Gandhinagar: મનપાની આરોગ્ય શાખાની વાહકજન્ય રોગો સામે સ્પેશ્યલ ડ્રાઈવ

600 છાપરામાં મચ્છર સંક્રમણ અટકાવવા કામગીરી કરી સીઝનને ધ્યાને લઈને દ્વારા વિવિધ વિસ્તારોમાં તપાસ મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયાના ફેલાવાને અટકાવવા પ્રયાસ ગાંધીનગર મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ પ્રવર્તમાન ચોમાસાની સીઝનને ધ્યાને લઈને દ્વારા વિવિધ વિસ્તારોમાં વાહકજન્ય રોગો મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયાના ફેલાવાને અટકાવવા પ્રયાસ હાથ ધર્યો હતો. જે દરમિયાન વાવોલ, પેથાપુર તેમજ સરગાસણમાં રોગ નિયંત્રણ માટે સ્પેશીયલ ડ્રાઈવ કરવામાં આવી હતી. જે અંતર્ગત તાવના શંકાસ્પદ જણાતા 116 વ્યક્તિઓના લોહીના નમુના લઈ 600 છાપરામાં મચ્છર સંક્રમણ અટકાવવા સહિતની કામગીરી કરવામાં આવી હતી. આ સ્પેશિયલ ડ્રાઈવ અન્વયે વેક્ટર કંટ્રોલ ટીમ, મલ્ટી પર્પઝ વર્કર ઉપરાંત આશા બહેનો, ફીમેલ હેલ્થ વર્કર દ્વારા સોર્સ રીડ્ક્ષન, પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. સમગ્ર કામગીરીનું મોનીટરીંગ/સુપરવિઝન મેલેરિયા અધિકારી, મેડીકલ અધિકારી તેમજ આરોગ્ય અધિકારી કક્ષાએથી દ્વારા કરવામાં આવ્યું હતું. ડ્રાઈવ દરમિયાન વાવોલમાં 1288, પેથાપુરમાં 1324 અને સરગાસણ/કુડાસણમાં 1016 એમ કુલ 3628 ઘરોનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાંથી 92 ઘરોમાં મચ્છરોના પોરા મળી આવતા ત્યાં પોરાનાશક કામગીરી કરી હતી અને તાવના શંકાસ્પદ જણાતા 116 વ્યક્તિઓના લોહીના નમુના લેવામાં આવ્યા હતા.સ્થાનિકોને જાગૃત કરવામાં આવ્યા આ ઉપરાંત સર્વે દરમિયાન લોકોમાં મેલેરિયા ડેન્ગ્યું અંગે જાગૃતિ લાવવવા પત્રિકાઓ વહેચવામાં આવી હતી તેમજ સમજુતી આપવામાં આવી હતી. ધોળાકુવા ખાતે આવેલ મેટ્રો સાઈટની મજુર કોલોનીમાં આવેલ 300 જેટલી લેબર કોલોનીની રૂમ તપાસવામાં આવી હતી અને પાણી ભરાયેલ કુલરો ખાલી કરવામાં આવ્યા હતા. જયારે કોબા, રાયસણ તેમજ રાન્દેસણ વિસ્તારમાં આવેલ કન્સ્ટ્રકશન સાઈટો વિઝન વિન્ટેઝ, અવની આયામ, શ્રી ગણેશ રોયલ સાઈટ ને અનુક્રમે રૂ. 10 - 10 હજાર તેમજ 1500 નો દંડ કરવામાં આવ્યો હતો. પેથાપુરની રીવર એવન્યુ સાઈટને અગાઉ ૨ વાર નોટીસ આપેલ તેમ છતાં પોરા મળી આવતા તેને રૂ 10 હજાર, સુઘડના અગોરા મોલને પણ રૂ. 500 નો સમાધાન શુલ્ક વસુલવામાં આવ્યો હતો. એમ કુલ. 32 હજારનો દંડ કરવામાં આવ્યો હતો. 3 હજાર લીટર બાયોલાર્વીસાઈડનો છંટકાવ કરવામાં આવ્યો વરસાદના પાણીથી કે ગટરના ઉભરાવાથી ભરાયેલ મોટા ખાડાઓમાં જમા થયેલા ગંદા પાણીમાં ન્યુસેન્સ વાહનનો ઉપયોગ કરીને 3 હજાર લીટર બાયોલાર્વીસાઈડનો છંટકાવ કરવામાં આવ્યો હતો. તેમજ નાના ખાડા ખાબોચિયાંમાં 90 લીટર બળેલા ઓઈલનો છંટકાવ કરવામાં આવેલ. જેમાં મહાનગરપાલિકાના સમગ્ર વિસ્તારને ગ્રામ્ય વિસ્તારોમાં ગંદા પાણીમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. મચ્છરોનું સંક્રમણ અટકાવવા માટે વિવિધ વિસ્તારોમાં આઉટડોર ફોગીંગ પણ ચાલુ કરવામાં આવ્યું છે જેમાં સમગ્ર વિસ્તારને 2 રાઉન્ડ પૂર્ણ થયા બાદ ત્રીજો રાઉન્ડ ચાલુ કરવામાં આવ્યો છે. જે આગામી સમયમાં પણ ચાલુ રાખવામાં આવશે. સેક્ટર - 13માં આવેલ 600 જેટલા છાપરાઓમાં મચ્છર સંક્રમણ અટકાવવા ઇન્ડોર રેસીડ્યુંલ સ્પ્રે કરવામાં આવ્યો હતો.

