Navsariના ધકવાડા ગામમાં 35 વર્ષીય મહિલાની પ્રેમીએ કરી નિર્મમ હત્યા

Sep 23, 2025 - 13:30
Navsariના ધકવાડા ગામમાં 35 વર્ષીય મહિલાની પ્રેમીએ કરી નિર્મમ હત્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

નવસારીના ગણદેવી તાલુકાના ધકવાડા ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં લિવ-ઈન રિલેશનશિપમાં રહેતી એક મહિલાની તેના પ્રેમી દ્વારા હત્યા કરવામાં આવી છે. આ ઘટના બાદ હત્યારો પ્રેમી ફરાર થઈ ગયો છે અને પોલીસે તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ધકવાડા ગામમાં રહેતી 35 વર્ષીય મહિલા અને તેનો પ્રેમી લિવ-ઈન રિલેશનશિપમાં સાથે રહેતા હતા. છેલ્લા કેટલાક સમયથી તેમના સંબંધોમાં તણાવ ચાલી રહ્યો હતો અને અવારનવાર ઝઘડા થતા હતા.

લિવ ઇનમાં રહેતી મહિલાની હત્યા બાદ પ્રેમી થયો ફરાર

મોડી રાતે આ ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે પ્રેમીએ મહિલાને ઢોર માર માર્યો. આ દરમિયાન તેણે મહિલાને માથાના ભાગે જોરદાર ફટકા માર્યા. જેના કારણે તેણીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. સવારે આ ઘટનાની જાણ થતાં ગ્રામજનોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારબાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે. આરોપી પ્રેમી હત્યા બાદ ફરાર થઈ ગયો છે. પોલીસે તેના વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને તેને ઝડપી પાડવા માટે વિવિધ ટીમો બનાવી છે.

પોલીસે હત્યારાને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા

આસપાસના વિસ્તારમાં નાકાબંધી કરીને અને સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીને શોધી કાઢવાના પ્રયાસો ચાલી રહ્યા છે. પોલીસે સ્થાનિક લોકો અને મહિલાના પરિવારજનો પાસેથી પણ વિગતો મેળવીને તપાસને આગળ ધપાવી છે. આ ઘટનાએ ફરી એકવાર લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા યુગલોની સુરક્ષા અંગે ચિંતા ઊભી કરી છે. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0