Navsariમાં નશામાં ધૂત કારચાલકે એક યુવાનને ઉડાવી રાહદારીઓને લીધા અડફેટે
નવસારીમાં નશામાં ધૂત કારચાલકે અકસ્માત સર્જયો છે.નશામાં ચૂર કારચાલકે બાઈકસવારને ઉડાવ્યો હતો જેના કારણે બાઈકચાલક ઈજાગ્રસ્ત થયો હતો,કારમાથી દારૂની બોટલો પણ મળી આવી હતી,લોકોએ કારચાલકને ઝડપીને પોલીસને સોંપ્યો હતો,પોલીસે કારચાલકની અટકાયત કરીને વધુ તપાસ હાથધરી છે.કાર ચાલક પાસે જે કાર છે તે સુરત પાસિંગની કાર છે. દારૂ પીને સર્જયો અકસ્માત નવસારીના બંદર રોડ ઉપર નશાની હાલતમાં એક યુવાને અકસ્માત સર્જયો છે,યુવાન એટલી સ્પીડે કાર ચલાવી રહ્યો હતો કે તેણે એક બાઈકચાલકને હવામાં ઉડાવ્યો હતો અને અન્ય રાહદારીઓને અડફેટે લીધા હતા.ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડાયો હતો.પોલીસે આરોપીની અટકાયત કરીને વધુ પૂછપરછ કરી છે,કારમાંથી પોલીસને દારૂની બોટલો પણ મળી આવી છે.આસપાસના સ્થાનિકોનું કહેવું છે કે કાર એટલી સ્પીડમાં હતી કે અકસ્માત જોઈને તો એમ લાગ્યું કે કોઈનું તો મોત થયું જ હશે. પોલીસે હાથધરી તપાસ પોલીસે કારચાલકને પોલીસ સ્ટેશન લઈ જઈને પૂછપરછ કરી છે.ત્યારે કારચાલકે અગાઉ પણ આવી રીતે કઈ અકસ્માતો કર્યા છે કે નહી તેને લઈ પણ પૂછપરછ ચાલી રહી છે,નશો કરીને વાહન ચલાવવું એ કેટલી હદે યોગ્ય છે,તમે તો નશો કરીને ભાનમાં નથી હોતા પણ જે ભાનમાં હોય છે તેની જિંદગી તો પુરી થઈ જાય છે,પોલીસ આવા વાહનચાલકોને કડકમા કડક કાયદાનો પાઠ ભણાવે તે જરૂરી બન્યું છે.કાર ચાલક નવસારીથી સુકત તરફ જઈ રહ્યો હતો અને અકસ્માત સર્જયો. કારચાલક ભાગે તે પહેલા પોલીસે ઝડપ્યો ઘટનાની જાણ થતા આસપાસના લોકોના ટોળે ટોળા ઉમટી પડયા હતા અને કારચાલકને ત્યાંજ પકડીને બેસાડી દીધો હતો અને ત્યારબાદ પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો.ત્યારે કારચાલક ભાગવાની ફિરાકમાં હતો પણ નશો કર્યો હોવાથી તે કારમાંથી નીચે ઉતરવા જાય તે પહેલા જ સ્થાનિકોએ તેને ઝડપ્યો હતો અને ટપલીદાવ કર્યો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
નવસારીમાં નશામાં ધૂત કારચાલકે અકસ્માત સર્જયો છે.નશામાં ચૂર કારચાલકે બાઈકસવારને ઉડાવ્યો હતો જેના કારણે બાઈકચાલક ઈજાગ્રસ્ત થયો હતો,કારમાથી દારૂની બોટલો પણ મળી આવી હતી,લોકોએ કારચાલકને ઝડપીને પોલીસને સોંપ્યો હતો,પોલીસે કારચાલકની અટકાયત કરીને વધુ તપાસ હાથધરી છે.કાર ચાલક પાસે જે કાર છે તે સુરત પાસિંગની કાર છે.
દારૂ પીને સર્જયો અકસ્માત
નવસારીના બંદર રોડ ઉપર નશાની હાલતમાં એક યુવાને અકસ્માત સર્જયો છે,યુવાન એટલી સ્પીડે કાર ચલાવી રહ્યો હતો કે તેણે એક બાઈકચાલકને હવામાં ઉડાવ્યો હતો અને અન્ય રાહદારીઓને અડફેટે લીધા હતા.ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડાયો હતો.પોલીસે આરોપીની અટકાયત કરીને વધુ પૂછપરછ કરી છે,કારમાંથી પોલીસને દારૂની બોટલો પણ મળી આવી છે.આસપાસના સ્થાનિકોનું કહેવું છે કે કાર એટલી સ્પીડમાં હતી કે અકસ્માત જોઈને તો એમ લાગ્યું કે કોઈનું તો મોત થયું જ હશે.
પોલીસે હાથધરી તપાસ
પોલીસે કારચાલકને પોલીસ સ્ટેશન લઈ જઈને પૂછપરછ કરી છે.ત્યારે કારચાલકે અગાઉ પણ આવી રીતે કઈ અકસ્માતો કર્યા છે કે નહી તેને લઈ પણ પૂછપરછ ચાલી રહી છે,નશો કરીને વાહન ચલાવવું એ કેટલી હદે યોગ્ય છે,તમે તો નશો કરીને ભાનમાં નથી હોતા પણ જે ભાનમાં હોય છે તેની જિંદગી તો પુરી થઈ જાય છે,પોલીસ આવા વાહનચાલકોને કડકમા કડક કાયદાનો પાઠ ભણાવે તે જરૂરી બન્યું છે.કાર ચાલક નવસારીથી સુકત તરફ જઈ રહ્યો હતો અને અકસ્માત સર્જયો.
કારચાલક ભાગે તે પહેલા પોલીસે ઝડપ્યો
ઘટનાની જાણ થતા આસપાસના લોકોના ટોળે ટોળા ઉમટી પડયા હતા અને કારચાલકને ત્યાંજ પકડીને બેસાડી દીધો હતો અને ત્યારબાદ પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો.ત્યારે કારચાલક ભાગવાની ફિરાકમાં હતો પણ નશો કર્યો હોવાથી તે કારમાંથી નીચે ઉતરવા જાય તે પહેલા જ સ્થાનિકોએ તેને ઝડપ્યો હતો અને ટપલીદાવ કર્યો હતો.