Palanpur: પાલનપુર હાઈવે સર્કલ આસપાસ શટલિયાઓનો અડીંગો : ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરે તેવી માંગ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પાલનપુરમાં શહેરમાં જાહેર રસ્તાઓ પર પાર્કિગની વ્યવસ્થાના અભાવે જાહેર રસ્તા પર વાહન ચાલકો ગમે ત્યાં વાહન પાર્ક કરી દે છે અને તેના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાય છે. શહેરના કેટલાક જાહેર સ્થળ એવા છે કે જ્યાં વાહન ચાલકો રસ્તા પર જ આડુ અવળું વાહન મુકી અને અડચણ કરે છે. જેમાં પાલનપુરમાં નવા બસપોર્ટ, હાઈવે સર્કલ પાસે પેટ્રોલપંપની આસપાસ તેમજ ડીસા હાઈવે ઉપર અને આબુરોડ હાઈવે સર્કિટ હાઉસ પાસે શટલિયાઓના ધામા રહે છે અને ટ્રાફિકને અડચણ કરે છે. વળી જાહેર રસ્તા પર મુસાફરો લેવા માટે વાહનો ઉભા રાખી અને રસ્તામાં અડચણ કરવાના કારણે ગમખ્વાર અકસ્માત સર્જાય છે. આમ છતાં પાલનપુર શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી ન કરવાના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે આ બાબતે હવે જો ટ્રાફિક પોલીસ દ્વારા પગલાં નહિ લેવાય તો જાગૃત નાગરિકો દ્વારા જિલ્લા પ્રશાસન સામે ધરણા કરવાની ફરજ પડશે તેમ જણાવવામાં આવ્યું છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

