા અભિયાન પણ શરૂ કર્યું છે.. જેના દ્વારા દરેક મુસાફરનો કિંમતી વસ્તુઓનું રક્ષણ તો થાય સાથે તેઓ સલામતીને લઈને જાગૃત પણ બની શકે.

Ahmedabad રેલવે પોલીસે દિવાળીમાં ટ્રેનમાં થતી ચોરી અટકાવવા બનાવ્યો ખાસ પ્લાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દિવાળીના તહેવારોમાં ટ્રેનમાં ચોર ટોળકી થાય છે સક્રિય.ટ્રેનમાં મુસાફરોના કિંમતી સામાનનું રક્ષણ કરવા રેલવે પોલીસે બનાવ્યો એક્શન પ્લાન.પોલીસની સાથે સ્ટેશનના કુલીઓ અને રીક્ષા ચાલકો પણ રાખશે ચોર ટોળકી પર નજર. રેલવે પોલીસે સોશિયલ મીડિયા દ્વારા શરૂ કર્યું સુરક્ષા અભિયાન.જાણો કેવી રીતે પોલીસ કરશે મુસાફરોની રક્ષા.

ટ્રેનમાં ચોરી થતી અટકાવવાનો પ્રયાસ

દિવાળીના તહેવારોમાં ટ્રેનમાં મુસાફરી કરતા લોકોના કિંમતી વસ્તુઓની ચોરીનું પ્રમાણ વધે છે.ટ્રેનમાં વેકેશનના કારણે મોટી સંખ્યામાં લોકો મુસાફરી કરતા હોય છે.આ દરમિયાન ચોર ટોળકી તેઓના મોબાઈલ, સોના ચાંદીની દાગીના, રોકડ કે કિંમતી વસ્તુઓની ચોરીને અંજામ આપે છે.આ ટોળકી મુસાફરનાના સ્વાગમાં મુસાફરી કરીને ચોરી કરે છે.તહેવારોમાં આ ટોળકી વધુ સક્રિય થઈ છે.ત્યારે રેલવે પોલીસે આ ટોળકીને પકડવા અને મુસાફરોના કિંમતી વસ્તુઓને સાચવવાનું ઝુંબેશ શરૂ કરી છે.


કુલ્લીઓ પણ રાખશે ગુનેગાર પર નજર

જે અંતર્ગત અમદાવાદ રેલવે પોલીસે જાહેર જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરીને લોકોને જાગૃત કર્યા.આ સાથે ચોર ટોળકીને પકડવા માટે રેલવે સ્ટેશન પર કામ કરી રહેલા ફુલીઓ, રિક્ષા/ટેકસી ચાલકો, વેન્ડરો,આંગડીયા પેઢીના કર્મચારીઓ સાથે બેઠક કરી.પોલીસે વોટ્સએપ પર એક ગ્રુપ બનાવ્યું છે જેમાં તમામ લોકોને એડ કર્યા છે.જેથી તેઓ રેલવે સ્ટેશન પર થતી શંકાસ્પદ લોકોની હિલચાલ પર નજર રાખીને પોલીસને જાણ કરી શકે.જેથી ચોર ટોળકી કે અન્ય ગુનેગારોને સરળતાથી પકડી શકાય.આ ઝુંબેશ અંતર્ગત દિવાળીના તહેવારોમાં ફક્ત પોલીસ જ નહીં પરંતુ કુલ્લીઓ પણ ગુનેગારો પર નજર રાખશે.

અલગ-અલગ ટીમો બનાવી

મહત્વનું છે કે અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર દિવાળીના તહેવારને લઈને મુસાફરોની ખુબજ ભીડ રહેતી હોય છે જેથી રેલવે ટ્રેનોમાં ચેઇન, લેડીઝ પર્સ, મોબાઇલ સ્નેચીંગ, બેગ ચોરી તથા લુંટના બનાવો બનતા હોય છે. જેને અટકાવવા ગુજરાત રેલવે પોલીસ અને RPF દ્વારા ટ્રેનોમાં સંયુકત પેટ્રોલીંગ અને ચેકીંગ શરૂ કર્યું છે.જેમાં શકાસ્પદ લોકો અને ચોર ટોળકીને પકડવા પોલીસ જુદી જુદી ટીમો બનાવી છે.

ચોર ટોળકીથી રહો સાવધાન

આ ઉપરાંત રેલવે પોલીસે કાયદાની જાણકારી અને ચોર ટોળકીથી સાવચેત રહેવા માટેની જાગૃતતા પત્રિકા ટ્રેનમાં મુસાફરી કરી રહેલા લોકોને આપવાનું ઝુંબેશ શરૂ કર્યું છે..જેથી મુસાફરો પણ પોતાની કિંમતી વસ્તુઓનું રક્ષણ કરી શકે અને નવા કાયદાના જાણકાર થઈ શકે.રેલવે પોલીસે આગામી તહેવારોને લઈને સુરક્ષા બંદોબસ્તની સાથે જાગૃતતા અભિયાન પણ શરૂ કર્યું છે.. જેના દ્વારા દરેક મુસાફરનો કિંમતી વસ્તુઓનું રક્ષણ તો થાય સાથે તેઓ સલામતીને લઈને જાગૃત પણ બની શકે.