Palika Election 2025 : ભુજની નગરપાલિકાના વાંકે માધાપર ગામના લોકોને હેરાનગતિ
ભુજ તાલુકાનું માધાપર ગામ આર્થિક રીતે સમૃદ્ધ છે. છેલ્લા થોડા સમયથી ગામના મુખ્ય રસ્તોઓ બિસ્માર સ્થિતિમાં છે. ડ્રેનેજ લાઇન બેસી જવાન કારણે રસ્તો ખોદી નાખવામાં આવ્યો છે.જેના કારણે અહિયાંથી પસાર થતાં વાહન ચાલકો પરેશાન છે. આ મામલે નવાવાસ ગ્રામ પંચાયત કહેવું છે કે ભુજ પાલિકાની ડ્રેનેજ લાઇન બેસી ગઈ છે જેના કારણે પાલિકાએ રસ્તો ખોદી નાખ્યો છે.ભુજ પાલિકાના વાંકે હાલ માધાપર ગામના લોકો હેરાન થઈ રહ્યા છે. ભુજ નગરપાલિકાની ગટર લાઇન રોડ પરથી પસાર થઈ રહી છે. અવાર નવાર પાલિકાની લાઇન બેસી જવાન કારણે માધાપર ગામનો મુખ્ય રસ્તો ખોડવામાં આવે છે. પરિણામે અહિયાં પસાર થતાં તમામ વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે ..પાલિકાના વાંકે ગામવાસીઓને હાલાકીએશિયાનું સૌથી સમૃદ્ધ માધાપર ગામ આજે અનેક સમસ્યાથી પરેશાન છે. માધાપર ગામમાં છેલ્લા બે મહિનાથી રસ્તા ખોડાયેલી હાલતમાં છે. માધાપર ગામમાં ગાંધી સર્કલ પાસે ડ્રેનેજ લાઇન બેસી જવાના કારણે રસ્તો ખોદી નાખવામાં આવ્યો છે. જેના કારણે અહિયાંથી પસાર થતાં વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે.ગામના બાળકોને શાળાએ જવામાં તો યુવાનોને રોજગાર માટે બહાર જવા માટે અનેક મુશ્કેલીમાંથી પસાર થવું પડે છે. આ અંગે માધાપર પંચાયત દ્વારા અનેકવાર ભુજ પાલિકાને લેખિત મૌખિક રજૂઆત કરી છે. તેમછતાં પાલિકા દ્વારા યોગ્ય કામગીરી નહીં કરવામાં આવતા અહિયાંથી પસાર થતાં વાહન ચાલકો પરેશાન છે. આર્થિક રીતે સુખી સંપન્ન માધાપર ગામ હાલ ભુજ પાલિકાના વાંકે હાલાકી ભોગવી રહ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીરાજ્ય ચૂંટણી આયોગે મહાપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓની જાહેરાત કરી છે ત્યારે કચ્છમાં રાપર, ભચાઉ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અને તાલુકા પંચાયતની 3 બેઠકો માટે પેટા ચૂંટણી 16 ફેબ્રુઆરીએ યોજાશે. તા.21-01-2025ના પાલિકાની સામાન્ય અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણીની જાહેરાત સાથે આદર્શ આચારસંહિતાની અમલવારી શરૂ થઇ ગઇ છે. રાપર અને ભચાઉ પાલિકામાં લાંબા સમયથી વહીવટદારનું શાસન હતું. રાપર અને ભચાઉ નગરપાલિકાના 7-7 વોર્ડની 28 બેઠકો અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણી માટે આગામી તા.16-2ના રોજ મતદાન થશે.
![Palika Election 2025 : ભુજની નગરપાલિકાના વાંકે માધાપર ગામના લોકોને હેરાનગતિ](https://epapercdn.sandesh.com/images/2025/02/11/FyO6CPahLhQ7b7FwboxC7kcjPNNON18yoEjOSeTA.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભુજ તાલુકાનું માધાપર ગામ આર્થિક રીતે સમૃદ્ધ છે. છેલ્લા થોડા સમયથી ગામના મુખ્ય રસ્તોઓ બિસ્માર સ્થિતિમાં છે. ડ્રેનેજ લાઇન બેસી જવાન કારણે રસ્તો ખોદી નાખવામાં આવ્યો છે.જેના કારણે અહિયાંથી પસાર થતાં વાહન ચાલકો પરેશાન છે. આ મામલે નવાવાસ ગ્રામ પંચાયત કહેવું છે કે ભુજ પાલિકાની ડ્રેનેજ લાઇન બેસી ગઈ છે જેના કારણે પાલિકાએ રસ્તો ખોદી નાખ્યો છે.
ભુજ પાલિકાના વાંકે હાલ માધાપર ગામના લોકો હેરાન થઈ રહ્યા છે. ભુજ નગરપાલિકાની ગટર લાઇન રોડ પરથી પસાર થઈ રહી છે. અવાર નવાર પાલિકાની લાઇન બેસી જવાન કારણે માધાપર ગામનો મુખ્ય રસ્તો ખોડવામાં આવે છે. પરિણામે અહિયાં પસાર થતાં તમામ વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે ..
પાલિકાના વાંકે ગામવાસીઓને હાલાકી
એશિયાનું સૌથી સમૃદ્ધ માધાપર ગામ આજે અનેક સમસ્યાથી પરેશાન છે. માધાપર ગામમાં છેલ્લા બે મહિનાથી રસ્તા ખોડાયેલી હાલતમાં છે. માધાપર ગામમાં ગાંધી સર્કલ પાસે ડ્રેનેજ લાઇન બેસી જવાના કારણે રસ્તો ખોદી નાખવામાં આવ્યો છે. જેના કારણે અહિયાંથી પસાર થતાં વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે.ગામના બાળકોને શાળાએ જવામાં તો યુવાનોને રોજગાર માટે બહાર જવા માટે અનેક મુશ્કેલીમાંથી પસાર થવું પડે છે. આ અંગે માધાપર પંચાયત દ્વારા અનેકવાર ભુજ પાલિકાને લેખિત મૌખિક રજૂઆત કરી છે. તેમછતાં પાલિકા દ્વારા યોગ્ય કામગીરી નહીં કરવામાં આવતા અહિયાંથી પસાર થતાં વાહન ચાલકો પરેશાન છે. આર્થિક રીતે સુખી સંપન્ન માધાપર ગામ હાલ ભુજ પાલિકાના વાંકે હાલાકી ભોગવી રહ્યું છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી
રાજ્ય ચૂંટણી આયોગે મહાપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓની જાહેરાત કરી છે ત્યારે કચ્છમાં રાપર, ભચાઉ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અને તાલુકા પંચાયતની 3 બેઠકો માટે પેટા ચૂંટણી 16 ફેબ્રુઆરીએ યોજાશે. તા.21-01-2025ના પાલિકાની સામાન્ય અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણીની જાહેરાત સાથે આદર્શ આચારસંહિતાની અમલવારી શરૂ થઇ ગઇ છે. રાપર અને ભચાઉ પાલિકામાં લાંબા સમયથી વહીવટદારનું શાસન હતું. રાપર અને ભચાઉ નગરપાલિકાના 7-7 વોર્ડની 28 બેઠકો અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણી માટે આગામી તા.16-2ના રોજ મતદાન થશે.