Palanpur: બનાસકાંઠામાં 49 હોટેલ્સ-રેસ્ટોરન્ટ્સમાં ચેકિંગ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્ય આરોગ્ય મંત્રીની સૂચના અનુસાર જાહેર જનતાની સ્વાસ્થ્યની સુરક્ષા અને ખાદ્યપદાર્થોની ગુણવત્તા જાળવવાના હેતુથી રાજ્યવ્યાપી ઓપરેશન હેલ્થ અંતર્ગત હાઈવે કોરિડોર પર આવેલી હોટેલ્સ અને રેસ્ટોરન્ટ્સમાં વિશેષ તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ફુટ સેફ્ટી વિભાગ પાલનપુરની ટીમ દ્વારા સિનિયર ફુડ સેફ્ટી ઓફિસરો, ફુડ સેફ્ટી ઓફિસરો તેમજ ફુડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાનની મદદથી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ વિશેષ ઝુંબેશ દરમ્યાન બનાસકાંઠા જિલ્લામાં હાઈવે કોરિડોર પર આવેલી કુલ 49 હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ અને ડેરી પાર્લર સહિતના એકમોની તપાસ અને ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ફુડ સેફ્ટી ઓફિસરો દ્વારા 26 હોટેલ્સ અને રેસ્ટોરન્ટ્સની રૂબરૂ તપાસ કરવામાં આવી હતી. જ્યારે ફુડ સેફ્ટી વાન મારફતે પણ વિવિધ એકમોમાં ખાદ્ય પદાર્થોનું સ્થળ પર જ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તપાસ દરમ્યાન ગંદકી અને બિનઆરોગ્યપ્રદ પરિસ્થિતિમાં સંગ્રહિત શંકાસ્પદ જણાયેલા કુલ 31 કિલોગ્રામ ખાદ્યપદાર્થોના જથ્થાનો જાહેર આરોગ્યના હિતમાં સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. ઝુંબેશના ભાગરૂપે તમામ હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ અને ડેરી પાર્લર સંચાલકોને વેચાણ માટે રાખવામાં આવતા આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેનો તફાવત ગ્રાહકો સરળતાથી જાણી શકે તે માટે સરકાર દ્વારા નિર્ધારીત માહિતીપ્રદ બોર્ડ/પોસ્ટર ફરજિયાત લગાવવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત તમામ ખાદ્યપદાર્થોના વિક્રેતાઓને સ્વચ્છતા જાળવવા, ખાદ્યપદાર્થોની ગુણવત્તા સુનિશ્ચિત કરવા તથા ફુડ સેફ્ટીના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા તાકીદ કરાઈ છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

