Operation Shield: પાકિસ્તાનના સરહદીય રાજ્યોમાં ફરી શરૂ કરાઇ મોકડ્રીલ, તૈયારીઓ ચકાસવા કવાયત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાન ગુજરાત અને હરિયાણામાં ફરી મોકડ્રીલ શરૂ કરાઇ છે. 'ઓપરેશન સિંદૂર'ની મોકડ્રીલ બાદ હવે 'ઓપરેશન શીલ્ડ' શરૂ કરવામાં આવ્યું છે. 'ઓપરેશન શીલ્ડ' હેઠળ શનિવારે પાકિસ્તાનના સરહદીય રાજ્યો જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, ગુજરાત અને હરિયાણામાં મોકડ્રીલ હાથ ધરાઇ હતી. પછી રાત્રે 8 વાગ્યે બ્લેકઆઉટ પણ કરવામાં આવશે. આ સમય દરમિયાન શહેરમાં ઇમરજન્સી સાયરન વાગશે. બ્લેકઆઉટ દરમિયાન શહેરની તમામ સ્ટ્રીટ લાઇટ બંધ કરી દેવામાં આવશે.
સુરક્ષાના ભાગરૂપે મોકડ્રીલ
જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ, નાગરિક સંરક્ષણ, SDRF અને સામાજિક સંગઠનોએ આ કવાયતમાં સાથે ભાગ લીધો હતો. આ કવાયતમાં SDRF, નાગરિક સંરક્ષણ, અગ્નિશમન અને કટોકટી સેવાઓ, રાજ્ય પોલીસ, માહિતી તથા જનસંપર્ક વિભાગ સંયુક્ત રીતે ભાગ લઈ રહ્યા છે. અને જનતાને જાગૃત્ત કરવા માટે ફરી પ્રયાસ કરી રહ્યા છે. NDRF, SDRF, ફાયર બ્રિગેડ, પોલીસ, રેલ્વે પોલીસ, આરોગ્ય વિભાગ મોક ડ્રીલ દરમિયાન સક્રિય ભૂમિકા ભજવે છે. મોક ડ્રીલનો હેતુ સરહદીય વિસ્તારના રાજ્યોમાં કટોકટીનો સામનો કરવા માટે તૈયારીઓ ચકાસવાનો છે.
રાત્રે 8 વાગ્યાથી અડધો કલાક માટે બ્લેકઆઉટ
"ઓપરેશન શીલ્ડ" હેઠળ પંજાબના સરહદીય વિસ્તારોમાં મોક ડ્રીલ કરવામાં આવી હતી. વહીવટીતંત્રે અમૃતસરના રણજીત એવન્યુ ખાતે મોક ડ્રીલ યોજી હતી અને લોકોને બતાવ્યું હતું કે જો તેઓ કોઈપણ પ્રકારના હુમલામાં ઘાયલ થાય તો વહીવટીતંત્ર તેમને કેવી રીતે મદદ કરશે અને એકબીજાને કેવી રીતે સહકાર આપશે. તે જ સમયે, અમૃતસરમાં રાત્રે 8:00 થી 8:30 વાગ્યા સુધી બ્લેકઆઉટ પણ રાખવામાં આવશે. અમૃતસર ઉપરાંત, ફિરોઝપુર, પઠાણકોટ, ગુરદાસપુર સહિત પંજાબના ઘણા વિસ્તારોમાં મોક ડ્રીલ કરવામાં આવી હતી.
What's Your Reaction?






