Navsariમાં પાલિકાએ બુદ્ધીનું પ્રર્દશન કર્યું, ચાલુ વરસાદમાં રોડ બનાવી નાખ્યો

Jun 17, 2025 - 18:30
Navsariમાં પાલિકાએ બુદ્ધીનું પ્રર્દશન કર્યું, ચાલુ વરસાદમાં રોડ બનાવી નાખ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

નવસારીમાં પાલિકાએ બુદ્ધીનું પ્રર્દશન કર્યું છે. મોટીચોવીસીમાં ચાલુ વરસાદમાં રસ્તો બનાવવામાં આવતો હોવાનો વીડિઓ સામે આવ્યો છે. ચાલુ વરસાદમાં પાણી ભરાયેલા ખાબોચિયા અને કાદવ કિચ્ચડ ઉપર રસ્તો બનાવવામાં આવ્યો છે. ચાલુ વરસાદમાં કામગીરી કરતા રોડની ગુણવત્તા પર સવાલ ઉઠ્યા છે.

નવસારીમાં પાલિકાએ બુદ્ધીનું પ્રર્દશન કર્યું

નવસારીના કાબિલપોરના મોટીચોવીસી વિસ્તારમાં પાલિકા દ્વારા ચાલુ વરસાદમાં રોડ બનાવતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. હાલ ગુજરાતમાં ચોમાસુ જામ્યુ છે તેવામાં પાલિકા ચાલુ વરસાદે રોડ બનાવતી હોવાનો વીડિયો વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે વરસાદમાં રોડ બનતા ગુણવત્તા પર સવાલ ઉઠ્યા છે. એક તરફ લોકો સારા રસ્તાઓની આશા રાખીને બેઠા હોય છે તેવામાં પાલિકા ચાલુ વરસાદમાં પાણી ભરાયેલા ખાબોચિયા અને કાદવ પર રસ્તો બનાવી રહ્યું છે.

પાલિકાએ ચાલુ વરસાદે રોડ બનાવી નાખ્યો

કાબિલપોરના મોટીચોવીસીમાં નગર પાલિકા ચાલુ વરસાદમાં પાણી ભરાયેલા ખાબોચિયા પર રસ્તો બનાવી રહ્યું છે. તેવામાં કોઈ સ્થાનિક દ્વારા પાલિકાના આ બુદ્ધીનું પ્રર્દશનનો વીડિયો બનાવી વહેતો કરતા ચર્ચાનો વિષય બન્યો છે. સાથે સાથે રોડની ગુણવત્તા પર પણ સવાલ ઉઠ્યા છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0