Gandhinagar: મનપાની આરોગ્ય શાખાની વાહકજન્ય રોગો સામે સ્પેશ્યલ ડ્રાઈવ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 600 છાપરામાં મચ્છર સંક્રમણ અટકાવવા કામગીરી કરી
  • સીઝનને ધ્યાને લઈને દ્વારા વિવિધ વિસ્તારોમાં તપાસ
  • મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયાના ફેલાવાને અટકાવવા પ્રયાસ

ગાંધીનગર મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ પ્રવર્તમાન ચોમાસાની સીઝનને ધ્યાને લઈને દ્વારા વિવિધ વિસ્તારોમાં વાહકજન્ય રોગો મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયાના ફેલાવાને અટકાવવા પ્રયાસ હાથ ધર્યો હતો.


જે દરમિયાન વાવોલ, પેથાપુર તેમજ સરગાસણમાં રોગ નિયંત્રણ માટે સ્પેશીયલ ડ્રાઈવ કરવામાં આવી હતી. જે અંતર્ગત તાવના શંકાસ્પદ જણાતા 116 વ્યક્તિઓના લોહીના નમુના લઈ 600 છાપરામાં મચ્છર સંક્રમણ અટકાવવા સહિતની કામગીરી કરવામાં આવી હતી.

આ સ્પેશિયલ ડ્રાઈવ અન્વયે વેક્ટર કંટ્રોલ ટીમ, મલ્ટી પર્પઝ વર્કર ઉપરાંત આશા બહેનો, ફીમેલ હેલ્થ વર્કર દ્વારા સોર્સ રીડ્ક્ષન, પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. સમગ્ર કામગીરીનું મોનીટરીંગ/સુપરવિઝન મેલેરિયા અધિકારી, મેડીકલ અધિકારી તેમજ આરોગ્ય અધિકારી કક્ષાએથી દ્વારા કરવામાં આવ્યું હતું. ડ્રાઈવ દરમિયાન વાવોલમાં 1288, પેથાપુરમાં 1324 અને સરગાસણ/કુડાસણમાં 1016 એમ કુલ 3628 ઘરોનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાંથી 92 ઘરોમાં મચ્છરોના પોરા મળી આવતા ત્યાં પોરાનાશક કામગીરી કરી હતી અને તાવના શંકાસ્પદ જણાતા 116 વ્યક્તિઓના લોહીના નમુના લેવામાં આવ્યા હતા.


સ્થાનિકોને જાગૃત કરવામાં આવ્યા

આ ઉપરાંત સર્વે દરમિયાન લોકોમાં મેલેરિયા ડેન્ગ્યું અંગે જાગૃતિ લાવવવા પત્રિકાઓ વહેચવામાં આવી હતી તેમજ સમજુતી આપવામાં આવી હતી. ધોળાકુવા ખાતે આવેલ મેટ્રો સાઈટની મજુર કોલોનીમાં આવેલ 300 જેટલી લેબર કોલોનીની રૂમ તપાસવામાં આવી હતી અને પાણી ભરાયેલ કુલરો ખાલી કરવામાં આવ્યા હતા. જયારે કોબા, રાયસણ તેમજ રાન્દેસણ વિસ્તારમાં આવેલ કન્સ્ટ્રકશન સાઈટો વિઝન વિન્ટેઝ, અવની આયામ, શ્રી ગણેશ રોયલ સાઈટ ને અનુક્રમે રૂ. 10 - 10 હજાર તેમજ 1500 નો દંડ કરવામાં આવ્યો હતો. પેથાપુરની રીવર એવન્યુ સાઈટને અગાઉ ૨ વાર નોટીસ આપેલ તેમ છતાં પોરા મળી આવતા તેને રૂ 10 હજાર, સુઘડના અગોરા મોલને પણ રૂ. 500 નો સમાધાન શુલ્ક વસુલવામાં આવ્યો હતો. એમ કુલ. 32 હજારનો દંડ કરવામાં આવ્યો હતો.

3 હજાર લીટર બાયોલાર્વીસાઈડનો છંટકાવ કરવામાં આવ્યો

વરસાદના પાણીથી કે ગટરના ઉભરાવાથી ભરાયેલ મોટા ખાડાઓમાં જમા થયેલા ગંદા પાણીમાં ન્યુસેન્સ વાહનનો ઉપયોગ કરીને 3 હજાર લીટર બાયોલાર્વીસાઈડનો છંટકાવ કરવામાં આવ્યો હતો. તેમજ નાના ખાડા ખાબોચિયાંમાં 90 લીટર બળેલા ઓઈલનો છંટકાવ કરવામાં આવેલ. જેમાં મહાનગરપાલિકાના સમગ્ર વિસ્તારને ગ્રામ્ય વિસ્તારોમાં ગંદા પાણીમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. મચ્છરોનું સંક્રમણ અટકાવવા માટે વિવિધ વિસ્તારોમાં આઉટડોર ફોગીંગ પણ ચાલુ કરવામાં આવ્યું છે જેમાં સમગ્ર વિસ્તારને 2 રાઉન્ડ પૂર્ણ થયા બાદ ત્રીજો રાઉન્ડ ચાલુ કરવામાં આવ્યો છે. જે આગામી સમયમાં પણ ચાલુ રાખવામાં આવશે. સેક્ટર - 13માં આવેલ 600 જેટલા છાપરાઓમાં મચ્છર સંક્રમણ અટકાવવા ઇન્ડોર રેસીડ્યુંલ સ્પ્રે કરવામાં આવ્યો હતો.