Padra News: ઉપરવાસમાં ભારે વરસાદથી મહિસાગર નદી બે કાંઠે વહેતી થઈ, કાંઠાના વિસ્તારોને કરાયા એલર્ટ એલર્ટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે મહીસાગર નદી પરના કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવતા મહીસાગર નદી બે કાંઠે વહેતી થઈ છે. આ કારણે નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે અને તંત્ર દ્વારા સાવચેતીના પગલાં ભરવામાં આવી રહ્યા છે. નદીમાં પાણીની આવક વધતા ડભકા સહિતના કાંઠા વિસ્તારના ગ્રામજનો નદી કિનારે એકઠા થયા છે. તેઓ પાણીનો વધેલો પ્રવાહ જોવા માટે ઉમટી પડ્યા છે.
મહિસાગર નદી બે કાંઠે વહેતા કાંઠા વિસ્તારમાં એલર્ટ
જોકે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. નદી કિનારે પોલીસની ટીમ તૈનાત કરવામાં આવી છે. જે લોકોને નદીના પટમાં ન જવા અને સુરક્ષિત અંતર જાળવવા માટે સૂચના આપી રહી છે. મહીસાગર નદીમાં પાણીનો પ્રવાહ વધતા આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ વધી ગયું છે. વહીવટી તંત્ર દ્વારા માછીમારો અને નદી કિનારે રહેતા લોકોને સાવચેત રહેવા અને સુરક્ષિત સ્થળોએ ખસી જવા માટે અપીલ કરવામાં આવી છે.
સાવચેતીના પગલે નદી કાંઠે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
આ ઉપરાંત સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને કટોકટીના સંજોગોમાં રાહત અને બચાવ કામગીરી માટે ટીમોને સજ્જ રાખવામાં આવી છે. આ ઘટનાએ એક તરફ વરસાદથી પીડિત વિસ્તારો માટે આશા જન્માવી છે તો બીજી તરફ સલામતીને લઈને પણ ચિંતા ઊભી કરી છે. જોકે તંત્રની સતર્કતાને કારણે હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે.
What's Your Reaction?






