Navsariના ચીખલીમાંથી ચોરાયેલું ટ્રેક્ટર ગણતરીના કલાકોમાં ઝડપાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
નવસારી જિલ્લાના ચીખલી ખાતે સ્ટોન ક્વોરીમાંથી ટ્રેક્ટર ચોરી થતા ખળભળાટ મચી ગયો હતો. અજાણ્યો ચોર ટ્રેક્ટરની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. પરંતુ ચીખલી પોલીસે ગણતરીના કલાકોમાં જ આ ગુનાનો ભેદ ઉકેલીને આરોપીને ટ્રેક્ટર સાથે ઝડપી પાડ્યો હતો. ચીખલીની સ્ટોન ક્વોરીમાંથી ટ્રેક્ટર ચોરી થયાની ફરિયાદ મળતા જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.
ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી ટૂંકા સમયમાં જ આરોપી શોધી કાઠ્યો
પોલીસે ચોરને ઝડપી પાડવા માટે જુદી જુદી દિશામાં કવાયત શરૂ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે ટૂંકા સમયમાં જ આરોપીનું પગેરું શોધી કાઢ્યું હતું. પોલીસને મળેલી બાતમી મુજબ ચોર ટ્રેક્ટર લઈને વડોદરા નજીક જઈ રહ્યો હતો. ચીખલી પોલીસે તાત્કાલિક એક ટીમ મોકલીને વડોદરા નજીકથી ટ્રેક્ટર સાથે આરોપીને ઝડપી પાડ્યો હતો.
સફળ અને ઝડપી કામગીરીને કારણે લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધ્યો
પોલીસે ચોરાયેલું ટ્રેક્ટર કબજે કરીને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલે પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે કે શું તે અન્ય કોઈ ચોરીમાં પણ સંડોવાયેલો છે કે કેમ અને આ ટ્રેક્ટર ચોરી પાછળ તેનો શું હેતુ હતો. ચીખલી પોલીસની આ સફળ અને ઝડપી કામગીરીને કારણે લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે.
What's Your Reaction?






