Palanpur : શહેરમાં બાળકો અને વડીલોએ મળીને ઊજવી મકરસંક્રાંતિ
પાલનપુર સ્થિત હિન્દુ સમાજ વડીલ વિશ્રાંતિ ભવન વૃદ્ધાશ્રામ ખાતે પોષણ ઉડાન-2025ની ઉજવણીનું આયોજન બનાસકાંઠા આઈ.સી.ડી.એસ વિભાગના જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઉષાબેન ગજ્જરની અધ્યક્ષતામાં કરાયું હતું. વિશ્રાંતિ ભવન ખાતે વૃદ્ધાશ્રામ પરીવાર સાથે મળીને મકરસંક્રાંતિ પર્વની ઉજવણી પ્રાર્થના થકી કરાઈ હતી.આ પ્રસંગે કિશોરીઓને પતંગ પર સ્લોગનની સ્પર્ધા, રસ્સાખેંચ અને ખો-ખો જેવી રમતો રમાડવામાં આવી હતી.આંગણવાડી કેન્દ્રના પૂર્વ પ્રાથમિક શિક્ષણ મેળવતા 3 થી 6 વર્ષના બાળકોને સંગીત ખુરશી, બિસ્કેટ પકડ જેવી રમતો રમાડવામાં આવી હતી. બાળકોને નાસ્તામાં તલની ચિંકી, સીંગની ચિકી, તલના લાડુ, મોસંબી આપવામાં આવી હતી. બાળકો અને કિશોરીઓ સાથે પતંગો ચગાવવાની મસ્તી પણ કરવામાં આવી હતી.આ કાર્યક્રમ દ્વારા પોષણ ઉડાન-2025 ની ઉજવણી વૃદ્ધાશ્રામ પરીવાર સાથે હર્ષ ઉલ્લાસ અને આનંદ સાથે કરવામાં આવી.આ કાર્યક્રમમાં બાળ વિકાસ યોજના અધિકારી પાલનપુર-1, પી.એસ.ઈ.ઈન્સ્ટ્રક્ટર, મુખ્ય સેવિકાઓ, આંગણવાડી કેન્દ્રના બાળકો, કિશોરીઓ અને કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પાલનપુર સ્થિત હિન્દુ સમાજ વડીલ વિશ્રાંતિ ભવન વૃદ્ધાશ્રામ ખાતે પોષણ ઉડાન-2025ની ઉજવણીનું આયોજન બનાસકાંઠા આઈ.સી.ડી.એસ વિભાગના જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઉષાબેન ગજ્જરની અધ્યક્ષતામાં કરાયું હતું. વિશ્રાંતિ ભવન ખાતે વૃદ્ધાશ્રામ પરીવાર સાથે મળીને મકરસંક્રાંતિ પર્વની ઉજવણી પ્રાર્થના થકી કરાઈ હતી.
આ પ્રસંગે કિશોરીઓને પતંગ પર સ્લોગનની સ્પર્ધા, રસ્સાખેંચ અને ખો-ખો જેવી રમતો રમાડવામાં આવી હતી.આંગણવાડી કેન્દ્રના પૂર્વ પ્રાથમિક શિક્ષણ મેળવતા 3 થી 6 વર્ષના બાળકોને સંગીત ખુરશી, બિસ્કેટ પકડ જેવી રમતો રમાડવામાં આવી હતી. બાળકોને નાસ્તામાં તલની ચિંકી, સીંગની ચિકી, તલના લાડુ, મોસંબી આપવામાં આવી હતી.
બાળકો અને કિશોરીઓ સાથે પતંગો ચગાવવાની મસ્તી પણ કરવામાં આવી હતી.આ કાર્યક્રમ દ્વારા પોષણ ઉડાન-2025 ની ઉજવણી વૃદ્ધાશ્રામ પરીવાર સાથે હર્ષ ઉલ્લાસ અને આનંદ સાથે કરવામાં આવી.આ કાર્યક્રમમાં બાળ વિકાસ યોજના અધિકારી પાલનપુર-1, પી.એસ.ઈ.ઈન્સ્ટ્રક્ટર, મુખ્ય સેવિકાઓ, આંગણવાડી કેન્દ્રના બાળકો, કિશોરીઓ અને કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યા હતા.